શું આ અભિનેત્રી સલમાન ખાન ની પત્ની બનશે? સલમાન ખાન 55 વર્ષ ની…

Spread the love

મિત્રો આપણે સૌ કોઈ જાણીએ છીએ કે હાલના સમયમાં બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં લગ્નની સીઝન ચાલી રહી છે, એવામાં ઘણી બધી એવી જોડી છે જે આ સિઝનમાં લગ્ન સબંધમાં જોડાયા હતા. જેમાં વિક્કી- કેટરીના, રાજકુમાર જેવા ઘણા મોટા નામો પણ શામેલ છે. એવામાં બોલીવુડ ઇન્ડસ્ટ્રીના મશહુર અભિનેતા સલમાન ખાનના લગ્નની હાલ ઘણી ચર્ચાઓ કરવામાં આવી રહી છે, સલમાન ખાનના ચાહકોએ તેના લગ્નને લઈને ખુબ ઉત્સુખ્તાથી રાહ જોઈ રહ્યા છે.

સલમાન ખાનએ જયારે પોતાની ફિલ્મના પ્રમોશન કરવા જતા હોય છે ત્યારે ઘણી વખત તેને  મીડિયા રિપોર્ટરો દ્વારા સવાલ પૂછવામાં આવે છે કે ‘તમે લગ્ન ક્યારે કરશો?’ આ સવાલનો જવાબએ સલમાન ખાન પોતાની રીતે જ આપે છે. મિત્રો તમને જણાવી દઈએ કે સલમાન ખાનએ પોતાના બોલીવુડ કરિયરની શરૂઆત ૧૯૮૮ માં ” બીવી હો તો એસી” ફિલ્મથી કરી હતી. આ અભિનેતાએ ફિલ્મફેર મેગેઝીન દરમિયાન ઈન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે, તે એક છોકરી સાથે લગ્ન કરવા ઈચ્છે છે, જે તેના જેવો જ સબંધ ધરાવતી હોય.

સલમાન ખાનએ એક ઈન્ટરવ્યું દરમિયાન કહ્યું હતું કે ” હું તેણે દરેક વસ્તુ દઈ શકું જે તેના માતા-પિતા ના ઘરે ના હોય.” ભલે આ ઈન્ટરવ્યુંને ૩૦ વર્ષો વીતી ચુક્યા હોય અને સલમાન ખાનની વર્તમાન સમયમાં ઉમર ૫૫ વર્ષની થઈ ગઈ છે પરંતુ આજે પણ સલમાનના ચાહકોએ તેના લગ્નની વાતને લઈને ખુબ ઉત્સુખ હોય છે. આ વચ્ચે હાલતો એવી ખબર સામે આવી રહી છે કે અભિનેત્રી સોનાક્ષી સિન્હાએ થોડા સમયમાં જ સલમાન ખાન સાથે લગ્ન કરવા જઈ રહી છે, આની પૂરી વાસ્તવિકતા હાલ કોઈને ખબર નથી પરંતુ આવી અટકળો બાંધવામાં આવી રહી છે.

તમને જણાવી દઈએ કે સલમાન ખાન અને સોનાક્ષી સિન્હાએ ‘દબંગ’ ના ત્રણેય ભાગોમાં સાથે કાર્ય કરી ચુક્યા છે હવે એવી સમભાવનાઓ માંડવામાં આવી રહી છે કે આ બંનેએ એક બીજા સાથે લગ્નજીવનમાં જોડાઈ શકે છે. મિત્રો આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે સોનાક્ષી સિન્હાએ મશહુર અભિનેત્રીમાની એક અભિનેત્રી છે જે ઘણા બધી ફિલ્મોમાં કાર્ય કરી ચુકી છે. તમને જણાવી દઈએ કે સોનાક્ષી સિન્હાએ પોતાના બોલીવુડ કરિયરની શરૂઆત ‘દબંગ’ ફિલ્મથી કરી હતી. આ ફિલ્મે બોક્સઓફિસ પર ખુબ ધૂમ મચાવી દીધી હતી, એટલું જ નહી આ ફિલ્માં સોનાક્ષી સિન્હાના અભિનયને પણ લોકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવ્યો હતો.

સોનાક્ષી સિન્હા અને સલમાન ખાનની આ જોડીને લોકો દ્વારા ખુબ પ્રેમ પ્રાપ્ત થયો હતો, મીડિયા રીપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે શત્રુઘ્ન સિન્હાની લાડલી દીકરી સોનાક્ષી સિન્હાએ સલમાન ખાનના નાના ભાઈ શોએલ ખાનના સાળા બંટી સચદેવ સાથે રીલેશનમાં છે. તમને જણાવી દઈએ કે બંટી સચદેવએ પીઆર એજન્સીનો માલિક છે, બંટી અને સોનાક્ષીને ઘણી વાર પાર્ટીઓમાં સાથે જોવામાં આવ્યા છે. જો સોનાક્ષી સિન્હા અને બંટી સચદેવએ લગ્ન સબંધમાં બંધાય જાશે તો સોનાક્ષી સિન્હાએ સલીમ ખાનની પરિવારની સદસ્ય બની જશે. હાલ આ ખબરને લઈને બંને દ્વારા કોઈ પણ પ્રકારનો ખુલાસો કરવામાં આવ્યો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *