મહિલા પોલીસ ઇન્સ્પેકટરની બહાદુરી જુઓ, ગંભીર રીતે ઘાયલ થયેલ વ્યક્તિને પોતાના ખભા પર લઈને પોહચાડ્યો હોસ્પિટલ….

Spread the love

હાલના સમયમાં સ્ત્રીઓએ કોઈ વાતએ પાછી પડતી નથી. સ્ત્રીઓએ હાલ દેશના ગમે તે ખૂણામાં પોતાની જવાબદારી અદા કરતી હોય છે અને બહાદુરી બતાવીને પોતાની ક્ષમતા બતાવી રહી છે. એવી જ એક બહાદુરી ભર્યો કિસ્સોએ આજે તમને જણાવા જઈ રહ્યા છીએ. આજના સમયમાં ગુનાઓનું પ્રમાણ ખુબ વધતું જઈ રહ્યું છે, જેના પર અંકુશ રાખવાનો પોલીસનો ધર્મ હોય છે. પોલીસકર્મીઓ એ ૨૪ કલાક આપડી સેવામાં હાજર હોય છે પરંતુ ઘણી વાર તેના કાર્યને લીધે ઘણા સવાલો ઉઠાવામાં આવે છે અને ઘણા લોકોના મનમાં પણ પોલીસ પ્રત્યેની ખોટી છાપ બંધાય ગઈ છે. કોઈ એક પોલીસ કર્મચારીના લીધે બધા પોલીસ કર્મીઓનું નામ ખરાબ થાય છે, અમુક લોકો તો એવા પણ છે જે પોલીસનું નામ સાંભળીને ભય અને નફરત અનુભવે છે. હાલ સોશિયલ મીડિયામાં એક મહિલા પોલીસ કર્મચારીનો વિડીયોએ ખુબ વાયરલ થઈ રહ્યો છે.

આ વિડીયોમાં પોલીસનું એક અલગ જ રૂપ જોવા મળે છે. વાસ્તવમાં આ થોડા દિવસથી તમિલનાડુમાં ભારે વરસાદને કારણે લોકોને મુશ્કેલીઓમાં વધારો છે. આ વરસાદને કારણે ઘણા મકાનોએ શતી ગ્રસ્ત થયા છે અને ઝાડોએ તૂટીને રસ્તા પર આવી ગયા છે. એવામાં એક મહિલા પોલીસ ઇન્સ્પેકટરનો વિડીયો ખુબ ઝડપથી વાયરલ થય રહ્યો છે. આ મહિલા પોલીસ ઇન્સ્પેકટરનું નામએ રાજેશ્વરી છે.
આપ સૌ આ વિડીયોમાં સ્પષ્ટ પનણે જોઈ શકો છો કે ઇન્સ્પેકટર રાજેશ્વરીએ એક વ્યક્તિને પોતાના ખભા પર બેસાડીને દોડતી હોય તેવું નજરે પડે છે. આ વ્યક્તિએ બેભાન થયો ત્યારે તે વ્યક્તિને તાત્કાલિક સારવારની જરૂરિયાત હતી, એવામાં મહિલા ઇન્સ્પેકટર રાજેશ્વરીએ બેભાન વ્યક્તિને પોતાના ખભા પર ઉઠાવીને અને રીક્ષામાં સુવડાવીને હોસ્પિટલમાં સારવાર માટે આ વ્યક્તિને રવાના કર્યો હતો.

સોશિયલ મીડિયામાં આ બહાદુર મહિલા ઇન્સ્પેકટરની લોકોએ વખાણ કરતા નથી થાકતા. ન્યુઝ એજન્સી ANI એ આ વિડીયોને અપલોડ કર્યો હતો. જાણકારી અનુસાર, આ મહિલા ઇન્સ્પેકટર રાજેશ્વરી ચેન્નાઈના ટીપી છેતરામ પોલીસ સ્ટેશને પોતાની જવાબદારી અદા કરી રહી છે. એવું કેહવામાં આવે છે કે ભારે વરસાદમાં રાજેશ્વરીને એક વ્યક્તિએ રસ્તા પર બેભાન હાલતમાં જોવા મળ્યો હતો , પછી તેણે લોકોની મદદ લઈને તે વ્યક્તિને તરત જ હોસ્પિટલ પોહચાડ્યો હતો.

જો આ વ્યક્તિને સમયસર સારવાર મળી ન હોત તો તે વ્યક્તિને તેના માટે થઈને પોતાનો જીવ ગુમાવવાનો વારો અવેત. મહિલા ઇન્સ્પેકટર રાજેશ્વરીના કારણે આ વ્યક્તિનો જીવ બચ્ચી ગયો હતો. મીડિયા રીપોર્ટ અનુસાર ચેન્નાઈના પોલીસ આયુક્ત શંકર જીવાલનું એવું કેહવું છે કે રાજેશ્વરીએ હેમશાથી આવા કાર્ય કરતી આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *