ગરમા ગરમ શિરો પર ગરબા ગ્રુપે એવા ગરબા કર્યા કે તમે જોતા રહી જશો,જુઓ વિડીયો…

Spread the love

ગુજરાતીઓ ( Gujarati) ખરેખર ગજબ છે ગુજરાતીઓ જે કરે છે તેવું આ જગતમાં કોઈ ક્યારેય નથી કરી શકતો આપણે જાણીએ છીએ કે હાલમાં જ સોશિયલ મીડિયામાં (Social media) ગરમાગરમ શીરો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. હવે ગુજરાતીઓએ ગરમાગરમ શીરાને ગરબા (Garma garam dito) સાથે ફિટ કરી દીધું. તમે કહેશો કે આ શું ખરેખર હકીકત છે તો હા આમ પણ કહેવાય છે ને ગુજરાતીઓ જે કરે એને તોલે કોઈ ના આવી શકે અને આવું જ કર્યું છે રંગીલા રાજકોટ વાસીઓએ (Rangilaa Rajkot) હાલમાં રિલ્સ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે.

ગરમાગરમ શીરો એક કેટરર્સના હેડ દ્વારા બોલવામાં આવેલ વાત હતી. જે વાનગી પીરસનાર લોકોને શીખ આપી રહ્યા હતો કે તે કઈ રીતે લોકોને વાનગી પીરસવી જોઈએ? કેટરર્સના હેડ પોતાના સ્ટાફને શીખડાવે છે કે ગરમાગરમ શીરો મકાઈનો શીરો (Makai no siro) ગરમાગરમ શીરો મકાઈનો શીરો એવું બોલીને લોકોને શિરો પીરસવો જોઈએ. લોકોએ આ બોલને ગીતમાં ફેરવી નાખ્યું અને હવે આ ગીતને લોકે ગરબાના સ્ટેપમાં ફેરવી નાખ્યાં છે.

આ ગરમાગરમ શીરો હવે ગરબાના રૂપમાં પણ આવી ગયો છે અને આ વર્ષે નવરાત્રિમાં જો ગરમા ગરમ શીરો ગરબા ગ્રાઉન્ડમાં વાગે તો એ નવાઈની વાત નથી કારણ કે માર્કેટમાં હવે ગરમાગરમ ના સ્ટેપ પણ આવી ગયા છે! આ ગરબાના સ્ટેપ રાજકોટના દેવ ગરબા કલાસીસ દ્વારા કોરિયોગ્રાફર ( coreyographer) કરવામાં આવ્યાં છે. ખરેખર આ સ્ટેપ ખૂબ જ જોરદાર છે અને આ સ્ટેપ જોઈને તમે પણ ગરબા રમવા માટે થનગની ઉઠી જશો.

આ ગરબાના સ્ટેપ ખરેખર ગરમા ગરમ શીરાની જેમ ધૂમ મચાવી દેશે. આમ પણ ગુજરાતીઓ (Gujarati) જે પણ કરે છે તે અફલાતુન જ કરે છે અને આ રિલ્સ પણ લાખો લોકો દ્વારા જોવામાં આવી છે અને એકબીજાને શેર પણ કરી છે. આ રિલ્સ તો હાલમાં સોશિયલ મીડીયામાં ધુમ મચાવી રહી છે, ત્યારે આ રિલ્સ તમે પણ જરૂરથી જોજો અને આ ગરમા ગરમ શીરાના આ સ્ટેપ તમે પણ શીખી લેજો.

 

View this post on Instagram

 

A post shared by Dev Garba Classes (@devgarbaclasses)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *