તારક મેહતા શો માં મીસીસ સોઢીએ બોલીવુડમાં આવી ચુકી છે નજર, તેણે અક્ષય કુમાર સાથે પણ કાર્ય કર્યું છે.

Spread the love

બોલીવુડ ઇન્ડસ્ટ્રીની જેમ જ ટીવી ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા શો લોન્ચ થાય છે , જયારે અમુક શો એવા હોય છે કે જે લોકોને ખુબ પસંદ આવે છે અને અમુક શો એવા હોય છે કે જે દર્શકોને મનોરંજન આપી શકતા નથી. એવામાં ઘણા વર્ષોથી દર્શકોની પેહલી પસંદ બની રેહવુંએ કોઈ પણ ટીવી શો માટે ખુબ મોટી વાત છે. આવો જ કમાલ કર્યો છે ‘તારક મેહતા કા ઉલટા ચશ્માં’ આ શોને છેલ્લા ૧૨ વર્ષથી ખુબ પ્રેમ મળ્યો છે.

આ શોમાં કોમેડી સાથે દર્શકોને અમુક વાતની સમજ આપવામાં આવતી હોવાથી આ શો એ છેલ્લા ૧૨ વર્ષથી દર્શકોના દિલો પર રાજ કરતો આવ્યો છે. આ શોના બધા જ કીરદારોને એક સરખું જ મહત્વ આપવમાં આવે છે. આજ કારણ છે કે આ શો એ પોતની એક  સારી છબીએ દર્શકોના મન માં ઉભી કરી નાખી છે. હવે તો લોકોએ શોના એક્ટ્રેસને પણ તેના કીરદારોના  નામ થી ઓળખે છે.

મહત્વનું પાત્ર સિવાયના સાઈડ એક્ટ્રેસને પણ એટલું જ મહત્વ આપવામાં આવે છે. એવું જ એક કિરદાર છે મિસેસ સોઢી, વર્ષોથી આ કિરદારએ દર્શકોના મન પર પોતાની એક અલગ જ છાપ ઉભી કરનાર જોનીફર મિસ્ત્રીએ ઘણા બોલીવુડની ફિલ્મોમાં પણ કાર્ય કરી ચુકી છે. જોનીફર મિસ્ત્રીએ મૂળ મધ્યપ્રદેશના જબલપુરની રેહવાસી છે,

તેને એક્ટિંગ ક્ષેત્રમાં આગળ વધવું હતું એટલે તેણે મુંબઈ તરફ પ્રયાણ કર્યું. જોનીફર મિસ્ત્રીએ શરુઆત થી જ રોશન સિંહ સોઢીની પત્નીનું કિરદાર ભજવે છે. લોકો તેના કિરદારને ખુબ પસંદ કરે છે અને તેના ચાહકોએ લાખોમાં છે. તમને જણવી દઈએ કે વર્ષ ૨૦૧૩માં કોઈ અંગત કારણોને લીધે જોનીફર મિસ્ત્રીએ આ શો ને છોડી દીધો હતો, પણ ૨૦૧૬માં શોના રચયિતાઓ દ્વારા તેને ફરી થી આ શોમાં શામેલ કરવામાં આવી હતી.

તેણે આવીને પણ મિસ સોઢીનું જ કિરદાર નિભાવ્યું હતું, આ જોઈને તેના ચાહકો પ્રસન્ન થયા હતા. જોનીફર મિસ્ત્રીએ મિસ સોઢીના કિરદારથી ખુબ જ લોકપ્રિય બની ચુકી છે. તેણે આ શોની સિવાય ઘણા ટીવી શો અને ઘણી બધી ફિલ્મોમાં આવી ચુકી છે. તેણે ‘એરલીફ્ટ’ અને ‘હલાબોલ’ જેવી ફિલ્મોમાં પણ કાર્ય કર્યું છે, પરંતુ તેની જેટલી પ્રસીધીએ મિસ સોઢીના કિરદારથી થઈ છે તેટલી બીજા એકેય પાત્ર ભજવવાથી નથી થઈ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *