ફિલ્મ ડાયરેક્ટર ‘નીતિન દેસાઈ’ ની આત્મહત્યા ના કેસમાં આ 5 લોકો સામે તેની પત્ની એ FIR કરી, પત્ની નેહા દેસાઈએ 5 શખ્શો પર લગાવી શંકા…જાણો કોણ છે આ શખ્શ!!

Spread the love

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત આર્ટ ડિરેક્ટર નીતિન દેસાઈએ 2 ઓગસ્ટે પોતાના સ્ટુડિયોમાં આત્મહત્યા કરી લીધી હતી. નીતિન દેસાઈના આત્મહત્યાના સમાચાર આવ્યા પછી, બી-ટાઉન પર ગમગીની છવાઈ ગઈ અને લોકોને માનવું મુશ્કેલ લાગ્યું કે તે હવે તેમની વચ્ચે નથી. નીતિન દેસાઈના અંતિમ સંસ્કાર શુક્રવારે એટલે કે 4 ઓગસ્ટના રોજ કરવામાં આવ્યા છે. નીતિન દેસાઈના અંતિમ સંસ્કારની તસવીરોએ તેમના ચાહકોને ભાવુક કરી દીધા છે. હવે સમાચાર આવી રહ્યા છે કે નીતિન દેસાઈની આત્મહત્યાના સંબંધમાં 5 લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે નીતિન દેસાઈની પત્ની નેહાની ફરિયાદના આધારે ગુનો નોંધ્યો છે.

nitin desai39 2023081061753

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના દિવંગત આર્ટ ડિરેક્ટર નીતિન દેસાઈની પત્ની નેહા દેસાઈએ 5 લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે જણાવ્યું કે નેહા દેસાઈની ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે. નેહા દેસાઈએ પોલીસને જણાવ્યું છે કે નીતિન દેસાઈએ ECL ફાયનાન્સ કંપની અને એડલવાઈસ ગ્રૂપના અધિકારીઓના લોનની વસૂલાત માટેના દબાણને કારણે આત્મહત્યા કરી છે.

Nitin Desai cremated 3 e

સ્વર્ગસ્થ નીતિન દેસાઈની પત્નીની ફરિયાદને પગલે પોલીસે ECL ફાયનાન્સ કંપની અને એડલવાઈસ ગ્રુપના અધિકારીઓ સહિત પાંચ લોકો વિરુદ્ધ IPCની કલમ 306 અને કલમ 34 હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. નીતિન દેસાઈના અંતિમ સંસ્કાર એનડી સ્ટુડિયોમાં થયા હતા. નીતિન દેસાઈએ 2 ઓગસ્ટ એટલે કે બુધવારે સવારે આત્મહત્યા કરી હતી. નીતિન દેસાઈના આજે સંપૂર્ણ સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા અને આ દરમિયાન બોલિવૂડના ઘણા મોટા સ્ટાર્સ હાજર રહ્યા હતા.

IMG 20230805 WA0025

નીતિન દેસાઈના અંતિમ સંસ્કારની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. જણાવી દઈએ કે 58 વર્ષીય નીતિન દેસાઈની અંતિમ ઈચ્છા હતી કે તેમના અંતિમ સંસ્કાર તેમના એનડી સ્ટુડિયોમાં કરવામાં આવે. નીતિન દેસાઈના અંતિમ સંસ્કાર એનડી સ્ટુડિયોમાં જ કરવામાં આવ્યા હતા.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *