‘તારક મેહતા’ શોની જૂની સોનું અને ગોલી વચ્ચે શું ચાલી રહ્યું છે? તસ્વીરો જોઇને ચાહકોએ ઉઠાવ્યા સવાલો, જાણો પૂરી વાત

Spread the love

તમને જણાવી દઈએ કે તારક મેહતા કા ઉલ્ટા ચશ્માં શોએ છેલ્લા ૧૩ વર્ષથી લોકોને મનોરંજન પૂરું પાડી રહ્યું છે. આ શોના તમામ કલાકરોએ પોતાની એક્ટિંગને લીધે ચાહકોના દિલમાં એક અલગ જગ્યા બનાવી લીધી છે. આજની આ પોસ્ટમાં અમે તમને આ શોની વાસ્તવિક જીવન કે આ શોની કહાની વિશે નથી જણાવાના પણ આજ અમે ગોલી એટલે કે કુશ શાહ અને આ શોમાં જુના એપિસોડમાં સોનુંનું પાત્ર ભજવનાર નિધિ ભાનુશાલી વિશે જણાવા જઈ રહ્યા છીએ. નિધિ ભાનુશાલીએ પોતાની એક તસ્વીરને લઈ ને વર્તમાન સમયમાં ખુબ ચર્ચામાં આવી છે.

નિધિ ભાનુશાલીએ પોતાના instagram પ્રોફાઇલ પર એક તસ્વીર શેયર કરી હતી, જેમાં તે ‘તારક મેહતા’ શોના ગોલી એટલે કે કુશ શાહ સાથે જોવા મળી છે. આ બંને કલાકરોને હાલમાં લાખોની સંખ્યામાં ચાહકો છે. આ તસ્વીરો જોઇને તેના ચાહકોના મનમાં ઘણા બધા સવાલો ઉભા થયા છે. સમાન્ય વાત છે કે આવી તસ્વીર જોઇને તમને પણ આવા સવાલ થતા હશે, તો ચાલો આ બાબત વિશે અમે તમને સંપૂર્ણ માહિતગાર કરીએ.

મિત્રો આ શેયર કરવામાં આવેલી તસ્વીરમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે કુશના હાથમાં સાવરણી જોવા મળે છે, એટલું જ નહી આ તસ્વીરમાં તમે ખુશ શાહના ચેહરા પર એક અલગ પ્રકારનો ડર જોવા મળે છે, તેની પાછળ નિધિ ભાનુશાળી ઉભી છે. આ તસ્વીરો જોઈને ઘણા બધા લોકોએ અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. હાલતો આ તસ્વીરોને ઘણા બધા લોકોએ જોઈ છે અને આ પોસ્ટ પર લાઈક પણ ઘણી બધી આવી છે. એક યુઝર કમેન્ટમાં પોતાની પ્રતિક્રિયા આપતા કહે છે કે ‘ગોલી બેટા મસ્તી નહી’ જ્યારે બીજો યુઝર જણાવે છે કે,’ ટપ્પુએ ક્યાંક બેઠીને રડી રહ્યો હશે.’ આવી ઘણી બધી કમેન્ટએ યુઝરો દ્વારા કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે નિધિ ભાનુશાલીએ વર્ષ ૨૦૦૮ થી ૨૦૧૩ સુધી આ શોમાં કાર્ય કર્યું હતું, વર્ષ ૨૦૧૩માં નિધિના કિરદારને બદલી નાખવામાં આવ્યું હતું. થોડા સમય પેહલા જ તે તારક મેહતા શોની ટીમએ એક લગ્નમાં નજરે પડી હતી. શોની એક્ટ્રેસ પ્રિયા અહુજા અને ડાયરેક્ટર રાજવ માલદાએ પોતની ૧૦ મી એનિવર્સરીને લઈને બીજી વખત લગ્ન કર્યાં હતા, આ લગ્નમાં શોની પૂરી ટીમએ હાજરી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *