નવુ લાવ્યા હો ગુજરાતીઓ તો ! લગ્ન માં જુવાનિયાઓએ એવા ખતરનાક ફટાણા ગાયા કે જાનૈયા ઓ તો હસી હસી ને લોટપોટ થઇ ગયા…..જુવો વીડિયો
આમ તો સોશિયલ મીડિયા પર અવનવા વિડીયો જોવા મળી જતા હોય છે જેમાં ઘણા વિડીયો એવા રમુજી હોય છે કે જે દરેક લોકોને હસવા માટે મજબુર કરી દેતા હોય છે. તો ઘણા એવા વિડીયો પણ જોવા મળી જતા હોય છે જે જોઈને લોકો નવાઈ અનુભવતા હોય છે. આમ તો જ્યારથી સોશિયલ મીડિયાનો જમાનો આવ્યો છે ત્યારથી જ અલગ અલગ પ્રકાર ના ઘણા વિડીયો જોવા મળી જતા હોય છે જેમાં લગ્ન ને લગતા તો એટલા બધા વિડીયો જોવા મળી જાય છે.
કે તે જોઈને આખો દિવસ જ બની જતો હોય છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર એક એવો જ રમુજી વિડીયો વાઇરલ થઇ રહ્યો છે જે એક લગ્ન પ્રસંગ નો છે. જે જોઈને તમે પણ કહેશો કે ખરેખર લોકો લગ્ન ને યાદગાર કરવા માટે અવનવું કંઈક ને કંઈક લઈને આવતા હોવાના કારણે આવા પ્રસઁગો માં રોનક જામી જતી હોય છે. આમ તો દરેક ગુજરાતી લોકો લગ્ન ને એક ઉત્સવ ની જેમ જ ઉજવતા હોય છે
જેમાં સાદગી ની સાથે સાથે નાચ ગાન, મજાક મસ્તી થી લગ્ન માં એક અનેરો માહોલ જ ઉભો થઇ જતો હોય છે. પરનું ગુજરાતીઓમાં તો આવી મજાક મસ્તી સાથે મિત્રો અને સબંધીઓ પણ જરૂરી હોય છે જેમની હાજરી જ પ્રસંગ ની શોભા માં વધારો કરતી હોય છે. ત્યારે હાલમાં એક આવો જ લગ્નમાં રોનક વધારતો અને તેને યાદગાર બનાવતો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.
જે વિડીયો માં તમે જોઈ શકો છો કે લગ્ન પ્રસંગ છે ત્યાં લગ્ન ની વિધિ ચાલી રહી છે અને વરરાજાને તેની સાસુમા પોંખી રહ્યા છે આ દરમિયાન જ કન્યાપક્ષ ની બાયુંઓ પાછળથી બોલે છે કે. ‘ એલી વેવાણ તારો છોકરો હાથમાંથી જાય છે, લગ્ન પછી ડોરા બતાવે તો કેતા નય, લગ્ન પછી કપડાં સૂકવવા પડે તો કેતા નય, લગ્ન પછી વાહો ખખડે તો કેતા નય, એલી વેવાણ તારો છોકરો હાથમાંથી જાય છે.”
હાલમાં તો આ રમુજી વિડીયો લોકોને અભુ જ પસંદ આવી રહ્યો છે અને સાથે જ આ ગીતમાં બાયું જે શબ્દો વાપરી રહી છે તે લોકોને મનોરંજન આપી રહ્યા છે અને લોકોને હસવા પર મજબુર કરી રહયા છે. આ વીડિયોને ઇન્સટ્રાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે અને અત્યાર સુધીમાં લાખો લોકોને આ વિડીયો બહુ જ પસંદ આવ્યો છે.
View this post on Instagram