શું તમે પણ ડુંગળી ખાઈને તેની છાલને કચરામાં ફેકો છો?, ડુંગળીની છાલનો ઉપયોગ… જાણો તેની ઉપયોગીતા

Spread the love

ઘરના રસોડામાં એવી ઘણી બધી શાકભાજી હોય છે જેના દ્વારા આપણે ખોરાક તૈયાર કરતા હોઈએ છીએ અને વધારના કચરાને ફેકી દેતા હોઈએ છીએ. પણ મિત્રો આપણને કઈ ખાસ ખબર હોતી નથી કે કોઈ શાકભાજીની છાલનો ઉપયોગ પણ થઈ શકે છે આથી આપણે આવા કચરાની અવગણના કરીએ છીએ, તમને જણાવી દઈએ કે આપણે સૌ કોઈ ઘરે ડુંગળીનું સેવન કરતા જ હોઈએ છીએ, પણ શું તમે જાણો છો કે ડુંગળી પરથી ઉતારવામાં આવેલ છાલ આપણા શરીર માટે કેટલી ઉપયોગી છે? નહી, તો ચાલો આ છાલના અનેક ઉપયોગો વિશે તમને વાકેફ કરીએ.

મિત્રો તમને જણાવી દઈએ કે ડુંગળીની છાલમાં વિટામીન એ, સી, ઈ અને ઘણા બધા એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે શરીરને ઘણા બધા ફાયદેમંદ છે, ચાલો આ ચાલના તમામ ઉપયોગો વિશે માહિતગાર થઈએ. આમતો આ છાલમાં પ્રોટીન અને વિટામીનનું પ્રમાણ વધારે હોવાથી શરીરને સ્વસ્થ રાખે છે અને ઘણા બધા ફાયદા આપે છે.

હાલના સમયમાં લોકોને વાળની ઘણી બધી સમસ્યાઓ હોય છે એવામાં જો તમને ઘરમાં રહેલી વસ્તુ દ્વારા જ એવું હેર ટોનર બનાવી શકો છો. સૌ પ્રથમ આવું બનાવા માટે ૪ થી ૫ ડુંગળીની છાલ લેવાની છે અને બે કપ પાણીમાં ૧૦-૧૨ મિનીટ સુધી ઉકાળવાના ત્યારબાદ આ છાલ ઉકળ્યા બાદ ઠંડું કરી લેવાનું, આવું કરવાથી વગર કોઈ મેહનતએ હેર ટોનર તૈયાર થઈ જશે. આ તૈયાર થયેલા ટોનરને વાલ પર લગાવીને 1-2 કલાક બાદ ધોય લેવા.

આજના સમયમાં ઊંઘ ન આવવી એ એક સામન્ય સમસ્યા છે એવામાં જો તમે આ રીતનો ઉપયોગ કરશો તો તમે આ સમસ્યાથી છુટકારો મેલી શકશો. સૌ પ્રથમ આ બનાવા માટે સૌ પ્રથમ ઉકળતા પાણીમાં ડુંગળીની છાલ તે પાણી માં નાખવી અને તેને ૧૦ મિનીટ સુધી ઉકળવા દેવું ત્યારબાદ તેને બહાર કાઢીને તમે ચાની જેમ તેને પીય શકશો. આ ઉપાય તમને જરૂર ફાયદાકારક થશે.

આપણે જાણકારીના અભાવના લીધે ડુંગળીની છાલને ફેકી દેતા હોઈએ છીએ પણ તેનાથી આવા પણ મોટા મોટા ફાયદા થઈ શકે છે. ઘરની બહાર ઉગતા છોડો હોય કે ઘરની અંદર ઉગતા છોડો હોય તેના માટે ડુંગળીની છાલ ખુબ ઉપયોગી છે, જો તમે ડુંગળીની છાલને ફેકવાની જગ્યાએ નાના ફૂલ છોડો પર નાખવાથી આ ફૂલછોડનોઈ સારો એવો વિકાસ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *