વિવાહિત અભિનેત્રી મલાઈકા અરોરા કઈ રીતે અર્જુન કપૂરના પ્રેમમાં પડી? અભિનેત્રીએ કર્યો મોટો ખુલાસો…

Spread the love

મિત્રો વર્તમાન સમયમાં બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા એવા કપલ છે જેણે બોલીવુડના અભિનેતાને કે અભિનેત્રીની સાથે પ્રેમ સબંધ બાંધીને લગ્ન કર્યાં હતા. આ યાદીમાં વિક્કી કૌશલ, રાજ કુમાર રાવ, ધર્મેન્દ્ર જેવા દિગ્ગજ કલાકરોનો પણ સમાવેશ થાય છે. કેહવામાં આવે છે કે ‘પ્રેમ’ શબ્દને ખુદ ભગવાન પણ પરિભાષિત કરી શકતો નથી કારણ કે પ્રેમ કોઈ પણ વ્યક્તિને કોઈ પણ સાથે થઈ શકે છે.

આજે આ લેખના માધ્યમથી અમે એક એવી જ ઘટના વિશે જણાવા જઈ રહ્યા છીએ જેમાં આપણે જાણી શકીએ છીએ કે પ્રેમ ઉમર,ધર્મ, રંગ-રૂપ દ્વારા કરવામાં આવતો નથી પરંતુ ફક્ત દિલ જોઇને કરવામાં આવે છે. એવામાં બોલીવુડની અભિનેત્રી મલાઈકા અરોડા પોતે વિવાહિત હોવા છતાં તે અભિનેતા અર્જુન કપૂરના પ્રેમમાં પડી હતી. હાલતો આ બંનેએ એક બીજાને ખુબ પ્રેમ કરે છે. આ કપલએ દુનિયા સામે પોતાનો પ્રેમ બતાવાનો કોઈ પણ મોકો છોડતા નથી.

 

અભિનેતા અર્જુન કપૂર અને અભિનેત્રી મલાઈકા અરોડાએ ગ્લેમર વર્લ્ડની એક ફેમસ જોડી બની ચુકી છે. તમને જણાવી દઈએ કે આ જોડીએ લોકોને ખુબ પસંદ આવે છે, જયારે પણ આ કપલ દ્વારા કોઈ તસ્વીર કે વિડીયો શેર કરવામાં આવે ત્યારે આ વિડીયો થોડા સમયમાં જ વાયરલ થતો હોય છે. તેના ચાહકો તેઓના દરેક તસ્વીરોને ખુબ પ્રેમ આપે છે. આ કપલ વચ્ચે ઘણા વર્ષોનો તફાવત છે છતાં તેઓ સાથે રહે છે, આ બંને વચ્ચે કેમિસ્ટ્રી ખુબ સારી હોવાને લીધે તેઓ એકબીજા સાથે જોડાયેલ રહે છે.

તમને જણાવી દઈએ કે મલાઈકા અરોડાએ વર્ષ ૨૦૧૭માં અરબાઝ ખાન સાથેના લગ્ન જીવનને સમાપ્ત કર્યું હતું ત્યારે લોકો દ્વારા માનવામાં અવાયું હતું કે મલાઈકા અરોડાએ તે સમયે અર્જુન કપૂરને ડેટ કરી રહી હતી તેવી વાત સામે હતી. આ અભિનેત્રીના છુટાછેડા બાદ ૧ વર્ષ પછી અર્જુન કપૂરે પોતાના પ્રેમની જાણ કરી હતી. હાલતો આ બંનેએ દુનિયા સામે એક બીજાની સામે સ્વીકાર કરી લીધો હતો.

 

ઘણા બધા લોકોના મનમાં એક સવાલ ઉઠતો હશે કે મલાઈકા અરોડાએ અર્જુન કપૂરમાં એવું તો શું જોયું હશે કે જેનાથી તે પોતે એક બાળકની માતા હોવા છતાં તેની સાથે પ્રેમ કરી બેઠી. આ સવાલની જવાબ અભિનેત્રીએ ઘણા સમય બાદ આપતા કહ્યું કે ‘અર્જુન કપૂર મને સારી રીતે સમજે છે આથી હું તેને ખુબ પસંદ કરું છુ અને આ સકારાત્મક બાબતને લઈને અમારા સબંધની દોરી જોડાયેલી છે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *