સરકાર લઈને આવી કન્યાઓ માટે કુંવરબાઇનું મામેરું યોજના, જેમાં લગ્ન કરતી કન્યાઓને મળશે આ ખાસ લાભ….જાણો

Spread the love

લગ્ન કરતી કન્યાઓ માટે સરકાર લઈને આવી છે એવી ખાસ યોજના કે જેનાથી હવે કન્યાઓએ પોતાના લગ્ન માં કોઈ પણ પ્રકારે મુંજાવાની જરૂર નથી. પહેલાના સમયમાં લોકો દીકરીઓ કરતાં દીકરાને એટલા માટે વધારે માનતા કે તે સમયમાં દીકરીઓને લગ્નમાં બહુ બધો કરિયાવર આપવાનો રિવાજ હતો અને આથી જ ઘણા ગરીબ અને મધ્યમ વર્ગીય માતા પિતા પોતાની દીકરી ના લગ્ન કરાવા માટે ઉધાર પૈસા લાવીને દીકરીની વિદાય કરતાં હતા.

પરંતુ હવે આજના સમય માં લગ્ન કરતી કન્યા માટે સરકાર ઘણી તોજનાઓ બહાર પાડતા હોય છે જેમની કુવરબાઈ નું મામેરું યોજના ની શરૂઆત 20 ઓક્ટોબર 1995 માં થઈ હતી જેનો મુખ્ય ઉદ્દેશ અનૂસુચિત જાતિ અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ ની કન્યાઓને તેના લગ્ન પ્રસંગ માં 10,000 ની સહાય આપવામાં એએ છે જેના હાલમાં થયેલ સુધારા અનુસાર 12000 ની સહાય આવી લગ્ન કરતી કન્યાઓને હુક્વ્વામાં આવે છે. આ યોજના કેન્દ્ર્સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે,

યોજનાનુ પૂરું નામ કુંવરબાઇ નું મામેરું યોજના
ઉદ્દેશ અનુસુચિત જાતીઅને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની કન્યાઓ ના લગ્ન માટે આર્થિક સહાય
મળતી સહાય ની રકમ 12000
યોગ્યતા કાનયાની ઉમર 18 વર્ષ અને યુવક ની ઉમર 21 વર્ષ હોવી જોઈએ.
સતાવાર વેબસાઇટ https://devbhumidwarka.gujarat.gov.in/page/kuvarbai-mameru-sahay

 

યોજના દ્વારા મળતી સહાય ની વિગત

1. આ યોજનાનો લાભ મેળવવા માટે ગ્રામ્ય વિસ્તાર માં વાર્ષિક આવક 1,20,000 અને શહેરી વિસ્તાર માં 1,50,000 ની હોવી જોઈએ,
2. આ યોજનાની શરૂઆતમાં માત્ર 5000 ની સહાય આપવામાં આવતી હતી પરંતુ હવે કેન્દ્ર સરકારે આ આર્થિક રાશિ ના દરમાં વધારો કરીને 12000 કરવામાં આવ્યો છે.
3. તા. 1/4/2021 પછી લગ્ન કરેલ હોય તો એવી કન્યા ને કુવરબાઈ નું મામેરું યોજના અંતર્ગત 12000 ની સહાય મળશે.
4. જો કોઈ કન્યા ના લગ્ન 1/4/2021 પહેલા કરેલ હોય તો જૂના ઠરાવ અનુસાર 10,000 ની સહાય મળવાપાત્ર રહેશે.
5. ગુજરાત રાજી નિગરીબ પરિવારની દીકરીઓને આર્થિક સહાય મળી રહે આ કારણે કુંવારબાઇ નું મામેરું યોજના ઘણા સમય થી ચાલી રહી છે. આ યોજના દ્વારા મળતી સહાય ની રકમ બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.

યોજના ના લાભ લોને કોને મળી શકે છે??

  • આ યોજનાનો લાભ માત્ર ને માત્ર પછાત વર્ગ ની કન્યાઓને મળશે.
  • ગુજરાત રાજ્ય ના વતની હોવા જોઈએ
  • જો પરિવારમાં ઓછામાં ઓછી ત્રણ દીકરીઓ હોય તો માત્ર એક દીકરી ને જ આ લાભ મળી શકે છે.
  • કુંવરબાઇ નું મામેરું યોજના અંતર્ગત આ આર્થિક સહાય લાભાર્થી ના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.
  • આ યોજના હેઠળ લગ્ન કરેલ કન્યા ને માત્ર એકવાર જ આ સહાય મળવાપાત્ર છે.

અરજી કરવાની રીત 

  • સૌથી પહેલા આ યોજના નો લાભ મેળવવા માટ ઇ સમાજ કલ્યાણ ની વેબસાઇટ  https://esamajkalyan.gujarat.gov.in/ પર જાઓ
  • જો તમે નવા યુજર હોવ તો તમારે પહેલા રજીસ્ટ્રેશન કરાવાનું રહેશે જેમાં તમે ન્યુ રજીસ્ટ્રેશન પર કિલક કરીને તમારું રજીસ્ટર્શન કરી લો.
  • ત્યાર પછી તમારા આઈડી પાસવર્ડ લોગીન કરી લો.
  • ત્યાર પછી કુંવરબાઈ નું મામેરું યોજના પર કિલક કરો.
  • આટલું કરતાં જ તમારી સામે  એક ઓનલાઈન ફોર્મ ખૂલસે જેમાં તમારે તમારી વિગત અરવની રહેશે.
  • ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ તમે ફોર્મ ને સબમિટ કરો જ્યાં તમારે જરૂરી ડૉક્યુમેન્ટ અપલોડ કરવાના રહેસે.
  • ત્યાર પછી તમારી અરજીને કાનફોર્મ કરી તેની પ્રિન્ટ મેળવી લેવી.

કુંવરબાઇ નું મામેરું યોજના ની મુખ્ય બાબતો 

  • આ યોજનાનો લાભ લગ્ન કર્યાના 2 વર્ષ ની અંદર જ મળવાપાત્ર  ગણાશે.
  • દીકરીના પુનઃ લગ્ન ના કિસ્સામાં આ યોજના ની સહાય મળવાપાત્ર ગણાશે નહીં.
  • લગ્ન સમયે દીકરીની ઉમર 18 વર્ષ અથવા 18 વર્ષ થી ઉપર હોવી જોઈએ.
  • આ યોજના આંતરગર દીકરીઓને 12000 ની સહાય આપવામાં આવે છે. આ યોજનને મંગલસૂત્ર યોજના પણ કહે છે. જે યોજના અનુસુચિત જાતિ , અનુસુચિત જનજાતિ  આર્થિક રીતે  પછાત વર્ગ ની કન્યાઓ ને આપવામાં આવે છે.

જરૂરી દસ્તાવેજો ની યાદી 

  • કન્યાનું આધારકાર્ડ
  • કન્યાના વાલીનું આધારકાર્ડ
  • કન્યા ની જાતિનો દાખલો
  • યુવક નો જાતિનો દાખલો ( જો હોય તો )
  • રહેઠાણ નો પુરાવો
  • કન્યાના વાલીનો આવક નો દાખલો
  • લગ્ન નોંધણી પ્રમાણપત્ર
  • લગ્ન નોંધણી વખતે રજૂ કરવામાં આવતું ફોર્મ
  • બેન્ક પાસબુકની નકલ ( કન્યા ના નામ પાછળ પિતા / વાલીનું નામ હોય તે )
  • સ્વ- ઘોષણા
  •  જો પિતા હયાત ના હોય તો મરણ નો દાખલો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *