અભિનેતા “રણવીર કપૂરે ” આલિયા ભટ્ટ અને કરિશ્મા કપૂર સાથે અલગ જ અંદાજ માં મસ્તી કરતા જોવા મળ્યા , જુઓ તસ્વીરો….

Spread the love

બોલિવૂડનું મોસ્ટ ફેવરિટ કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ આ દિવસોમાં ન્યૂયોર્કમાં વેકેશન માણી રહ્યાં છે. અભિનેત્રી કરિશ્મા કપૂર આલિયા અને રણબીર સાથે જોડાવા ન્યૂયોર્ક પહોંચી હતી.જેની એક ઝલક કરિશ્માએ તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.રણબીર કપૂર અને આલિયા ભટ્ટ હાલમાં તેમના કામમાંથી બ્રેક લઈ રહ્યા છે અને સુંદર શહેર ન્યુયોર્કમાં સાત સમુદ્ર પાર રજાઓ માણી રહ્યા છે. જ્યાં તેની બહેન કરિશ્મા કપૂર પણ તેની સાથે જોવા મળી રહી છે.

IMG 20230905 WA0032

ત્રણેય રાત્રે ન્યૂયોર્કના રસ્તાઓ પર મસ્તી કરતા જોવા મળી રહ્યા છે.અભિનેત્રી કરિશ્માએ વેકેશનના કેટલાક ફોટો શેર કર્યા છે, જેમાં એક ફોટોમાં આલિયા-રણબીર પણ જોવા મળી રહ્યા છે. ફોટામાં રણબીર તેની બહેનને કિસ કરતો જોવા મળી રહ્યો છે. તો આલિયાના ચહેરા પર એક મોટું સ્મિત દેખાય રહ્યું છે. બીજા ફોટોમાં અભિનેત્રીએ એક ક્લબનો ફોટો શેર કર્યો છે, જેના પર નાઈટ આઉટ લખેલું છે.આ કપલનો વધુ એક ફોટો વાયરલ થઈ રહ્યો છે.

IMG 20230905 WA0035

જેમાં તેઓ ન્યૂયોર્કના રસ્તાઓ પર ફેન્સ સાથે પોઝ આપતા જોવા મળી રહ્યા છે. બીજા ફોટોમાં રણબીર પરિવાર અને મિત્રો સાથે ડિનર કરતો જોવા મળ્યો હતો. તમને જણાવી દઈએ કે રણબીર ન્યૂયોર્કમાં નવા લુક સાથે જોવા મળી રહ્યો છે. આ દરમિયાન તે નવી હેરસ્ટાઈલ સાથે જોવા મળ્યો હતો.રણબીર કપૂરના કામની વાત કરવામાં આવે તો તે ટૂંક સમયમાં સંદીપ વાંગા રેડ્ડીની એક્શન થ્રિલર ફિલ્મ ‘એનિમલ’માં જોવા મળશે.

IMG 20230905 WA0031

આ ફિલ્મમાં તેનો અલગ અવતાર જોવા મળશે. આ ફિલ્મ ડિસેમ્બર 2023માં સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ સિવાય રણબીર બ્રહ્માસ્ત્ર 2 માં શિવની ભૂમિકા ભજવતો જોવા મળશે, જે અયાન મુખર્જી દ્વારા નિર્દેશિત ફ્રેન્ચાઇઝીની બીજી ફિલ્મ હશે. આલિયા ભટ્ટ પાસે હાલમાં ઘણી ફિલ્મો છે. તે ટૂંક સમયમાં તેની આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ કરવા જઈ રહી છે. તે છેલ્લે હોલીવુડ ફિલ્મ ધ હાર્ટ ઓફ સ્ટોનમાં જોવા મળી હતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *