BOB બેન્કખાતા ધારકો માટે ખુશ ખબર ! હવે કોઈ પણ સમયે ATM નો ઉપયોગ કર્યા વગર પૈસા મેળવો માત્ર આ રીતથી …. પરંતુ શરત છે માત્ર આટલી

Spread the love

આપણે દરેક લોકો જાણીએ જ છીએ કે કોઈ પણ સમયે પૈસાની જરૂર પડી શકે છે અને આથી ઘણા લોકો ઘરમાં પૈસાની બચત કરીને રાખતા હોય છે તો ઘણા લોકો બેન્ક માં પોતાની મૂડી રોકતા હોય છે અને જરૂરિયાત ના સમયે આ મૂડી નો ઉપયોગ કરતાં હોય છે અને પોતાની ખુશી કે દુખ ના સમયમાં તેનાથી મદદ મેળવતા હોય છે. ઘણીવાર લોકો સાથે એવા પણ કિસ્સાઓ બની જાય છે કે જેમાં મુસીબત ના સમયમાં જ તેમનું ATM કાર્ડ ખરાબ થઈ ગયું હોય છે

અથવા તો કોઈ એટીએમ મશીન માં સ્વીકારવામાં ના આવ્યું હોય. અને આવા સમયમાં એવું થાય છે કે હાથમાં લાડવો હોવા છતાં ખાઈ શકતો નથી મતલબ કે બેન્ક માં પૈસા હોવા છતાં તેને ઉપાડી શકતા નથી અને તેનો મુશ્કેલ સમયમાં ઉપયોગ થઈ શકતો નથી. પરંતુ હવે સમયમાં બદલાવ થતો જાય છે એમ ટેકનૉલોજિ પણ અવનવું અપનાવતી જાય છે. ત્યારે બેન્ક ઓફ બરોડા પણ એક આવી જ અનોખી સ્કીમ લઈને આવી છે

જેમાં કોઈ પણ bob ખાતા ધારક એટીએમ નો ઉપયોગ કર્યા વગર જ UPI દ્વારા ATM મશીન માથી પૈસા ઉપાડી શકે છે. ઇન્ટરઓપરેબલ કાર્ડલેસ કેશ વિડ્રોઅલ ( iccw ) ની સેવા દ્વારા ખાતા ધારક પોતાના એટીએમ કાર્ડ નો ઉપયોગ કર્યા વગર જ એટીએમ મશીન માથી પૈસા ઉપડવાની મંજૂરી આપે છે. તમને જાણકારી માટે જણાવી દઈએ કે BOB દ્વારા આ પધ્ધતિ હજુ હાલમાં જ શરૂ હોવાના કારણે BOB એ પ્રતિ દિવસ માત્ર 5000 રૂપિયાની મર્યાદા નક્કી કરી છે. આમ છતાં બેન્ક ખાતા ધારકો રૂપિયા 5000 નિમર્યાદા ની સાથે દિવસમાં બે વાર ICCW સુવિધાનો ઉપયોગ કરી શકે છે.

આ સુવિધાનો લાભ લેવા માટે કરવાની કામગીરી

જો BOB ના ખાતાધારકો ને આ સેવાનો લાભ લેવો હોય તો તેમણે પોતાની BOB શાખા દ્વારા ICCW સક્રિય કરાવવું પડસે. RBI દ્વારા તમામ બેન્કોને ATM માથી ICCW હેઠળ રોકડ ઉપાડવાની સુવિધા આપવામાં આવી છે જેમાં બેન્ક ઓફ બરોડા એ હાલમાં આ પગલું ભર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *