ટીના અંબાણી ના જગન્નાથ યાત્રા ઇવેન્ટ માં સાસુમા કોકિલાબેન અંબાણી દીકરી સાથે કઈક આવા લૂકમાં જોવા મળ્યા…..જુવો તસવીરો
દેશના સૌથી આમિર પરિવારમાંના એક અંબાણી પરિવાર હંમેશા કોઈ ના કોઈ કારણ થી ચર્ચામાં રહેતા હોય છે. તેઓ પોતાની સંસ્કૃતિ સાથેના જોડાવ ના કારણે અંબાણી પરિવાર સમય સમય પર કલચરલ અને ધાર્મિક અનુષ્ઠાનો માં ભાગ લેતા હોય છે. આ કર્મમાં જ 20 જૂન 2023 ના રોજ અનિલ અંબાણી અને ટીના અંબાણી એ પોતાના ઘરમાં ; જગન્નાથ યાત્રા ના અવસર પર એક કાર્યક્ર્મ રાખ્યો હતો. જેમાં ટીના અંબાણી ની સાસુ માં કોકિલાબેન અંબાણી પણ પોતાની મોટી દીકરી દિપ્તી સલગાંવકર સામીલ થઇ હતી
અને તેમની હવે ખુબસુરત તસવીરો સામે આવી રહી છે. 20 જૂન 2023 ના રોજ અનિલ અંબાણી અને ટીના અંબાણી એ પોતાના સી વિન્ડ માં આવેલ ઘર પાર ‘ જગન્નાથ યાત્રા ‘ નું વિશેષ આયોજન કર્યું હતું. જેમાં અંબાણી પરિવાર ના સભ્યો અને થોડા નજીકના મિત્રો શામિલ થયા હતા. હવે આ કાર્યક્રમ ની એક તસ્વીર સામે આવી છે જેમાં અંબાણી પરિવાર ની મુખિયા કોકીલાબેન અંબાણી પોતાની મોટી દીકરી દીપ્તિ સલગાંવકર ની સાથે નજર આવી રહી છે , જ્યાં દીપ્તિ એ ગોલ્ડર બોર્ડર વળી ઓરેન્જ કલર ની સાડી પહેરી છે ત્યાં જ કોકિલાબેન પિન્ક કલર ની સાડીમાં નજર આવી રહી છે.
દીપ્તિ એ પોતાના લુકને ખુલ્લા વાળ , ડાર્ક લિપ્સ, સટલ મેકઅપ અને એક ચોકર , એક હાર તથા મેચીંગ એરીંગ્સ ની સાથે પૂરો કર્યો છે. ત્યાંજ તેમની માતા કોકિલાબેન એ હંમેશા ની જેમ મિનિમલ લુકમાં અને ઓછામાં ઓછા જવેલરી ની સાથે બહુ જ સુંદર લાગી રહી છે. માં દીકરી એ મેચિંગ ‘ પટોળા’ સાડીમાં ટ્વીનીંગ કર્યું છે. મુકેશ અંબાણી ની માતા કોકિલાબેન અંબાણી ને પટોળા સાડી અને પિન્ક કલર બહુ જ પસંદ છે. જેની સાબિતી કોઈના કોઈ અવસર પર મળી જતી હોય છે.
જેમકે એકવાર તેમને પોતાના નાના દીકરા અનિલ અંબાણી અને ટીના અંબાણી ના મોટા દીકરા જય અનમોલ અંબાણી ની હલ્દી માં બહુ જ સુંદર પટોળું પહેર્યું હતું. જાણકારી માટે જણાવી દઈએ કે પિન્ક કલર ની તેમની આ સાડી ‘ પટોળા ડબલ ઇક્ત ‘ સાડી ડિઝાઈનર નવદીપ ટુંડીયા ના કલેક્શન માની હતી, જોકે તેમની આ ખુબસુરત સાડીની કિંમત પણ એવી જબરદસ્ત જોવા મળી હતી કે જેનાથી દરેક લોકોના હોશ ઉડી ગયા હતા. કોકિલાબેન ની આ સાડીની કિંમત 1 લાખ 50 હજાર રૂપિયા છે.