શા માટે હરભજન સિંગ ને વહેચવુ પડ્યું પોતાનુ મુંબઇ વાળું ઘર જાણો આખી બાબત…..

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશ માં ક્રિકેટ ને કેટલું પસંદ કરવામાં આવે છે જેના કારણે લોકો તેને જોવાનું અને રમવાનું પણ ઘણું પસંદ કરે છે. દેશ માં ક્રિકેટ ને લઈને ઘણો જ અલગ માહોલ છે જયારે પણ રમત રમવાની વાત આવે તો સૌ કોઈ ની પહેલી પસંદ ક્રિકેટ જ હોઈ છે. જેની પાછળ નું કારણ આ મજેદાર ગેમ છે. આ રમત ફક્ત ભારત જ નહિ પરંતુ સમગ્ર દુનિયા માં લોકો વચ્ચે ઘણું લોક પ્રિય છે.

આપણે અહીં એવા જ લોકપ્રિય ક્રિકેટર વિશે વાત કરવાની છે કે જેમણે હાલ માં જ પોતાનું મુંબઈ વાળું ઘર વેચી દીધું છે જેના કારણે તેઓ ઘણા ચર્ચામાં છે. આપણે અહીં હરભજન સિંગ વિશે વાત કરવાની છે. મિત્રો આપણે સૌ તેમનાથી પરિચિત છિએ. તેઓ ભારતીય ક્રિકેટ ઈતિહાસમાં સૌથી વધુ ચર્ચિત ખેલાડીઓ પૈકી એક છે. તેઓ ઓફ સ્પિનર છે અને લોકો ​​હરભજન સિંગને ટર્બનેટર તરીકે પણ ઓળખે છે. ભારતના દિગ્ગજ ઓફ સ્પિનર ​​હરભજન સિંહ ચાહકોમાં ખૂબ જ પ્રખ્યાત છે અને તેની ફેન ફોલોઈંગ પણ ખૂબ જ મજબૂત છે.

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલનો સમય એ સૉશ્યલ મીડિયા નો છે. આવા માધ્યમ પર અનેક લોકો જોવા મળે છે. જેમાં સામાન્ય માણસોથી લઈન મોટી હસ્તિઓ પણ જોવા મળે છે આવા મોટા લોકો પોતાના ચાહક સાથે સંકળાયેલા રહેવા માટે આવા માધ્યમો નો ઉપયોગ કરે છે. આવા માધ્યમ પર હરભજન સિંહ પણ ઘણા સક્રિય છે. અને ફેન્સ માટે અલગ અલગ પોસ્ટ કરતા રહે છે.

જાણવી દઈએ કે હાલ મળતી માહિતી અનુસાર ​​હરભજન સિંહે મુંબઈમાં પોતાનું આલીશાન એપાર્ટમેન્ટ વેચી દીધું છે. જો વાત તેમના આ આલિશન મકાન અંગે કરીએ તો જણાવી દઈએ કે તેમનું આ એપાર્ટમેન્ટ અંધેરી વેસ્ટના રૂસ્તમજી એલિમેન્ટ્સના નવમા માળે હતું. આ એપાર્ટમેન્ટ હરભજન સિંહે ડિસેમ્બર 2017માં ખરીદ્યું હતું, જે લગભગ 2900 સ્ક્વેર ફૂટમાં બનેલું છે.

આ માહિતી મળ્યા બાદ લોકોના મનમાં એવો સવાલ છે કે હરભજન સિંહએ શા માટે પોતાનું ઘર વેચી દીધું. જોકે આ અંગે કોઈ માહિતી મળી નથી. પરંતુ આપણે બધા સારી રીતે જાણી એ છીએ કે મોટા શહેરોમાં એપાર્ટમેન્ટ્સ ખરીદવા અને વેચવાની પ્રક્રિયા ચાલે છે. અને લોકો તેમાંથી નફો મેળવે છે. કદાચ હરભજન સિંહે પણ આવુજ કર્યું હશે.

જણાવી દઈએ કે હરભજન સિંહે 2017 માં આ એપાર્ટમેન્ટ 14.5 કરોડ રૂપિયામાં ખરીદ્યું હતું. આ એપાર્ટમેન્ટ તેમણે જેબીસી ઇન્ટરનેશનલ ને રૂપિયા 17.58 કરોડની કિંમતે વેચી દીધું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *