બનારસના ઘાટ પર સળગતી ચિતાની સામે કલાકો સુધી બેઠા રહેતા હતા વિક્કી કૌશલ, તેની દેખ રેખ પણ કરે છે, જાણો તેનું કારણ….

Spread the love

ફિલ્મી અભિનેતાઓએ પોતે પૂરે પુરા જે તે વ્યક્તિના પાત્રને વધુમાં વધુ અસરકારક બનાવા માટે કોઈ પણ હદ પાર કરી જાય છે. અભિનેતાને અમુક વખત એવું કાર્ય કરવું પડે છે જે તેણે કદી ના કર્યું હોય અને તે સામાન્ય જીવનની તુલનામાં આ ઘણી વાર કઠીન હોય છે. આ મેહનતનું સારું ફળ પણ મળે છે અને જયારે ફિલ્મોને મોટા પડદા પર બતાવામાં આવે ત્યારે દર્શકોનું દિલ જીતી લે છે.

આજે અમે આ લેખમાં હિન્દી સિનેમામાં ઉભરતા કલાકાર વિક્કી કૌશલથી જોડાયેલી એક ખાસ વાત વિશે તમને જણાવીએ છીએ. અત્યાર સુધીમાં વિક્કી કૌશલએ બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં પોતાની સારી છાપ છોડવામાં સફળ રહ્યો છે. હાલ વિક્કી કૌશલના ચાહકોએ લાખોમાં છે. લોકો તેની બધી ફિલ્મોને ખુબ પ્રેમ આપી રહ્યા છે. વર્ષ ૨૦૧૮મ આવેલી ” ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઈક” ફિલ્મમાં થી તેન ખૂબ લોક પ્રિયતા પ્રાપ્ત થય હતી. પણ આ ફિલ્મ પેહલા તેની હજુ એક ફિલ્મ આવી હતી જે હીટ રહી હતી. હાલાંકી આજે અમે તમને તેની જ એક એવી ફિલ્મ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.

અમે તમને જે ફિલ્મ વિશે જણાવા જઈ રહ્યા છીએ તે ફિલ્મનું નામ ‘મસાન’ છે. આ ફિલ્મએ ૨૦૧૫માં રજુ થય હતી જેના નિદર્શન કાર્ય નીરજ ધવનએ કર્યું હતું. આ ફિલ્મમાં વિક્કી કૌશલ એક મહત્વની ભૂમિકા ભજવી હતી. ખાસ વાત તો એ છે કે આ ફિલ્મએ વિક્કી કૌશલની લીડ રોલમાં પ્રથમ ફિલ્મ હતી. આની પેહલા વિક્કી કૌશલએ ફિલ્મોમાં નાના પાત્રો ભજવ્યા હતા. આ ફિલ્મ બાદ વિક્કીના ખુબ વખાણ થયા હતા.

વિક્કીએ મસાન ફિલ્મ માટે તન તોડ મહેનત કીર હતી અને તેની મેહનત રંગ પણ લાવી. પોતાના કિરદારમાં પૂરી રીતે ઉતરવા માટે વિક્કી કૌશલ કલાકો સુધી સળગતી ચિતા સામે બેઠો રેહતો હતો. જણાવી દઈએ કે ફિલ્મમાં પણ આજ બતાવામાં આવ્યું હતું પણ આને સારી રીતે બતાવા માટે વિક્કીને આવું કરવું પડ્યું. શુટિંગ દરમિયાન વિક્કી કૌશલનો સામનો મુર્દા સાથે થતો હતો અને આ દરમિયાન તેણે ઘણી ચિંતાઓ આંખોમાં જોઈ અને તેની દેખરેખ પણ કરી હતી.

તમને જણાવી દઈએ કે ‘મસાન ‘નું વધુ પડતું શુટિંગ કાર્યએ વારાણસીમાં ગંગાનદીના તટ પર સ્થિત એક પ્રસિદ્ધ ઘાટ , મણીકરણીકા ઘાટ પર કરવામાં આવ્યું હતું. ફિલ્મમાં પંકજ ત્રિપાઠી, રીચા ચઢાં ,શ્વેતા ત્રિપાઠી જેવા કલાકારોએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. ખાસ વાત એ છે કે આ ફિલ્મને ૨૦૧૫માં કોન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં બે એવોર્ડ પણ જીત્યા હતા.

વિક્કીની સાથે જ તે તેના પિતાનું પાત્ર ભજવનાર અભિનેતા વિનીતને પણ આ વસ્તુ કરવી પડી હતી. તેના માટે વિનીતએ એક સપ્તાહ સુધી દરરોજ મણીકરણીક ઘાટ પર ચિતાઓ સળગાવી હતી. જણાવામાં આવે છે કે વિનીત દરરોજ ૧૦ કલાક ઘાટ પર પોતાના કિરદારને ઉત્તમ બનવા માટે આવું કરતા હતા. વિનીતએ ‘મસાન’ ફિલ્મમાં ડોમરોજ ( ચિતાને સળગાવનાર) ની ભૂમિકા ભજવી હતી.

હાલ તો અત્યારે વિક્કી કૌશલ પોતાની નીજી જીવનને લઈને ઘણીવાર ચર્ચામાં રહે છે. તેનું નામ લાંબા સમયથી અભિનેત્રી કેટરીના કેફ સાથે જોડાયેલું રહે છે. હાલમાં જ ખબર આવી છે કે કેટરીના કેફ અને વિક્કી કૌશલ એ ચોરી છુપે સગાઈ કરી લીધી છે , પણ કેટરીનાની ટીમએ આ ખબરને અફવા જણાવે છે. પરંતુ બનેના સબંધએ કોઈ થી છુપો નહી રહે , અભિનેતા અનીલ કપૂરના પુત્ર હર્ષવર્ધન કપૂરે પણ આમાં મોહર લગાવી ચુક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *