આ તારીખે થઈ શકે છે કેટરીના અને વિકી કૌશલ ના લગ્ન જેમાં તમામ વિધિ માં થશે આટલો ખર્ચ…

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આપણું બોલીવુડ લોકો માં ઘણું લોકપ્રિય છે જેની લોકપ્રિયતા દેશ અને વિદેશ માં પણ ફેલાયેલ છે. લોકો બોલીવુડ ની ફિલ્મો ઉપરાંત બોલીવુડ ના કલાકારો ને પણ ઘણા પસંદ કરે છે. જેના કારણે પોતાના ચહિતા કલાકારો ના જીવન અંગે જાણવા માંગતા હોઈ છે.

 

લોકોની એવી ઇચ્છા રહેલી હોઈ છે કે પોતે જે કલાકારો ને પસંદ કરે છે તે હંમેશા શું કરે છે તેની જાણકારી તેમને રાખવી ગમે છે. તેમાં પણ જો વાત આવા કલાકારો ના લગ્નને લાગતી હોઈ તો લોકોને તેમાં ઘણો રસ હોઈ છે. તેઓ ક્યાં ? ક્યારે ? કેવી રીતે ? અને કેટલા લોકો વચ્ચે લગ્ન કરવાના છે. આ તમામ બાબતો અંગે તેમને જાણવું ગમે છે.

 

આપણે સૌ જાણીએ છે કે હાલ સમગ્ર બોલીવુડ માં કેટરીના અને વિકી ના લગ્નન અંગે ની ચર્ચા જોવા અને સાંભળવામાં મળી રહી છે. મળતી માહિતી અનુસાર આ બંને કલાકારો ના લગ્ન ડિસેમ્બરના બીજા અઠવાડિયામાં થવાના છે જોકે આ બાબત અંગે બંને કલાકારોએ કોઈ આધિકારિક જાહેરાત કરું નથી અને કોઈ વિધિ વિશે ખુલીને વાત નથી કરી.

 

જો કે સૂત્રોના જણાવ્યા અનુસાર હાલ કેટરીના કૈફની મહેંદીની વિધિ અંગે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, અને આ મહેંદી ની વિધિ માટે ખાસ જોધપુર પાલી જિલ્લામાંથી સોજાત મહેંદી મંગાવવામાં આવી રહી છે. તમને જાણવી દઈએ કે સોજાત મહેંદી એ કેવા પ્રકારની મહેંદી છે જેને દુનિયાની સૌથી ખાસ મહેંદી ગણાય છે. હાલ આ જ આ મહેંદી કેટરીના કૈફને ભેટ તરીકે મોકલવામાં આવી રહી છે.

 

આપણે સૌ જાણીએ છિએ કે હિન્દુ ધર્મના રિવાજોમાં મહેંદી ને ઘણું વિશેષ મહત્વ આપવામાં આવે છે. જેના કારણે હાલ કેટરિના કૈફ અને વિકી કૌશલ માટે મહેંદી ની વિધિ અંગેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ માટે તેમના મહેંદી નું સેમ્પલ પણ મોકલવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે મળતી માહિતી અનુસાર આ મહેંદી કુદરતી રીતે તૈયાર કરવામાં આવશે અને તેમાં કોઈપણ પ્રકારના કેમિકલનો ઉપયોગ કરવામાં આવશે નહીં. આ ઉપરાંત આ મહેંદી હાથથી તૈયાર કરવામાં આવશે છે. જે કે મળતી માહિતી પ્રમાણે આ મહેંદી ની વિધિ માં મહેંદીનો ખર્ચ રૂપિયા 50 હજાર થી 1 લાખ સુધી આવશે. જોકે બિઝનેસમેન તેમની પાસેથી મહેંદી માટે એક પણ રૂપિયો લેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *