વિક્કી કૌશલ સાથે લગ્ન કર્યાં બાદ કેટરીના કેફ ભારતીય સંસ્કારો અને રીતી-રીવાજોથી અનુસરવા લાગી છે, જુઓ તેની વાયરલ તસ્વીરો

Spread the love

બોલીવુડ ઇન્ડસ્ટ્રીનું વર્તમાન સમયનું સૌથી પોપ્યુલર કપલ વિક્કી કૌશલ અને કેટરીના કેફની જોડીથી કોણ વાકેફ નથી. મિત્રો આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે આ કપલએ હજી થોડા સમય પેહલા જ લગ્ન જીવનમાં જોડાયા હતા જેની ચર્ચા સોશિયલ મીડિયા પર ખબૂ થઈ રહી હતી. તમને ખબર જ હશે કે આ બંનેના લગ્નને લઈને સોશિયલ મીડિયા પર ઘણી બધી ચર્ચાઓ કરવામાં આવતી હતી.

હાલ આ અભિનેત્રીએ વિક્કી કૌશલ સાથે લગ્ન કર્યાં બાદ કેટરીનાએ ક્રિશ્ચયન હોવા છતાં તેણે ભારતીય સંસ્ક્રુતિને અપનાવી લીધી છે અને ભારતીય રીતી-રીવાજોને પણ અનુસરી રહી છે. એટલું જ નહી આ અભિનેત્રીમાં ૫ એવી વાત છે જે આ અભિનેત્રી ભારતીય છે તેવું સાબિત કરે છે. એવામાં કેટરીના કેફએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ૪ ડીસેમ્બરના રોજ એક તસ્વીર શેર કરી હતી જેમાં તેણે ગળામાં મંગળસૂત્ર પેહરીને નજરે પડી હતી.

જાણવા મળ્યું છે કે આ મંગળસૂત્રની કિંમત ૫ લાખ રૂપિયા છે, આ તસ્વીરમાં અભિનેત્રીના ગળામાં મંગળસૂત્ર જોઇને ચાહકોએ તેની ખુબ સરાહના કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે હિન્દુ ધર્મ અનુસાર લગ્ન કર્યાં પછી દુલ્હનને ચોખા ચઢાવાણી રસમ કરવામાં આવતી હોય છે, આ રસમ અનુસાર દુલ્હન રસોઈ ઘરમાં પ્રવેશ કરવાની સાથે પરિવાર જનો માટે જમવાનું તૈયાર કરે છે, કેટરીનાએ પણ આ રસમને અનુસરી હતી અને પોતાના પરિવારજનો માટે શીરો તૈયાર કર્યો હતો જેની તસ્વીર તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી હતી.

આ અભિનેત્રી ક્રિશ્ચયન હોવા છતાં તેણે વિક્કી કૌશલ સાથે ભારતીય રસમો અને રીતી રીવાજો દ્વારા લગ્ન કર્યાં હતા. અભિનેત્રીએ પીઠી અને સાત ફેરા લઈને વિક્કી કૌશલ સાથે લગ્ન કર્યાં હતા, લોકો દ્વારા કેહવામાં આવ્યું હતું કે આ કપલએ પેહલા હિન્દી રીતી-રીવાજોમાં લગ્ન કર્યાં બાદ ક્રિશ્ચયન રીતી-રીવાજોમાં પણ લગ્ન કરશે પરંતુ એવું થયું નહી.

તમને જણાવી દઈએ કે કેટરીના અને વિક્કી કૌશલએ હનીમૂન મનાવા માટે માલદીવ્સ ગયા હતા ત્યારબાદ તે ફરી ભારત પરત ફર્યા ત્યારે તેઓને એરપોર્ટ પર જોવા મળ્યા હતા. આ દરમિયાન આ અભિનેત્રીએ સવ્યસાચી દ્વારા તૈયાર કરવામાં આવેલ સુટ પેહર્યો હતો જેમાં કેટરીના નવી નવેલી દુલ્હન લાગી રહેલી હતી. આ કપલને હાલના સમયમાં ખુબ પ્રેમ મળી રહ્યો છે, એટલું જ નહી આ કપલને ખુબ પોપ્યુલર માનવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *