મહિલાઓ માટે ખુશખબર!!! આ યોજના અંતર્ગત મહિલાઓ પણ આત્મનિર્ભર બનીને ઘરે બેઠા કરશે કમાણી…..જાણો યોજના વિશે

Spread the love

આજે સરકાર દરેક પગલે મહિલાઓ પોતાના દમ પર કઈક ઓળખ ઊભી કરી શકે તે માટે અવનવી યોજનાઓ બહાર પડતાં હોય છે જેના કારણે મહિલાઓ પણ પોતાની જાતે આત્મનિર્ભર થઈ શકે છે. ત્યારે ગુજરાત શ્રમ વિભાગ દ્વારા તાજેતર માં એક કાર્યક્રમ નું ઉદ્ઘાટન કર્યું હતું જેમાં સિલાઈના મશીન ફ્રી માં આપવામાં આવે છે. આયોજના અંતર્ગત રજિસ્ટર્ડ શ્રમ વિભાગના સભ્યો ને સિલાઈ મશીન ખરીદવા માટે 3500 રૂપિયા આપવામાં આવે છે. આ યોજનાનો લાભ મહિલાઓએ ગુજરાતનાં શ્રમ વિભાગની અધિકૃત વેબસાઇટ પર જઈને અરજી કરવાની રહેશે. ઓછામાં ઓછા એક વર્ષ ની સભ્યપદ ધરાવતા માત્ર BOCM સહભાગી ઑ જ આ લાભ લઈ શકે છે.

મફત સિલાઈ મશીન યોજના 2023 ની જરૂરી માહિતી 

બી
યોજનાનું નામ માનવ ગરિમા યોજના
બહાર પાડનાર વિભાગનું નામ સામાજિક ન્યાય અને આધિકારિક વિભાગ
લાભ મેળવનાર ગુજરાતની ગરીબ અને મજૂર મહિલાઓ માટે
લાગુ પડતાં રાજ્ય નું નામ સમગ્ર ગુજરાત
અરજી કરવાની રીત onlain
યોજના દ્વારા મળતા લાભ મફત સિલાઈ મશીન
યોજનાનો ઉદ્દેશ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે
સતાવાર વેબસાઇટ https://e-kutir.gujarat.gov.in/

આ યોજનાનો લાભ મેળવવા માટેની યોગ્ય પાત્રતા

ગુજરાત રાજ્યમાં કુટીર અને ગ્રામદોષ દ્વારા યોજનાના પાત્રતા ના માપદંડો નીચે મુજબના નક્કી કરવામાં આવ્યા છે.

1. આ યોજનાનો લાભ 16 થી 60 વર્ષની ઉમર ધરાવતી સ્ત્રીઓજ મેળવી શકે છે.
2. આ યોજનાનો લાભ ગ્રામીણ વિસ્તારમાં રહેતા હોય અને 1,20,000 કરતાં વાર્ષિક આવક ઓછી હોવી જોઈએ. અને શહેરી વિસ્તારમાં રહેતા લાભાર્થીઓ હોય તેમની વાર્ષિક આવક 1,50,000 કરતા ઓછી હોવી જોઈએ.
3. આ યોજનો લાભ સમગ્ર દેશમાં રહેતી આર્થિક રીતે વંચિત મહિલાઓને મળવાપાત્ર છે.
4. આ યોજનાનો લાભ વિધવા અને અપંગ મહિલાઓ પણ મેળવી શકે છે.જેનાથી તેઓ પોતાનું જીવન આત્મનિર્ભર થઈને જીવી શકે.

યોજના થી મળવાપાત્ર લાભ 

1. આ યોજનાનો લાભ સમગ્ર દેશમાં કામ કરતી મહિલાઓને મળશે.
2. આ યોજના આંતરગર આર્થિક રીતે જરૂરિયાત ધરાવતી મહિલાઓ અને મજૂરી કરતી મહિલાઓને વિના મૂલ્યે સિલાઈ મશીન નું વિતરણ કરવાનો છે.
3. કોઈ પણ ખર્ચ કર્યા વગર ઘરે બેઠા મહિલાઓ આ મશીન મેળવી શકે છે અને પોતાની રીતે આત્મનિર્ભર બની શકે છે.
4. એ યોજના થી દેશમાં કામ કરતી દરેક ગરીબ મહિલાઓને નોકરી મળી રહે છે અને સાથે જ આવક પણ પ્રાપ્ત થાય છે.
5. આ યોજના નો લાભ ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારની મહિલાઓ મેળવીને પોતાની સુવિધાઓમાં વધારો કરી શકે છે.
6. આ યોજનાનો મુખ્ય હેતુ મહિલાઓને આત્મનિર્ભર બનાવવી અને મહિલા સશક્તિકરણ ને પ્રોત્સાહન આપવાનો છે.

યોજના ના જરૂરી દસ્તાવેજો ની યાદી 

  • આધારકાર્ડ
  • જન્મ નો દાખલો
  • રેશનકાર્ડ
  • મોબાઈલ નંબર
  • અભ્યાસ નો પુરાવો
  • રહેઠાણ નો પુરાવો ( લાઇટબિલ, લાઇસન્સ, લિજ એગ્રીમેન્ટ, ચૂંટણી કાર્ડ, પ્રોપર્ટી કાર્ડ, જમીનના દસ્તાવેજો માથી  કોઈ એક )
  • વ્યવસાઈલક્ષી તાલીમ લીધી હોય તો તેનો પુરાવો
  • જો અશક્ત કે અપંગ હોય તો તેની તબીબી પ્રમાણપત્ર
  • જો સ્ત્રી વિધવા  હોય તો નિરાધાર નું પ્રમાણપત્ર
  • વાર્ષિક આવકનું પ્રમાણપત્ર

મફત સિલાઈ મશીન મેળવવા માટેની અરજી પ્રક્રિયા

1. મફત સિલાઈ મશીન ની સહાય મેળવવા માટે તેની સતાવાર વેબસાઇટ e- kutir.gujarat. gov. in પર જાઓ.
2. હોમ પેજ પર આવેલ ઇચ્છિત મેનૂ આઈટમ પર ક્લિક કરો.
3. ત્યાર પછી પીડીએફ ફોર્મેટ માં આપેલ એપ્લીકેશન ફોર્મની હાર્ડ કોપી મેળવો.
4. ફોરમમાં માંગવામાં આવેલમાહિતી જેવી કે તમારું સંપૂર્ણ નામ, પિતાનું નામ , જન્મ તારીખ અને વૈવાહિક વિગતો નો ઉમેરો કરો.
5. જેના બાદ વોગતો ની એકવાર ચકાસણી કરીને સબંધિત સેક્ટરના તમારા સમર્થંકારી ને કાગળોની નકલ આપો.
6. આ કાગળોની નકલ આપ્યા બાદ તમારી અરજી ની વહીવટી અધિકારી દ્વારા સમીક્ષા કરવામાં આવશે. અને તેમાં જો મંજૂરી મળી જાય ત્યારે તમને કોઈ પણ શુલ્ક વિના સિલાઈ મશીન આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *