જાણો ચંદ્ર ગ્રહણના અદ્ભુત દ્રશ્યો ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે, ચંદ્ર ગ્રહણને લગતી આ અદ્ભુત વાતો જેને તમે જાણીને આશ્ચર પામશો

Spread the love

સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણએ વેજ્ઞાનિક અને પોરાણીક રૂપ થી એક મુખ્ય ઘટના માનવામાં આવે છે. વેજ્ઞાનિકોના દ્રષ્ટિકોણથી ચંદ્ર ગ્રહણએ એક ખગોળીય ઘટના છે અને ધાર્મિક દ્રષ્ટિકોણ થી ગ્રહણએ પૌંરાણીક ઘટના સાથે જોડાયેલ છે. આવું જે એક ગ્રહણએ ૧૯ નવેમ્બરના રોજ લાગવાનું છે. આ ગ્રહણની ખાસ વાત એ છે કે આ દિવસે કાર્તિકી પૂર્ણિમા પણ છે એટલા માટે આ ગ્રહણએ ખુબ મહત્વનું બની જાય છે.

ગ્રહણને ધર્મિક દ્રષ્ટિકોણથી અશુભ માનવામાં આવે છે, આ વખતે ચંદ્ર ગ્રહણએ ભારતીય સમય અનુસાર સવારે ૧૧ કલાકે ૩૪ મિનીટથી શરુ થશે અને તેનો અંત ૫ કલાકે અને ૩૩ મિનીટએ થશે. આંશિક ગ્રહણનો કુલ સમય ૩ કલાક અને ૨૬ મિનીટનો હોય છે જયારે ઉપછાયા ગ્રહણની કુલ અવધી ૫ કલાક ૫૯ મિનીટની હોય છે. ઉપછાયા ચંદ્ર ગ્રહણને નરી આંખે જોઈ શકાતું નથી તેણે જોવા માટે ખાસ ઉપકરણોની જરૂર પડે છે.

આ ચન્દ્ર ગ્રહણ જોવા માટે જો ટેલેસ્કોપ હોય તો આ ઘટનાને જોવીએ વધુ રોચક બની જાય છે અને આ ઘટનાને સોલર ફિલ્ટર વાળા ચશ્માંથી પણ જોઈ શકાય છે. આ ચન્દ્ર ગ્રહણએ સવારે ૧૧ કલાક ૩૪ મિનીટથી શરુ થશે અને તેણે તમે ૫ વાગ્યા સુધીના વચ્ચેના સમયગાળામાં તેણે નિહાળી શકશો. આ ચંદ્ર ગ્રહણ જોવા માટે તમે સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ કરી શકો છો. ભારતમાં લાગવા વાળું આ ચંદ્રગ્રહણએ નરી આંખે જોઈ શકાતું નથી એટલા માટે આ ચંદ્રગ્રહણએ સરખી રીતે જોઈ શકાતું નથી. સોશિયલ મીડિયામાં ઘણી બધી એવી વેબસાઈટ છે જેમાં આ ગ્રહણનું લાઈવ પ્રસારણ કરવામાં આવતું હોય છે.

તમને જણાવી દઈએ કે આ ગ્રહણના સમય દરમિયાન કઈ પણ ખોરાક લેવો ન જોઈએ અને બનાવો પણ ના જોઈએ, ગ્રહણ પેહલા બનેલા ખોરાકમાં તુલસીના પાન નાખીને અને તેણે ઢાકીને રાખવામાં આવે છે. ગ્રહણ દરમિયાન ફળ અને ફૂલોના છોડવાએ તોડવા જોઈએ નહિ અને તેને અડવાની પણ ના પડવામાં આવે છે એટલે તુલસીના પત્તાને ગ્રહણ પેહલા જ તે તોડી લેવા જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *