હવે કોઇ સરકારી ઓફિસે જવાની જરૂર નથી માત્ર ફોનમાં જ મેળવો જન્મ અને મૃત્યું ના પ્રમાણપત્ર….જાણો વિગતે

Spread the love

જ્યારથી ઇન્ટરનેટ નો જમાનો આવ્યો છે ત્યારથી જ આપના ઘણા કામ સરળ થઈ ગ્યાં છે અને સરળતાની સાથે જ કામગીરી આધુનિક ટેક્નિક સાથે અને સમય નો બગાડ કર્યા વગર થઈ શકે છે. પહેલાના સમયમાં જો કોઈ સરકારી કામ હોય તો તે કરવામાં 2-3 દિવસ નો સમય લાગી જતો હતો અને પૈસા ની સાથે સાથે સમય નો પણ બગાડ થતો હતો પરંતુ જ્યારથી ઇન્ટરનેટ નો જમાનો આવ્યો છે ત્યારથી તો આવી સરકારી સેવાઓ નો ઉપયોગ કરવો સરળ થઈ ગયો છે.

અને કોઈ પણ સરકારી ઓફિસો ના આટાફેરા કર્યા વિના તરત જ સેવાઓનો લાભ લઈ શકાય છે. જો તમે ઇન્ટરનેટ નો ઉપયોગ કરતાં જાણો છો તો તમે સરકારી સેવાનો લાભ સરળતાથી મેળવી શકો છો. જો તમે કોઈ પ્રમાણપત્ર મેળવવા માંગો છો તો તમે ઓનલાઈન તેને મેળવી શકો છો અને તે ગુજરાતમાં દરેક જગ્યાએ માન્ય પણ ગણાય છે. હવે ઓનલાઈન મરણ અને જન્મ ના પ્રમાણપત્ર પણ ડાઉનલોડ કરી શકો છો. જે માટે ગુજરાત સરકારે વેબસાઇટ જાહેર કરી છે.

સરકાર દ્વારા જન્મ પ્રમાણપત્ર મેળવવા માટે eolakh.gujarat.gov.in વેબસાઈટ જાહેર કરી છે.કોઈ પણ ગુજરાતનો નાગરિક આ પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. eolakh.gujarat.gov.in વિભાગ દ્વારા જન્મ અને મૃત્યુ ની નોંધણી કરી રહ્યું છે. દરેક લોકો જાણે જ છે કે મૃત્યુ ના પ્રમાણપત્ર એ રાજી સરકાર નું એવું ફરજિયાત પ્રમાણપત્ર છે જે પરિવારના સભ્યો દ્વારા મેળવાવવામાં આવતું હોય છે. આ પ્રમાણપત્ર માં મૃત્યુ ની તારીખ ,સ્થળ અને કારણ ની યાદી આપવામાં આવે છે જે મૃત્યુ ના પ્રમાણપત્ર માં લખાઈને આવે છે. જે દરેક જગ્યાએ માન્ય ગણાય છે.

જન્મ કે મૃત્યુ નુ પ્રમાણપત્ર eolakh.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરવાની પધ્ધતિ

1. જન્મનું પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલા તમારી પાસે એક અરજી નંબર કે મોબાઈલ નંબર હોવો જરૂરી છે.
2. આ અરજી નંબર અથવા મોબાઈલ નંબર પર એસએમએસ મોકલવામાં આવશે. જે SMS ઓનલાઇન પ્રમાણ પત્ર ડાઉનલોડ કરવા માટે મહત્વનો ગણાય છે.
3. આ દાખ્લ કરવામાં આવેલ મોબાઈલ નંબર કે અરજી નંબર ખોટો હસે તો તે માન્ય ગણાશે નહીં. આમ છતાં જો કોઈ તાંત્રિક કારણોસર જન્મ કે મૃત્યુ ના પ્રમાણપત્ર માં ડાઉનલોડ કરવામાં મુશ્કેલી આવે તો સબંધિત રજીસ્ટરી કચેરી, જિલ્લા રજીસ્ટરી શાખા કે મુખ્ય આરોગ્ય અધિકારી શ્રી નો સંપર્ક સાધવાનો હોય છે.જેમના સંપર્ક નંબરો હોમ પેજ પર આપવામાં આવેલ છે.
5. એએમ આ રીતથી તમે સરળતાથી જન્મ કે મૃત્યુ ના પ્રમાણપત્ર મેળવી શકો છો.

ઓનલાઈન જન્મ/મૃત્યુ નો દાખલો મેળવવા માટે

બં
વિભાગનું નામ મહેસૂલ વિભાગ
તંત્ર નું નામ રાજ્ય સરકાર
લાભાર્થી ગુજરાત નો નાગરિક
મળવાપાત્ર લાભ જન્મ / મરણ નું પ્રમાણપત્ર ઓનલાઈન મેળવવા માટે અથવા ડાઉનલોડ કરવા માટે
ક્યાં ક્યાં રાજ્યમાં માન્ય ગણાશે. ગુજરાત
સતાવાર  વેબસાઇટ https://eolakh.gujarat.gov.in/

જન્મનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરવાની રીત .

1. સૌથી પહેલા જન્મનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા માટે તેમની સતાવાર વેબસાઇટ https://eolakh.gujarat.gov.in પર જાઓ.
2. ત્યાર પછી ડાઉનલોડ સર્ટિફિકેટ ના બટન પર કલીક કરો.
3. જેમાં ઓપ્શન જન્મ આવે તે પસંદ કરો.
4. આ પસંદ કર્યા બાદ તેમાં એક બોક્સ માં અરજી નંબર અથવા મોબાઈલ નંબર લખો.
5. ત્યાર પછી બીજા બોક્સમાં વર્ષ લખો.
6. ત્યાર પછી સર્ચ બટન પર ક્લિક કરો. અને જન્મ પ્રમાણપત્ર ની PDF ફાઇલ ડાઉનલોડ કરી લો.

મરણ નો દાખલો ડાઉનલોડ કરવાની રીત

1.  સૌથી પહેલા મૃત્યુ નું પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા માટે તેમની સતાવાર વેબસાઇટ https://eolakh.gujarat.gov.in પર જાઓ.
2.  ત્યાર પછી ડાઉનલોડ સર્ટિફિકેટ ના બટન પર કલીક કરો.
3.  જેમાં ઓપ્શન આવે તેમાં મરણ નો ઓપ્શન પસંદ કરો.
4.  આ પસંદ કર્યા બાદ તેમાં એક બોક્સ માં અરજી નંબર અથવા મોબાઈલ નંબર લખો.
5.  ત્યાર પછી બીજા બોક્સમાં વર્ષ લખો.
6. ત્યાર પછી સર્ચ બટન પર ક્લિક કરો. અને મૃત્યુ નું પ્રમાણપત્ર ની PDF ફાઇલ ડાઉનલોડ કરી લો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *