લગભગ ૧૦૮ વર્ષ પેહલા ચોરાઈ હતી માં અન્નપૂર્ણાની મૂર્તિ, એટલા સમય પછી હવે પોહચી ભારત, જાણો પૂરી વાત….

Spread the love

અંદાજે ૧૦૦ વર્ષ પેહલા કાશી નગરમાંથી ચોરેલી માં અન્નપુર્ણાની મૂર્તિએ મોદી સરકારના પ્રયાસને લીધે કેનેડાથી ફરી ભારત આવી ગઈ છે. જાણકારી અનુસાર અન્નપુર્ણાની મૂર્તિએ કેનેડામાં સ્થિત એક વિશ્વવિદ્યાલય યુનિવર્સીટી ઓફ રેજિનના મૈકેંજી આર્ટ ગેલેરીમાં રાખવામાં આવી હતી જે હવે મોદી સરકાર ના પ્રયાસ બાદ કેનેડા સરકારએ માં અન્નપુર્ણાની મૂર્તિને ફરી ભારતને પરત આપી.

ગુરુવારના દિવસે માં અન્નપુર્ણાની મૂર્તિ કેનેડાથી દેલ્હી એરપોર્ટ પર લાવવામાં આવી હતી. હવે આ મૂર્તિને સડક માર્ગે કાશી નગરી લાવવા માટે નિશ્ચિત અધિકારીઓની ટીમએ દિલ્હી પોહચી છે. ૧૨ નવેમ્બરએ સોરા અને કાસગંજ તથા ૧૩ નવેમ્બરે કાનપુર બાદ ધર્મ યાત્રાએ ૧૪ નવેમ્બરએ અયોધ્યા પોહચવાની છે. અયોધ્યામાં થોડો સમય રહ્યા બાદ ૧૪ નવેમ્બરની રાત્રે મૂર્તિએ વારાણસી પોહચશે. આ મૂર્તિને ૧૫નવેમ્બરએ કાશી વિશ્વનાથ ધામમાં સ્થાપિત કરવામાં આવશે.

આ મૂર્તિએ લગભગ એક સદી બાદ ભારત પાછી આવતી હોવાથી તેનું સ્વાગતએ ખુબ ધૂમધામ થી રથયાત્રા કાઢવામાં આવી હતી. મૂર્તિએ ગાઝીયાબાદ થી ગૌતમ બુદ્ધ નગર પોહચશે. આ મૂર્તિનું ૮ સ્થળોએ ઢોલ નગાડા અને ફૂલોની વર્ષા કરીને સ્વાગત કરવામાં આવશે. ૧૩ નવેમ્બરએ માં અન્નપુર્ણાની મૂર્તિ લખનઉ પોહચશે અને બીજેપીનું મહાનગર ઇકાઈ પાસેના સ્થળે-સ્થળે માતાની મૂર્તિનું સ્વાગત કરવામાં આવશે. બીજેપી મહાનગર અધ્યક્ષ મુકેશ શર્માનું એવું કેહવું છે કે અ યાત્રાએ લખનઉંથી બારાબંકી થતા અયોધ્યા જવાની છે. તેના પછીનાં દિવસે માતાની મૂર્તિએ વારાણસી પોહચશે અને આ મૂર્તિની ૧૫ નવેમ્બરએ સ્થાપના કરવામાં આવશે.

કેહવામાં આવે છે કે મૈકેંજીએ ૧૯૧૩માં ભારતની યાત્રા કરી હતી, ત્યારે કાશીના એક ઘાટથી મૂર્તિની ચોરી કરવામાં આવી હતી અને તેને કેનેડા લઇ જવામાં આવી હતી. આ મૂર્તિમા માં અન્નપુર્ણાના એક હાથમાં ખીરનો કટોરો છે અને બીજા હાથમાં ચમચી છે. તમને જણાવી દઈએ કે ભારતીય આર્ટીસ્ટ દિવ્યા મેહરાની નજર ગૈલેરીમાં સ્થાયી સંગ્રહમાં આ મૂર્તિ પર ગઈ ,ત્યારબાદ તેણે ગેરકાયદેસર  મૂર્તિને કેનેડા લઇ જવાનો મુદો ઉઠાવ્યો હતો. લગભગ બે મહિનાની મેહનત બાદ આ મૂર્તિએ ફરી ભારત માં પાછી ફરી છે.

વિડીયોમાં તમે જોઈ જ શકો છો કે માં અન્નપુર્ણાની મૂર્તિનું કેટલી ધામધૂમ થી સ્વાગત કરવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે મૂર્તિની સાથો સાથ દિલ્હીથી શરુ થનાર ધર્મયાત્રાનું બધા જ સ્થળે ખુબ ધામ ધૂમથી સ્વાગત કરવામાં આવશે અને આ યાત્રા માં બધા લોકોએ ખુબ ઉત્સાહ ભેર ભાગ લેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *