ક્રિકેટર રવીન્દ્ર સિંહ જાડેજા પત્ની રિવાબા ની સાથે આશાપુરા મંદિરમાં દર્શન કરવા માટે પહોચ્યા જ્યાં બંનેની સાદગી જોઈને તમે પણ તેમના વખાણ કરવા લાગશો… જુવો તસ્વીરો

Spread the love

આમ તો ક્રિકેટર પ્રેમીઓ ટિમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર ખિલાડી રવીન્દ્ર જાડેજા ને જાણતા હશો જે પોતાની લાઇફસ્ટાઇલ અને રમત રમવાની સ્ટાઇલના કારણે ચર્ચામાં આવતા રહેતા હોય છે ત્યારે ફરીએકવર ક્રિકેટર રવીન્દ્ર જાડેજા પોતાની પત્ની સાથે નજર આવી રહ્યા છે જેમાં બંનેની સાદગી દરેક લોકોના દીલને આકર્ષિત કરી રહી છે.

 

વાસ્તવમાં બુધવારના રોજ ખિલાડી રવીન્દ્ર જાડેજા પોતાની પત્ની અને ધારાસભ્ય રિવાબા જાડેજા ની સાથે આશાપુરા માતાના મંદિર દર્શન કરવા માટે પહોચ્યા હતા. જ્યાથી તેમની પત્ની રિવાબા એ થોડીક તસ્વીરો શેર કરી છે. તમને જાણકારી માટે જણાવી દઈએ કે હાલમાં જ રવીન્દ્ર જાડેજા ચેન્નઈ સુપર કિંગ્સ આઈપીએલ 2023 નો ખિતાબ પોતાના નામે કર્યા બાદ વર્લ્ડ ટેસ્ટ ચેંપિનિયનશિપ ની ફાઇનલ માં પણ ભાગ લીધો હતો.

જાડેજાની પત્ની અને ધારાસભ્ય રિવાબા એ પોતાના ટ્વિટર પર શેર કર્યા છે. જેમાં રવીન્દ્ર જાડેજા પોતાની પત્ની રિવાબા સાથે કચ્છ ના આશાપુરા માતા ના મંદિરના દર્શન કરતાં ની તસ્વીરો શેર કરી છે. જ્યાં બંને કપલ બહુ જ સાદગી વાળા અંદાજમાં માતાના દર્શન કરવા માટે આવી પહોચ્યા છે. તમને જણાવી દઈએ કે આ અગાઉ પણ જાડેજાએ વર્ષ 2015 માં જામનગર થી આશાપુરા માતા ના મંદિર સુધીની ધાર્મિક પદયાત્રા કરી હતી.

જેમાં 375 કિમી ની આ પદયાત્રા માં જાડેજા અને તેમની પત્ની રિવાબા મિત્રો ની સાથે 13 દિવસ પછી માતાના મઢ આશાપુરા પહોચ્યા હતા. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે 12 જુલાઇ થી 13 ઓગસ્ટ વચ્ચે બે ટેસ્ટ મેચ, 3 વનડે અને પાંચ ટી 20 મેચ રમવા માટે ટિમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝ નો પ્રવાસ ખેડસે. આ બધાની વચ્ચે હાલમાં રવીન્દ્ર જાડેજા પોતાના પરિવારની સાથે સમય પસાર કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *