India’s Got Talent ના મંચ બાદશાહ પર ગુસ્સે થઈ કિરણ ખેર અને શિલ્પા શેટ્ટી, જાણો ગુસ્સે થવાનું કારણ

Spread the love

બોલીવુડની જાણી માણી અભિનેત્રી અને મશહુર કલાકાર અનુપમ ખેર ની પત્ની કિરણ ખેરએ ફરી વખત ‘ India’s Got Talent’ ની જજ તરીકે નજરે આવે છે. તમને જણાવી દઈએ કે તે છેલ્લા ઘણા સમયથી એક ગંભીર બીમારી સામે લડી રહી હતી અને તેનો ઉપચાર ચાલી રહ્યો હતો પછી થોડા સમય પછી જ તેણે ફરી એક વખત તે આ શોના જજ તરીકે પરત ફરી હતી અને આ દિવસોમાં તે એક વિડીયોને લઈને ખુબ ચર્ચામાં રહી છે.

આ વિડીયોમાં જોઈ શકાય છે કે કિરણ ખેરએ બાદશાહને ખીજાતી નજરે પડે છે, તેનો આ વિડીયો ખુબ વાયરલ થય રહ્યો છે. તમને જણાવી દઈએ કે બાદશાહનું હાલમાં જ એક વિડીયો સોંગ ‘જુગનું’ રીલીઝ થયું છે, જેનું પ્રમોશન બાદશાહએ ખુબ જોરો શોરો થી કરી રહ્યો છે. આ ગીતના પ્રમોશન માટે જ તે બાદશાહએ આ શોના મંચ પર આવ્યો હતો ત્યારે તેને કિરણ ખેરની દાટનો સામનો કરવો પડ્યો હતો, ચાલો તમને આ પૂરી બાબત વિશે જણાવી દઈએ.

તમને જણાવી દઈએ કે બાદશાહના લીધે આ શોના તમામ જજને લગભગ ૧૫ મિનીટ જેટલી રાહ જોવી પડી હતી આ વાતની જાણકારી શિલ્પા શેટ્ટીએ પોતાના instagram પ્રોફાઇલ પર શેયર કરી હતી. તે જણાવે છે કે બાદશાહના કારણે લગભગ ૧૫ મિનીટ સુધી આ શોના જજને રાહ જોવી પડી હતી. આ વાતને લીધે જ તે કિરણ ખેરએ બાદશાહને ખીજાણી હતી, આ વિડીયોએ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે અને આ ચાહકોને ખુબ પસંદ પણ પડી રહ્યો છે.

બાદશાહને આવવામાં મોડું થતા કિરણ ખેર તેનું કારણ જણાવતા કહે છે કે તેણે તૈયાર થવામાં એટલો બધો સમય લાગે છે એટલા માટે તે સમયસર પોહચી શકતો નથી. તે તેના વાળમાં એવું શું કરે છે જેથી તેને આટલું બધું મોડું થાય છે. આ વિડીયોને શિલ્પા શેટ્ટી રિએકશન આપતા જણાવે છે કે આજે તો બાદશાહએ માંડ માંડ બચ્યા, હવે આ વિડીયોએ ખુબ વાયરલ થય રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *