હવે એસટી બસ માં મુસાફરી કરવી સરળ બની, ઘરે બેઠા જ બસના પાસ મેળવો…..જાણો કઈ રીતે

Spread the love

દરેક લોકોને પોતાના વાહન માં મુસાફરી કરવી વધારે ગમતી હોય છે. એમાં પણ જો લાંબી મુસાફરી હોય તો તો લોકોને વધારે પ્રાઈવેટ અથવા અરકારી બસ કે ટ્રેનમાં જ મજા આવતી હોય છે. કેમકે તે પરિવહન દ્વારા આપણે ઓછા ખર્ચે અને સરળતાથી કોઈ પણ જગ્યાએ ટ્રાવેલિંગ ની મજા માણી માની શકીએ છીએ, આમ તો ગુજરાત એસ ટી પરિવહન બહુ જ મોટું નેટવર્ક ધરાવે છે જ્યાં લોકો આરામ થી મુસાફરી કરી શકે છે.

બસ ને સારામાં સારી સુવિધા પ્રદાન કરતું પરિવહન ગણવામાં આવે છે. કેમકે મોટા ભાગના સ્ટુડન્ટ મુસાફરી કરતાં હોય છે અને પોતાના લક્ષ્ય સુધી પહોચતા હોય છે. આથી મોટા ભાગના સ્ટુડન્ટ અને રોજની મુસાફરી કરતાં લોકો ને ગુજરાત એસ ટી એ પાસ ની સુવિધા પૂરી પડી છે. જી હા GSRTC એ પોતાના કાયમી મુસાફરો અને વિધ્યાર્થીઓ માટે ફ્રી મુસાફરી પાસ ની સુવિધા પૂરી પાડી છે. આ સુવિધાનો લાભ હવે તમે ઓનલાઈન પણ મેળવી શકો છો. જેમાં pass. gsrtc.in ની વેબસાઇટ માં આ અંગેનું ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે.

1 2
યોજનાનું સંપૂર્ણ નામ GSRTCમાં મુસાફરી કરવા માટે ઓનલાઈન પાસ સુવિધા
લાભ મેળવનાર વિધ્યાર્થીઓ અને કાયમી મુસાફરો
સેવા શરૂ કરનાર વિભાગ નું નામ ગુજરાત એસ. ટી. GSRTC
મળનાર સુવિધા કન્સેસન પાસ ઓનલાઈન
સતાવાર vebsait https://pass.gsrtc.in/

વિધ્યાર્થીઓએ એ પાસ મેળવવા માટેની રીત

1. વિધ્યાર્થી ઑ ને GSRTC ના પાસ મેળવવા માટે સૌથી પહેલા તેની સતાવાર વેબસાઇટ pass. gsrtc. in ઓપન કરો.
2. ત્યાર પછી આ વેબસાઇટ પર આવેલ સૌથી પહેલું ઓપ્શન student pass system પર કિલક કરો.
3. જેમાં તમને 3 ઓપ્શન જોવા મળશે ( 1) student to 12 (2) ITI (3) other
4. તેમાં તમને લાગુ પડતું ઓપ્શન પસંદ કરો.
5. ત્યાર પછી તમારી સામે પાસ નું ફોર્મ ખુલશે.
6. જેમાં માંગવામાં આવેલ વિગત ભરી નાખો અને ફોર્મ સબમિટ કરો.
7. અને તમારી મુસાફરી પાસ ની પ્રિન્ટ કાઢી લો.

GSRTC પાસ ના ફાયદા

આ પાસ દ્વારા રાજ્યના શાળા/ કોલેજમાં અભ્યાસ કરતાં વિધ્યાર્થી ને ફ્રી મુસાફરી લરવાની સુવિધા આપે છે. અને સાથે જ આ પાસ એસ ટી ના કાયમી મુસાફરો ને પણ મદદરૂપ કરતાં બને છે જેઓ બહુ જ ઓછા ભાવે આખો મહિનો મુસાફરી કરવાની સવલત સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે. આ સુવિધા આવતા નિયમિત મુસાફરી કરતાં લોકોને હવે પાસ કઢાવવા માટે વારંવાર એસટી ડેપો એ જવું નહીં પડે.આ પાસ માટે તમાએ માત્ર pass. gsrtc. in વેબસાઇટ પર ઓનલાઈન પ્રિન્ટ લેવાની રહેશે.

પાસ નું એપ્લીકેશન ફોર્મ ની પક્રિયા કરવાની રીત

1. સૌથી પહેલા સતાવાર વેબસાઇટ પર જઈને pass. gsrtc. in માં જઈને તેમાં તમારું નવું રજીસ્ટ્રેશન કરો.
2. ત્યાર પછી તેમાં માંગવામાં આવેલ માહિતી લખો.
3. તમારે દર મહિને નવી માહિતી નાખવાની જરૂરી નથી તમારા આઈ ડી નંબર પરથી જ પાસ ફરી રિન્યૂ થઈ શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *