હવે પોતાના સપનાનું આશિયાના બનાવાનું થયું સરળ, પંડિત દીનદયાળ આવાસ યોજના દ્વારા તમે થશો મકાનમાલિક…..જાણો યોજના વિશે

Spread the love

આજે દરેક લોકો નાનું તો નાનું પણ પોતાનું ઘર ગણાય એવું એક ઘર લેવાની આશા રાખતા હોય છે એમાં પણ જે લોકો મધ્યમવર્ગ ના છે અથવા ગરીબ છે તેઓ પણ પાકા મકાન માં રહેવું પસંદ કરતાં હોય છે પરંતુ તેમની પાસે નાણાનાં અભાવ ના કારણે તેઓ પોતાનું મકાન બનાવી શકતા નથી પરંતુ અત્યારે સરકાર દરેક લોકો મદદરૂપ થવા માટે તત્પર જોવા મળી રહી છે જેમની એક સેવા લોકોને મકાન બનાવા માટે નાણાં ની સહાય કરવાની સુવિધા પણ ઊભી કરીછે. જે

માં હાલમાં ગુજરાત સરકાર દ્વારા પંડિત  દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023 હેઠળ ગુજરાત રાજી ના ગરીબ પછાતવર્ગ ના લોકો, આદિવાસીના લોકો, મુક્ત અને વિચારતી જાતિઓ અને પછાત વર્ગના લોકો કે જેઓ આજે પણ જર્જરિત મકાન માં પોતાનું જીવન ગુજારવા મજબૂર છે તેઓ માટે હાલમાં ગુજરાત સરકાર કટિબંધ જોવા મળી રહી છે. જે શે દ્વારા ગરીબ પરિવાર ને નવું રેતી સિમેન્ટ વાળું પાકું મકાન બનાવા માટે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના માં નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે.

યોજના ની માહિતી 

a b
યોજના નું નામ પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના
યોજના પૂરી પાડનાર સંસ્થાનું નામ ઇ- સોસાયટી વેલ્ફેર ગુજરાત સરકાર
યોજનાનો ઉદ્દેશ આર્થિક રીતે પછાત અને ગરીબ લોકોને પોતાનું નવું મકાન મળી શકે
યોજના માં મળવાપાત્ર રકમ 1,20,000
સતાવાર વેબસાઇટ https://esamajkalyan.gujarat.gov.in/

યોજનાનો લાભ કોને કોને મળશે ???

1. યોજનોનો લાભ લેવા માંગતા લાભાર્થી ગુજરાતનાં રહેવાસી હોવા જોઈએ.
2. લાભાર્થી ગુજરાત રાજ્ય ના સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ , આર્થિક રીતે પછાત વર્ગ અથવા ગરીબ પરિવાર કે મુક્ત જાતિના હોવા જોઈએ.
3. આ યોજનાનો લાભ મેળવનાર લાભાર્થી પાસે પોતાનું કાચું મકાન હોવું જોઈએ.
4. યોજનાનો લાભ મેળવનાર ની પાસે અન્ય કોઈ પ્લોટ કે મકાન ના હોવા જોઈએ. જો તૈયાર મકાન કે પ્લોટ હશે તો તેમણે આ લાભ મળવાપાત્ર થશે નહીં.
5. આ યોજનાના લાભાર્થી ગામડાનો હોય તો તેના કુટુંબ ની વાર્ષિક આવક 1, 20,000 કરતાં વધારે ના હોવી જોઈએ.
6. જો લાભાર્થી શહેરી વિસ્તાર નો હોય તો તેની આવક 1,50,000 કરતાં વધારે ના હોવી જોઈએ.
7. આ યોજનાનો લાભાર્થી કોઈ સરકારી અધિકારી ના હોવો જોઈએ.
8. આ યોજનાનો બીપીએલ કાર્ડ ધારકો પણ લાભ મેળવી શકે છે.

યોજનામાં મળવાપાત્ર સહાય ની રકમ

સામાજિક ન્યાય અને આધિકારિકતા વિભાગ હેઠળ નિયામક વિચારતી વિમુક્ત વિભાગ કાર્યરત છે જે વિભાગ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના નો લાભ આપવામાં આવે છે જેમાં આ યોજનાનો લાભ મેળવનાર લાભાર્થી ને પ્રથમ માળ ઉપર બાંધકામ કરવા માટે કુલ 120,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે.

બી
મળવાપાત્ર હપ્તાની સંખ્યા રકમ
પ્રથમ હપ્તો 40,000 /-
બીજી હપ્તો 60,000/-
ત્રીજો hapto 20,000/-

આ યોજનાનુ ઓનલાઈન ફોર્મ ભરવા માટે 

1. ઓનલાઈન ફોર્મ માં સૌથી પહેલા તમારી વ્યક્તિગત માહિતી ભરવાની રહેશે.
2. ત્યાર બાદ તેમાં ઘર ની માહિતી ભરવાની રહેશે એટ્લે કે ઘર વિહોણા કે રહેવાલાયક ઘર નથી તે માહિતી ભરો.
3. આ માહિતી પૂરી થયા બાદ માંગ્યા મુજબ ના ડૉક્યુમેન્ટ અપલોડ કરો.
4. આ તમામ ડૉક્યુમેન્ટ ની માહિતી એકવાર ધ્યાન પૂર્વક ચકાસી લેવી અને ત્યાર બાદ સેવ પર કલીક કરો.
5. જેના બાદ ફાઇનલ કન્ફર્મેશન આપ્યા પછી પ્રિન્ટ કાઢવાની રહેશે. અને છેલ્લે પ્રિન્ટ એપ્લીકેશન ની સાથે તમારા  ડૉક્યુમેન્ટ જોડીને જિલ્લા કચેરી ખાતે આ અરજી જમા કરાવાની રહેશે.

આવાસ યોજના માટેના જરૂરી દસ્તાવેજો ની યાદી

  • રહેઠાણ નો પુરાવો (  લાઇટબિલ , ડ્રાઇવિંગ લાઇસન્સ, ચૂંટણીકાર્ડ આમાથી કોઈ એક )
  • આવક પેર્ટન
  • જાતિનો દાખલો
  • તલાટીમાંત્રિ દ્વારા આપવામાં આવેલ પ્રમાણ પત્ર
  • બેન્ક પાસબુક
  • અરજદાર નો પાસપોર્ટ ફોટો
  • મકાન બાંધકામનો રજા પત્ર
  • BPL કાર્ડ
  • પતિના મૃત્યુ નો દાખલો  ( જો વિધવા હોય તો )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *