મીરા રાજપૂત પતિ શાહિદ કપૂર સાથે ગ્રીસ વેકેશન કરતી જોવા મળી જ્યાં બંને કપલ આવા રોમેન્ટિક અંદાજમાં નજર આવ્યા….જુવો તસવીરો

Spread the love

શાહિદ કપૂર અને મીરા રાજપૂત ટીનસેલ ટાઉન ના સૌથી પસંદીદા કપલ માના એક છે. જે સમય મળતા જ પરિવાર ની સાથે વેકેશન કરવા માટે ઇન્ટરનેશનલ ટ્રીપ પર નીકળી પડે છે. પોતાના કામથી બ્રેક લઇને હાલમાં શાહિદ કપૂર પોતાની પત્ની મિરા રાજપૂત અને બાળકો મિષા તથા જૈન ની સાથે વેકેશન ની મજા માણી રહ્યા છે. હાલમાં જ મીરા એ પોતાની ટ્રીપ પરની થોડી તસ્વીરો શેર કરી છે જેમાં તે એક તસવીરમાં પોતાના પતિ શાહિદ કપૂર ની સાથે રોમાંટીક થતી નજર આવી રહી છે.

28 જૂન 2023 ના રોજ મિરા રાજપૂત એ પોતાના ઇન્સટ્રગરમ સ્ટોરી થી વેકેશન ની તસ્વીરો શેર કરી છે જેમાં તે પહેલી તસવીર માં એક શાનદાર જગ્યા પરનો ખૂબસૂરત નજારો જોવા મળી રહ્યો છે. જેના પર મીરા એ લખ્યું કે દુનિયા માં પસંદગી ની જગ્યા. ત્યાં જ બીજી તસવીરમાં તેમની કોલડ્રિંક નજર આવી રહી છે. જોકે તેમની છેલ્લી તસવીરએ દરેક લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે જમા મિરા રાજપૂત અને શાહિદ કપૂર રોમેન્ટીક અંદાજમાં સેલફી ક્લિક કરતાં નજર આવી રહ્યા છે.

bollywoodshaadis. com

આ દરમિયાન શાહિદ કપૂર ગ્રીન ટી શર્ટ અને વ્હાઇટ શોર્ટ્સ માં નજર આવી રહ્યા છે તો ત્યાં જ મિરા રાજપૂત ઓલ વ્હાઇટ આઉટફિટ માં સિમ્પલ નજર આવી રહી છે. આ તસવીરમાં પાછળ બેકગ્રાઉંડ પણ જોઈ શકાય છે. આની સાથે જ મીરા એ પોતાની એક ગ્લેમરસ તસવીર પણ શેર કરી છે. જેમાં તેઓ પિન્ક કલર ના બેકલેસ બોડીશુટ , કન્ફર્ટેબલ વ્હાઇટ પેન્ટ અને મેચિંગ ફૂટ વિય્યર માં દેખાઈ રહી છે. પોતાના વાળને ખુલ્લા રાખતા તેમણે હૂપ એરિંગ્સ, સંગલસેસ અને ટોપી ની સાથે પોતાના લૂકને પૂરો કર્યો છે.

મિરાએ પોતાની આ પોસ્ટ છે શેર કરતાં કેફૅશન માં લખ્યું કે ‘ ગ્રીસ થી પોસ્ટકાર્ડ ‘ . તમને જણાવી દઈએ કે 26 જૂન 2023 એ શાહિદ કપૂર અને તેમની પત્ની મિરા રાજપૂત ને વેકેશન માટે રવાના જતાં મુંબઈ એરપોર્ટ પર જોવામાં આવ્યા હતા. આ કપલ પોતાના બાળકો મિષા અને જૈન ની સાથે કો – ઓર્ડ સેટ માં ત્વિનિંગ કરતાં નજર આવ્યા હતા. ઇન્ટરનેટ પર સામે આવી રહેલ તસવીરોમાં કપલ એરપોર્ટ ની બહાર પાપરાજી ને ખુશી ખુશી ફોજ આપી રહ્યા હતા. આ દરમિયાન મિરા રાજપૂત 71000 રૂપિયા ના કો ઓર્ડ સેટ માં નજર આવી હતી

bollywoodshaadis. com
bollywoodshaadis. com

તો આ સાથે જ 2.57 લાખ નું બેગ દરેક લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યું હતું. શાહિદ કપૂર ને હાલમાં જ વેબ સિરીજ ‘ ફરજી ‘ માં જોવામાં આવ્યા હતા. જેના બાદ તેઓ ‘ બ્લડી ડેડી ‘ માં નજર આવ્યા હતા. હવે તેમણે એક પ્રોજેકટ માટે ક્રુતિ સેનાન સાથે હાથ મેળવાયા છે. તેમની આ ફિલ્મ ને અમિત જોશી અને આરાધના શાહ દ્વારા લખેલ અને નિર્દેશિત કરવામાં આવી છે. આ ફિલ્મ આ વર્ષ ઓક્ટોમ્બર માં ફિલ્મી પડદા પર આવા માટે તૈયાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *