બોલીવુડ

૨.૫ લાખ કેન્સરથી પીડિત બાળકોનો ઈલાજ કરાવી ચુક્યા છે વિવેક ઓબ્રોય, વિવેક છે “રીયલ લાઈફ હીરો”

Spread the love

આમતો વિવેક ઓબ્રોયનું નામએ એક ફ્લોપ અભિનેતામાં માનવામાં આવે છે પણ અમે તમને જણાવી દઈએ કે છેલ્લા ઘણા સમયથી તેનું નામ એક કારણથી ખુબ ચર્ચામાં આવી રહ્યું છે. આ કારણએ ગ્લેમર ઇન્ડસ્ટ્રી તરફથી નહી પણ આ કારણ નીજી જિંદગી તરફથી આવી રહ્યું છે. તો ચાલો અમે તમને જણાવીએ કે આ દિવસોમાં વિવેકએ કઈ વાતને લઈને ખુબ ચર્ચમાં આવી રહ્યા છે. ગઈ ૪ ફેબ્રુઆરીના રોજ વિશ્વ કેન્સર ડે ની ઉજવણી કરવામાં આવતી હોય છે, એવામાં બોલીવુડના તમામ સુપરસ્ટારોએ એ દિવસે કેન્સર પીડીત દર્દીઓને મદદ કરતા જોવા મળ્યા હતા.

એવામાં વિવેક ઓબ્રોય કેમ પાછા પડે તમને જણાવી દઈએ કે વિવેક ઓબ્રોયએ ઘણા બધા કેન્સરથી પીડિત બાળકોની સંભાળ રાખી અને ૧૫થિ ૧૮ વર્ષની ઉમર સુધીના કેન્સરના દર્દીઓની મદદ કરતા નજરે પડ્યા હતા. જાણવામાં આવ્યું છે કે વિવેકએ વર્ષ ૨૦૦૪માં ઓબ્રોય કેન્સર પેશન્ટ્સ એજ એસોસિએશનને જોઈન કર્યું હતું ત્યારબાદ તેઓ હમેશા કેન્સરગ્રસ્ત લોકોની સેવા કરતા નજરે પડ્યા હતા, એટલું જ નહી તેણે પેહલા પણ જરૂરિયાત મંદ લોકોની મદદ કરી હતી.

ટાટા મેમોરીયલની હોસ્પિટલની બહાર ફૂટપાથ પર સુવા વાળા પરિવાર માટે તેઓને રેહવાનો બંદોબસ્ત કર્યો હતો અને આ બધું તેણે આ એસોસિએશન સાથે જોડાયા પછી જ આવા કર્યો કર્યાં હતા. રીપોર્ટ અનુસાર વિવેકએ તેઓ માટે ખોરાકનો બંદોબસ્ત કર્યો હતો અને સાથો સાથ તેણે ઘણા લોકોની બીમારીઓનો પણ ઈલાજ કરાવ્યો હતો.

આની સિવાય વિવેકએ ડોક્ટર સાથે મીટીંગ કરીને લોકોને વગર પૈસાએ મદદ અને ઈલાજ કરવાનો પ્લાન બનાવ્યો હતો જેના માટે ઘણા લોકોએ તેઓનો અભાર માન્યો હતો. એટલું જ નહી વિવેક જણાવે છે કે કંપનીઓને સારા ભાવ પર દવા ખરીદવા માટે સીપીએએ સાથે ટાઈ અપ કરવા જોઈએ. વિવેકએ લગભગ ૧૮ વર્ષ પેહલા પોતાનો જન્મદિવસએ કેન્સર પીડિત બાળકો સાથે ઉજવ્યો હતો, આ પરથી આપણે અંદાજો લગાવી શકીએ કે વિવેકએ કેન્સર ગ્રસ્ત દર્દીઓની મદદ માટે કેટલી મેહનત કરી રહ્યા છે.

આ બાળકોને  વિવેકનો આવો સ્વભાવ એટલો ગમ્યો કે તેઓ તેને દેવદૂત કહીને બોલવા લાગ્યા અને તે દિવસ પછી વિવેકએ કેન્સર પીડિત દર્દીઓ માટે નિરંતર ઘણા પ્રયસો કર્યાં અને આજ પણ તેઓ ઘણા બધા પ્રયાસો કરી રહ્યા છે. હજી સુધી વિવેકએ કદાચ ૨.૫ લાખ ખેડૂતો અને તેના સંતાનો જે કેન્સરથી પીડિત હતા તેઓને મદદ કરી ચુક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *