સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનને ‘પુષ્પા’ ફિલ્મ કર્યાં બાદ આવી રહી છે બોલીવુડની મોટી મોટી ફિલ્મોની ઓફર,પરંતુ આ અભિનેતાએ કામ કરવા…

Spread the love

મિત્રો હાલના સમયમાં જો બોલીવુડ ઇન્ડસ્ટ્રી સારી ટક્કર આપતી હોય તો તે છે સાઉથ ઇન્ડસ્ટ્રી, એટલું જ નહી સાઉથ ઇન્ડસ્ટ્રીએ હોલીવુડનું ફિલ્મોને પણ ટક્કર આપી રહી છે જેનું કારણ આ ઇન્ડસ્ટ્રીમાં કાર્ય કરતા અભિનેતાઓ અને અભિનેત્રીઓ છે. એવામાં અલ્લુ અર્જુન વિશે આપણે સૌ કોઈ જાણીએ જ છીએ, આ અભિનેતાએ પોતાની એક્ટિંગ અને અભિનયને લઈને ઇન્ડસ્ટ્રીમાં પોતાના નામનો લોહો બંધાવી લીધો છે.

તમને જણાવી દઈએ કે હાલમાં જ આ અભિનેતાની રીલીઝ થયેલી ફિલ્મ ‘પુષ્પા’ એ બોક્સઓફિસ પર ધૂમ મચાવી દીધી છે, આ ફિલ્મએ ૨૦૦ કરોડ રૂપિયાથી પણ વધુની કમાણી કરી ગઈ છે. આ ફિલ્મએ ઘણી બધી ફિલ્મોને પાછળ છોડી દીધી છે, આ ફિલ્મ લોકોને એટલી બધી પસંદ આવી રહી છે કે લોકો આ ફિલ્મને બે બે વખત જોઈ લીધા છે. આ ફિલ્મમાં અલ્લુ અર્જુનએ પુષ્પાનું પાત્ર ખુબ સારી રીતે ભજવ્યું છે, જે લોકોને ખુબ પસંદ આવ્યું હતું.

વર્તમાન સમયમાં ‘પુષ્પા’ ફિલ્મની સફળતા બાદ આ અભિનેતાને બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાંથી પણ ઘણી બધી મોટી ફિલ્મોની ઓફરો આવી રહી છે પરંતુ અલ્લુ અર્જુનની હિન્દી ડબ ફિલ્મ ખુબ ધૂમ મચાવી રહી હોવાથી કદાચ આ અભિનેતા બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કરવા નથી ઈચ્છતા. આ વાતથી સાબિત થાય છે કે અલ્લુ અર્જુનએ પુરા દશમાં ફેમસ અભિનેતા બની ગયા છે. હાલ સમય એવો થઈ ગયો છે કે દરેક પ્રોડ્યુસર અને ડાયરેક્ટર આ અભિનેતા સાથે કામ કરવાની ઈચ્છા ધરાવે છે.

તમને જણાવી દઈએ કે અલ્લુ અર્જુન હાલ બોલીવુડ ઇન્ડસ્ટ્રી તરફ રુખ કરવા માંગતા નથી આ વાત ખુદ અલ્લુ અર્જુનએ એક મીડિયા રીપોર્ટમાંથી જણાવી હતી. આ અભિનેતાને પૂછવામાં આવ્યું કે તે શું કામ ફિલ્મોમાં કાર્ય કરાવનું નકારી રહ્યા છે તો આનો જવાબ આપતા તેણે કહ્યું હતું કે મને આ ફિલ્મોની સ્ક્રીપ્ટ પસંદ પડી ન હોવાથી હું તેમાં કામ કરવાની ઈચ્છા ધાવતો નથી. અલ્લુ અર્જુનએ આગળ જણાવ્યું કે ‘મને બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાના કોઈ વાંધો નથી પરંતુ મારી એક જ શરત છે કે ફિલ્મની સ્ટોરી સારી હોવી જોઈએ, એવામાં જો કોઈ ફિલ્મ રચયતાને મને લઈને કામ કરવું હોય તો સ્ક્રીપ્ટ સારી અને મને મુખ્ય ભૂમિકામાં રાખવો પડશે, એક મોટા કલાકારને સાઈડ ભૂમિકામાં રાખવાનો કોઈ મતલબ રેહતો નથી.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *