દિવ્યાંગ સાધન સહાય યોજના માં મળસે એવા એવા લાભ કે જિંદગી બદલાઈ જશે…જાણો વિગતે

Spread the love

દરેક લોકો જાણે જ છે કે આજકાલ દિવ્યંગ લોકોની સંખ્યા વધતી જ જોવા મળી રહી છે ત્યારે ઘણા લોકો આવા બેબસ અને લાચાર લોકોને સહાયતા કરવાના બદલે તેમની અવગણના કરતાં નજરા આવતા હોય છે. અને બહુ ઓછા લોકો એવા જોવા માલ્ટા હોય છે કે જે આવા દિવ્યાંગ લોકોની સેવા કે મદદ કરતાં હોય છે. ત્યારે સરકાર પણ પોતાના દ્વારા ઘણી એવી સહાયો બહાર પાડતી હોય છે કે જેના દ્વારા આવા દિવ્યાંગ લોકોને સહારો મળી જતો હોય છે અને તેઓ જીવન ને બીજી તરફથી પણ જોતાં થઈ જતાં હોય છે. આથી ગુજરાત સરકાર રોજબરોજ અવનવી યોજનાઓ બહાર પાડતી હોય છે

જેના કારણે દરેક નાગરિકો તેનો લાભ લઈને પોતાનું જીવનધોરણ ઊંચું લાવી શકે. ત્યારે હાલમાં સરકાર દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓના લાભ માટે અનેક પ્રકાર ની યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે. ત્યારે અત્યારે સરકાર દ્વારા દિવ્યાંગ સાધન સહાય યોજના 2023 શરૂ કરવામાં આવે છે. જેમાં દિવ્યાંગ વ્યક્તિને તેમની કેટલીક અંશે રાહત ઊભી કરવા, રોજગારી મેળવવામાં સરળતા લાવા અને રોજગારલક્ષી સાધનો પૂરા પાડવા દિવ્યાંગ સાધન સહાય યોજના અમલ માં મૂકવામાં આવી રહી છે. તો આવો જાણીએ આ પૂરી યોજના વિષે.

સામાજિક ન્યાય અને આધિકારિતા વિભાગ, ગાંધીનગર દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓના આર્થિક સહાય કરવા માટે ‘ દિવ્યાંગ સાધન સહાય યોજના ‘ અમલમાં મુકવ્વામાં આવી છે. જેના દ્વારા દિવ્યાંગ વ્યક્તિ સમાજમાં સંમાનપૂર્વક પોતાનું જીવન જીવી શકે અને ગુજરાન ચલાવી શકે તે માટે આ યોજના અમલમાં મૂકવામાં આવી છે. જેની માહિતી online application ઇ સમાજ કલ્યાણ પોર્ટલ પરથી કરવાની રહેશે. આ યોજનામાં 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓ ને કુત્રિમ અવયવો બેસાડવા તથા શેક્ષણિક અને ધંધાકીય રીતે ઉપયોગમાં આવે એવા સાધનો પૂરા પાડવા આ યજના ચલાવામાં આવી છે.

a b
સહાય આપનાર વિભાગનું નામ સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ, સમાજ સુરક્ષા
મળવાપાત્ર સહાય દિવ્યાંગ અને યોગ્યતા ધરાવતા અરજદારોને મફત સાધન સહાય
સતાવર વેબસાઇટ https://esamajkalyan.gujarat.gov.in/

આ યોજનાનો લાભ મળવાપાત્ર લાભાર્થીઓ

 • 1. જે વ્યક્તિ 40 ટકા કરતાં વધારે દિવ્યાંગ હોય
  2. 16 વર્ષથી નીચેની વ્યક્તિ ને રોજગારલક્ષી સાધનો મળશે નહીં.
  3. લાભાર્થી ગુજરાત નો નિવાસી હોવો જોઈએ.

આ યોજના માં મળવાપાત્ર સહાય ની યાદી

દિવ્યાંગ સાધન સહાય યોજના 2023 હેઠળ લાભાર્થીને તેઓની દિવ્યાંગતામાં રાહત આપવા અને મદદરૂપ થાય એવા સાધનો માટે કુલ 20,000 ની મર્યાદિત સહાય કરવામાં આવે છે.સરકાર શ્રી દ્વારા આવી 21 પ્રકાર ની દિવ્યાંગતા ધરાવતા લાભાર્થીઓને આ સહાય મળવાપાત્ર ગણાય છે.

ક્રમ દિવ્યાંગતાનો પ્રકાર દિવ્યાંગતાની ટકાવારી
1 અંધત્વ (Blindness) 40 ટકા કે તેથી વધુ
2 આનુવંશિક કારણોથી થતો સ્નાયુક્ષય
(Muscular Dystrophy)
40 ટકા કે તેથી વધુ
3 ઓછી દ્રષ્ટિ (Low Vision) 40 ટકા કે તેથી વધુ
4 રક્તપિત-સાજા થયેલ
(Leprosy Cured Person)
40 ટકા કે તેથી વધુ
5 એસિડના હુમલાનો ભોગ બનેલા
(Acid Attack Victim)
40 ટકા કે તેથી વધુ
6 હલન-ચલન સાથેની અશકતતા
(Locomotors Disability)
40 ટકા કે તેથી વધુ
7 સેરેબલપાલ્સી (Cerebral Pals) 40 ટકા કે તેથી વધુ
8 વામનતા (Dwarfism) 40 ટકા કે તેથી વધુ
9 બહુવિધ સ્કલેરોસિસ – શરીરની પેશીઓ
કઠણ થવાની વિકૃતિ (Multiple Sclerosis)
40 ટકા કે તેથી વધુ
10 ક્રોનિક ન્યુરોલોજીકલ સ્થિતિ
(Chronic Neurological Condition)
50 ટકા કે તેથી વધુ
11 સામાન્ય ઇજા જીવલેણ રક્તસ્ત્રાવ
(Hemophilia)
50 ટકા કે તેથી વધુ
12 ધ્રુજારી સ્નાયુબદ્ધ કઠોરતા
(Parkinson’s Disease)
50 ટકા કે તેથી વધુ
13 બૌદ્ધિક અસમર્થતા
(Intellectual Disability)
50 ટકા કે તેથી વધુ
14 હિમોગ્લોબિનની ઘટેલી
(Thelassemia)
50 ટકા કે તેથી વધુ
15 દીર્ઘકાલીન અનેમિયા
(Sickle Cell Disease)
50 ટકા કે તેથી વધુ
16 માનસિક બિમાર
(Mental Illness)
50 ટકા કે તેથી વધુ
17 ખાસ અભ્યાસ સંબંધી વિકલાંગતા
(Specific Learning Disabilities)
50 ટકા કે તેથી વધુ
18 વાણી અને ભાષા અશકતતા
(Speech and Language Disability)
50 ટકા કે તેથી વધુ
19 ચેતાતંત્ર-ન્યુરોની વિકાસલક્ષી
સ્થિતિમાં ક્ષતિ (Autism Spectrum Disorder)
50 ટકા કે તેથી વધુ
20 મલ્ટીપલ ડિસેબીલીટીઝ
(Multiple Disabilities)
50 ટકા કે તેથી વધુ
21 સાંભળવાની ક્ષતિ
(Hearing Impairment)
70 ટકા કે તેથી વધુ

યોજનાનો લાભ લેવા માટેના જરૂરી ડૉક્યુમેન્ટ

 • 1  આ યોજનાનો લાભ મેળવવા માટે નીચે મુજબ ના ડૉક્યુમેન્ટ હોવા જરૂરી છે.
  2. દિવ્યાંગ ના ઓળખકાર્ડ ની નકલ
  3. સિવિલ સર્જન ના દિવ્યાંગતા ના દાખલાની નકલ
  4. સ્કૂલ છોડયાનું સટીફીકેટનિ નકલ
  5. રેશનકાર્ડ ની નકલ
  6. આધારકાર્ડની નકલ
  7. ચૂંટણીકાર્ડ ની નકલ
  8. વ્યવસાય નો અનુભવ હોવાનું પ્રમાણપત્ર
  9. બેન્ક પાસબુક નકલ

આ યોજના અંતર્ગત મળવાપાત્ર સહાય સાધનોની યાદી 

ક્રમ ટ્રેડના નામ સહાયની મર્યાદા
1 કડીયાકામ રૂ.20,000/-
2 સેન્ટીંગ કામ રૂ.20,000/-
3 વાહન સર્વિસીંગ અને રીપેરીંગ રૂ.20,000/-
4 મોચીકામ રૂ.20,000/-
5 દરજીકામ રૂ.20,000/-
6 ભરતકામ રૂ.20,000/-
7 કુંભારી કામ રૂ.20,000/-
8 વિવિધ પ્રકારની ફેરી રૂ.20,000/-
9 પ્લમ્બર રૂ.20,000/-
10 બ્યુટી પાર્લર રૂ.20,000/-
11 ઇલેક્ટ્રીક એપ્લાયંન્સીસ રીપેરીંગ રૂ.20,000/-
12 ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ રૂ.20,000/-
13 સુથારીકામ રૂ.20,000/-
14 ધોબીકામ રૂ.20,000/-
15 સાવરણી સુપડા બનાવનાર રૂ.20,000/-
16 દુધ-દહી વેચનાર રૂ.20,000/-
17 માછલી વેચનાર રૂ.20,000/-
18 પાપડ બનાવટ રૂ.20,000/-
19 અથાણા બનાવટ રૂ.20,000/-
20 ગરમ, ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ રૂ.20,000/-
21 પંચર કીટ રૂ.20,000/-
22 ફ્લોર મીલ રૂ.20,000/-
23 મસાલા મીલ રૂ.20,000/-
24 રૂ ની દીવેટ બનાવવી રૂ.20,000/-
25 મોબાઇલ રીપેરીંગ રૂ.20,000/-
26 હેર કટીંગ (વાળંદ કામ) રૂ.20,000/-
27 ટ્રાયસીકલ રૂ.20,000/-
28 ફોલ્ડીંગ વ્હીલચેર રૂ.20,000/-
29 હીંયરીંગ એડ – (અ) પોકેટ રેન્જ (બ) કાન પાછળ લગાવવાનું રૂ.20,000/-
30 ફોલ્ડીંગ સ્ટીક રૂ.20,000/-
31 એલ્યુમીનીયમની કાંખ ઘોડી રૂ.20,000/-
32 કેલીપર્સ – (અ)ઘુંટણ માટેના (બ) પોલીયો કેલીપર્સ રૂ.20,000/-
33 બ્રેઇલ કીટ રૂ.20,000/-
34 એમ.આર કીટ (મંદબુધ્ધિના બાળકો માટે) રૂ.20,000/-
35 સંગીતના સાધનો રૂ.20,000/-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *