સોનાક્ષીએ આ અભિનેતાને બાળપણથી જ પ્રેમ કરતી હતી, જાણો કોણ હશે એ અભીનાતા

Spread the love

હાલના દિવસોમાં બોલીવુડ ઇન્ડસ્ટ્રીને લગતી ઘણી બધી ખબરો બહાર આવે છે. ખબરો અનુસાર જાણવા મળ્યું છે કે કલાકાર શત્રુઘ્ન સિન્હાની દીકરી સોનાક્ષી સિન્હા છે જેને તમે જાણતા જ હશો. સોનાક્ષીએ ઘણી બધી ફિલ્મોમાં કાર્ય કરી ચુકી છે. ખબરો અનુસાર જાણવા મળ્યું છે કે સોનાક્ષીએ થોડા સમયમાં જ તે સલમાન ખાનની સબંધી બનવાની છે. ઘણા ઓછા લોકોને આ વાતની ખબર હશે કે સોનાક્ષીને નાનપણથી જ એક અભિનેતા સાથે પ્રેમ થઈ ગયો હતો. આ વાતનો ખુલસો ખુદ સોનાક્ષીએ કર્યો હતો.

બોલીવુડ બબલ સાથેની વાત ચિત દરમિયાન સોનાક્ષીએ જણાવ્યું હતું કે તે જયારે શાળામાં અભ્યાસ કરતી હતી ત્યારે જ તેને કોઈક સાથે સાચ્ચો પ્રેમ થયો હતો પરંતુ તે ગ્રેજ્યુએટ થઈ ચુકી હોવાથી તેણે તે છોકરાને છોડી દીધો હતો. સોનાક્ષીએ આગળ જણાવતા કહે છે કે તેનો પેહલો પ્રેમ ખુબ સીરીયસ હતો જે ૫ વર્ષથી પણ લાંબા સમય સુધી ચાલ્યો હતો, તે સમયે લગભગ સોનાક્ષીએ ૨૧ કે ૨૨ વર્ષની ઉમર ધરાવતી હશે.

તે આગળ જણાવે છે કે “તમે હમેશા તમારા સબંધોમાંથી શીખો અને વિકાસ કરો તે મહત્વનું છે, કારણ કે દરેક વ્યક્તિ અલગ હોય છે, દરેકનું પોતાનું વ્યક્તિત્વ હોય છે. સોનાક્ષી સિન્હાએ વધુમાં કહ્યું કે તમારે ફક્ત એવી વ્યક્તિને શોધવાની છે જે તમને સહન કરવા તૈયાર હોય. હું ખરેખર ઘણું બધું શીખી છુ” તે હજી વધુમાં જણાવે છે કે ” તમે બદલો છો, તમે વધો છો, તમારા અનુભવો તમને ઘણું બદલી નાખે છે મે વધુ કામ કરવાનું શરુ કર્યું. હું ઘણા નવા લોકોને મળી, તેમની પાસેથી ઘણું શીખી અને મને લાગે છે કે આ બધું તમને એક વ્યક્તિ તરીકે બદલી નાખે છે. તમારે એવી વ્યક્તિને શોધવી પડશે જે તમને જાણશે અને પ્રેમ કરશે.”

જો આપણે સોનાક્ષી સિન્હાના કરિયર વિશે વાત કરીએ તો સોનાક્ષી સિન્હાએ આવનાર સમયમાં જ તે કાગતી અને રુચિકા દ્વારા બનવામાં આવેલ વેબ સીરીઝ દ્વારા ડીજીટલ ડેબ્યુ કરવાની છે. આ શોમાં સોનાક્ષીએ મહિલા પોલીસ ઓફિસરનું પાત્ર ભજવતા જોવા મળશે. આ સીરીઝમાં વિજય વર્મા, ગુલશન દેવૈયા અને સોહમ શાહ પણ શામેલ છે. સોનાક્ષીએ છેલ્લી વખત અજય દેવગનની ” ભુજ: ધ પ્રાઈડ ઓફ ઇન્ડિયા” માં જોવા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *