કુતરા પ્રત્યેના પ્રેમના લીધે ૧૨ વર્ષની બાળકીએ છોડ્યો પરિવાર, જાણો પૂરી વાત….
હાલના સમયને ધ્યાનમાં લેતા તમે જોઈ જ શકો છો કે નાના બાળકો અને વડીલોને પાલતું પ્રાણીઓ સાથે ખુબ જ લગાવ અને સ્નેહ હોય છે. આવી જ એક ઘટનાએ બની છે જેમાં ૧૨ વર્ષની નાની બાળકીએ ઘર છોડીને ચાલી ગઈ હતી જેનું કારણ એ હતું કે પરિવાર તરફથી કુતરાને રાખવાની ના પાડતા આ બાળકીએ દુખી થઈને ધાર થી ઇન્દોર આવી ગઈ હતી. ગુરુવાર બપોરે જયારે ગંગવાલ બસ સ્ટેન્ડ પાસે એક રડતી બાળકી પર કોન્સ્ટેબલ સુલતાન સિંહ રાણાની નજર ગઈ હતી. પછી સુલતાન સિંહએ એ બાળકીને એકલી જોઈને બધી પૂછતાછ કરી.
પૂછતાછ દરમિયાન આ બાળકી જણાવે છે કે તેનું નામ મોહિની શર્મા કહ્યું અને તેણે જણાવ્યું કે તે છઠા ધોરણમાં ભણે છે અને તે ધારની રેહવા વાળી છે. આની સિવાય બાળકી જણાવે છે કે, તેના મમ્મી પપ્પા ઘરે ખીજાયા હોવાથી તે ઘર છોડીને ઇન્દોર આવી ચુકી છે. આ દરમિયાન આ બાળકીના ખોળામાં એક લેબ્રાડોર પણ હતો. આની પછી બાળકીને એકલા જોઈને પોલીસ અધિકારીઓએ બાળકીને પોલીસ સ્ટેશન જ લઇ ગયા, તેના પછી પોલીસ અધિકારીઓએ તેના પરિવાર જનોનો નંબર લઇને તેઓનો સંપર્ક કર્યો અને સંપૂર્ણ વાત કહી.
પોલીસને મોહિની જણાવે છે કે, અંદાજે ૬ વર્ષ પેહલા તેણે પોતાના ભેગા કરેલ પૈસા માંથી ૫૦૦૦ રૂપિયાનો લેબ્રાડોર ખરીદ્યો હતો. મોહિનીએ પૂરો દિવસ આ કુતરા સાથે રમ્યા રાખતી અને મસ્તી કર્યાં રાખતી. આ વાત તેના માતા-પિતાને પસંદ નહોતી આવતી અને તેઓ હમેશાં મોહિનીને ખીજાયા રાખતા હતા. આ કુતરુંએ ઘરમાં ગંદકી ફેલાવતું હતું. આથી તેની માતા નું કેહવું હતું કે જયારે મોહિનીએ સુય જશે ત્યારે આ કુતરાને ઘરની બહાર મુકવા જશે, આ વાત મોહિનીને પસંદ ન આવી અને તે તેણે વગર જાણ કરે કુતરાને સાથે લઇને ઘરેથી નીકળી પડી હતી.
બાળકનીના મતથી તે ધારથી ઇન્દોરની બસમાં બેઠી ગઈ હતી અને આ દરમિયાન બસવાળાએ પૈસા પણ લીધા ન હતા. જ્યારે મોહિનીના ઘરવાળાને તેની ખબર પડી તેવું તરત જ તેના પિતાએ ઇન્દોર પોહચી ચુક્યા હતા. તે પોલીસ કર્મચારીઓને જણાવે છે કે મોહિની ક્યારે ઘરની બહાર નીકળી ગઈ તેની તેણે કોઈ જાણ ન હતી. મોહિનીનું કેહવું છે કે તે પોતાના પાલતું કુતરા વગર નહિ રહી શકે, તે હેમશા માટે તેના સાથે રેહવા માંગે છે . આવું સાંભળીને તેના પિતાએ ખુશ થય ગયા અને તે કુતરાને સાથે રાખવાની સંમતી પણ આપી દીધી હતી.