રૂપાલી ગાંગુલી નહી, પરંતુ આ અભિનેત્રી છે વાસ્તવિક જીવનની “અનુપમા”. આ અભિનેત્રી છે…

Spread the love

વર્તમાન સમયમાં જો નાના પડદાના બેસ્ટ શો વિશે વાત કરવામાં આવે તો મગજમાં ફક્ત એક જ સીરીયલ યાદ આવે છે તેનું નામ ‘અનુપમા’ છે. આ સીરીયલએ પોતાની શાનદાર સ્ટોરી અને કલાકરોની સારી એવી એક્ટિંગને લીધે આ સીરીયલએ ખુબ ઓછા સમયમાં વધુ નામ ક્માવ્યું છે. આ સીરીયલએ લોકોના દિલ પર રાજ કરે છે અને દર્શકો દ્વારા ખુબ પસંદ પણ કરવામાં આવે છે.

આ સીરીયલએ ટીઆરપીની બાબતે ખુબ આગળ વધતી આવી રહી છે. આ સીરીયલની લીડ કલાકાર છે, આ શોની સફળતા પાછળ અનુપમનો મુખ્ય ભાગ છે. અનુપમાના જીવનમાં આવનારા ટ્વીસ્ટો લોકોને ખુબ પસંદ આવે છે. પણ શું તમે જાણો છો , કે રૂપાલી ગાંગુલીએ વાસ્તવિક અનુપના નથી. ચાલો તમને આ પોસ્ટના માધ્યમથી અમે તમને વાસ્તવિક અનુપમા વિશે જણાવી રહ્યા છીએ.


હાલતો તમે વિચારમાં હશો કે રૂપાલી ગાંગુલીએ વાસ્તવિક અનુપમા નથી તો આનો શું અર્થ થયો? તમે અંદાજો લગાવવા લાગ્યા હશો કે આ સીરીયલમાં અનુપમાનું કિરદાર પેહલા બીજી કોઈ એક્ટ્રેસ ભજવતી હશે, પરંતુ ના એવું નથી. તમને જણાવી દઈએ કે અનુપમાંએ બાંગ્લા સીરીયલ ‘શ્રીમોઈ’ ની હિન્દી રીમેક છે, તમે આ જાણીને આશ્ચર્યચકિત થયા હશો.

બાંગ્લા ભાષામાં આ શોને પણ એટલો જ પ્રેમ આપવામાં આવે છે જે જેટલો આપણે  હિન્દીમાં આપીએ છીએ. અ શોમાં અનુપમાનું કિરદારએ ‘ઇન્દ્રાણી હલદર’ એ નિભાવ્યું હતું અને એટલું જ નહી અનુપમાની પૂરી કહાનીએ ‘શ્રીમોઈ’ માંથી જ લેવામાં આવી હતી. જાણવા મળ્યું છે કે ‘શ્રીમોઈ’ એ સ્ટાર જલસા પર પ્રસારિત થઈ રહી છે. તેની શરુઆત ૧૦ જુન ૨૦૧૯માં થયું હતું ત્યારથી આ સીરીયલએ દર્શકોની પસંદીદા શો બની ચુક્યો છે.

તમને જણાવી દઈએ કે ઇન્દ્રાણી હલદર બાંગ્લા ફિલ્મોનું એક જાણીતું નામ છે, એટલું જ નહી તેના ચાહકો પણ ખુબ વધુ સંખ્યામાં છે. બોલીવુડ ઇન્ડસ્ટ્રીની સુપરસ્ટાર રાની મુખર્જીની પેહલી બાંગ્લા ફિલ્મ ‘બીયેર ફૂલ’ ઇન્દ્રાણી સાથે જ થઈ હતી. ઇન્દ્રાણીને પોતના શાનદાર અભિનય અને પોતાની કલાકારીને લીધે એક રાષ્ટ્રીય પુરસ્કાર, ત્રણ બીએફજેએ પુરસ્કાર અને બે આનંદલોક પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવી હતી. ઇન્દ્રાણીએ બીઆર ચોપડાનો શો ‘માં શક્તિ’ માં એક મહત્વની ભૂમિકા ભજવી હતી, એટલું જ નહી તેણે ઘણા બધા હિન્દી ટીવી શોમાં કાર્ય કરી ચુકી છે. વર્ષ ૨૦૦૮મ હિન્દી ઇન્ડસ્ટ્રીમાં કાર્ય કરવા માટે ઇન્દ્રાણીએ મુંબઈ આવી હતી. તેની પોપ્યુલારીટી અને અભિનયને જોઈને તે કેહવું ખોટું નથી કે તે એક સાચી અનુપમા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *