CDS બીપીન રાવતની પત્ની મધુલિકાએ કર્યાં છે ઘણા બધા સમાજ કલ્યાણને લગતા કાર્યો, જાણો તેના બધા કર્યો વિશે

Spread the love

મિત્રો આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ગઈ કાલે સાંજે હેલીકોપ્ટર ક્રેશ થવાના લીધે સેનાના મુખ્ય વડા CDS બીપીન રાવતનું નિધન થયું હતું. તેનું નિધન થતા પુરા દેશમાં શોકનો માહોલ છવાય ગયો છે, એટલું જ નહી તેનું નિધન થતા તમામ નાગરિકોએ, મોટા મોટા અભિનેતાઓ અને દેશના નેતાઓએ તેઓને શ્રધાંજલિ પાઠવી હતી. આ હેલીકોપ્ટરમાં બીપીન રાવત સાથે તેની પત્ની મધુલિકા સહિત કુલ૧૪ લોકો સવાર સવાર હતા. આ ભયંકર ઘટનાને લઈને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું હતું.

તમને જણાવી દઈએ કે બીપીન રાવતએ દેશના પેહલા ચીફ ઓફ ડીફેન્સ હતા એટલે એ CDS હતા. તમને જણાવી દઈએ કે બીપીન રાવતની પત્નીએ એક જાણી માણી સમાજસેવી રહી હતી, તેઓએ સમાજને લગતા ઘણા બધા કર્યો કર્યાં હતા જે સરાહનીય છે, એટલું જ નહી તેઓએ કેન્સરના દર્દીઓ માટે ખુબ મદદ કરી હતી. જો મધુલિકાના અભ્યાસની વાત કરવામાં આવે તો તેઓએ મનોવૈજ્ઞાનિકમાં માસ્ટરી કરી હતી અને તે આર્મી વુમેન વેલફેયર એસોસિએશનની વડા પણ રહી ચુકી છે. મધુલિકાએ આર્મી ગ્રુપમાં પણ ખુબ લોકપ્રિય રહી હતી.

બીપીન રાવત અને મધુલિકાએ બે દીકરીઓના માતા પિતા હતા.જો આ પૂરી ઘટના વિશે વાત કરવામાં આવે તો mi-૧૭ હેલીકોપ્ટર દેલ્હીથી સુલુર રી રહ્યું હતું, જેમાં સવાર તમામ ૧૪ લોકોની યાદી સામે આવી હતી. તેમાંથી બીપીન રાવત સિવાય તેની પત્ની મધુલિકા, બ્રિગેડીયર એલએસ લીડર, લેફ્ટનલ કર્નલ હરજીંદર સિંહ, નાયક ગુરુસેવક સિંહ, નાયક જીતેન્દ્ર સિંહ, લાંસનાયક વિવેક કુમાર, લાંસનાયક બી સાઈ તેજા અને હવલદાર સતપાલ જેવા ઘણા મોટા નામો પણ શામેલ હતા.

ભારતીય વાયુસેના દ્વારા ટ્વીટ દ્વારા કેહવામાં આવ્યું છે કે આ દુર્ઘટના કારણો વિશેની સંપૂર્ણ માહિત મેળવા માટે તપાસના આદેશો આપવામાં આવ્યા છે, હવે આ તપાસએ શરુ થઈ ગઈ છે. CDS જનરલ રાવતની મૌતની ખબર સાંભળીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે ‘દેશ માટે આ દિવસએ ખુબ દુઃખદ દિવસ છે, આપણે આપણા CDS જનરલ બીપીન રાવતને એક દુર્ઘટનામાં ખોઈ બેઠયા છીએ. તેની દેશ માટેની સેવા અને પ્રતિબદ્ધતા ને આપણે શબ્દોમાં વર્ણવી શકીએ નહી. આ વાતનું ખુબ દુઃખ લાગ્યું છે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *