કિશમિશનું પાણી સ્વાસ્થ્ય માટે વરદાનથી ઓછું નથી, જાણો તેણે બનવાની અને પીવાની સાચી રીત !

Spread the love

હવે શિયાળાની ઋતુ શરુ થવા પર છે આથી હવે આપણે આપણા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું એ ખુબ જરૂરી છે. એવા માં ઘણા બધા લોકોને ખબર જ હશે કે કિશમિશનું પાણીએ શરીરની ઘણી બધી સમસ્યાઓ દુર કરે છે. ખાસકરીને લીવર સાથે જોડયેલ રોગોએ કિશમિશના પાણીથી ઘણી બધી બીમારીઓ દુર થાય છે. પણ એના માટે જરૂરી છે કે તમે પેહલા કિશમિશના પાણીને બનાવાની અને પીવાની સાચ્ચી રીત જાણી લેવી.

ડ્રાયફ્રૂટ તરીકે સૌથી વધુ ઉપયોગ થનાર વસ્તુમાંથી એક કિશમિશમાં ફક્ત સ્વાદમાં જ શાનદાર નથી હોતી પણ તેમ ઘણા બધા એવા પોષક તત્વો પણ છે જે આપણા શરીરમાં થનારી ઘણી બીમારીઓને અટકાવે છે, તો આવો જાણીએ કે કિશમિશના પાણીના ક્યાં ક્યાં ફાયદાઓ છે. કિશમિશનું પાણી પીવાથી શરીરના બધા ટોક્સીન બહાર નીકળી જઈ છે અને તેનું પાણીએ લીવરને ડીટોકસીફાઈ કરવા માટે ખુબ જ સારો વિકલ્પ છે.

જે લોકોને એસીડીટીની તકલીફ હોય છે તે લોકોને આ પાણી પીવાથી રાહત મળે છે. આ પેટમાં એસીડ કન્ટ્રોલ કરે છે. કિશમિશનું પાણીએ લોહીને પણ સ્વચ્છ રાખે છે અને તમારા શરીરને તંદુરસ્ત રાખે છે. આ પાણીએ ખરાબ કોલેસ્ટ્રોલ ને કાઢે છે અને મોટી સ્વાસ્થની મુશ્કેલીઓથી બચાવે છે.

કીશમીશ ભરપુર પ્રમાણમાં એંટીઓક્સીડેંટસ હોય છે અને આ શરીરને ફ્રી રેડીકલથી બચાવે છે, જે કેન્સરનું કારણ બની શકે છે. કિશમિશએ એન્ટીઓક્સીડેન્ટસ ઈમ્યુની સીસ્ટમને પણ ઉત્તમ કરે છે. જે લોકો વારંવાર બીમાર પડતા હોય છે તેવા લોકોએ આ પાણીનું સેવેન કરવું જોઈએ.

કિશમિશના પાણીનો સાચો લાભ મેળવા માટે તેનો સારી રીતે તૈયાર કરવો ખુબ આવશ્યક છે. સૌથી પેહલા બે પાણી ના કપ ઉકાળવા ને તેમાં ૧૫૦ ગ્રામ કિશમિશ પૂરી રાત પલાળવી. સવારે કિશમિશના પાણીને ગલી લેવું અને બાદમાં ફરી ધીમા તાપે ગરમ કરવું, પછી તેને ચાની જેમ જ ગરમ ગરમ પીય લેવું અને જરૂરિયાત હોય તો તેમાં લીંબુનું પાણી પણ ઉમેરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *