આ વ્યક્તિએ ભંગાર માંથી ખરીદ્યા ૬ હેલીકોપ્ટ, જાણો આ હેલીકોપ્ટર ઉપયોગ તે કેવી રીતે કરી રહ્યો છે?

Spread the love

માણસોએ મશીનો સાથે ખુબ સારો સબંધ ધરાવે છે કારણ કે મશીનએ મનુષ્યોનું એવું હથીયાર છે જે આપણા બધા કામ સાવ ઓછા સમયમાં કરવાની ક્ષમતા ધરાવે છે. તમે જોયું જ હશે કે રસ્તા પર જયારે જેસીબી દેખાય છે ત્યારે તેને જોવા માટે લોકોની ભીડ જામે છે. એટલું જ નહી ભંગારમાં પડેલ કોઈ પણ વસ્તુએ કોઈના કોઈ કારણ દ્વારા કોઈક વ્યક્તિને તો આકર્ષતી હોય છે. આવો જ એક મામલોએ પંજાબમાં બન્યો છે,

જયારે અહી માનસા જીલ્લામાં ભંગારમાં પડેલ એક હેલીકોપ્ટર સૌ કોઈને આકર્ષીત કર્યાં હતા. એવામાં થયું એવું કે આ હેલિકોપ્ટરને જોવા માટે ઘણા બધા લોકોની ભીડ જમા થઈ ચુકી હતી અને લોકોએ તેની સાથે સેલ્ફી લેવા લાગ્યા હતા. તમને જણાવી દઈએ કે પંજાબ માનસાના રેહવાવાળા જાણીતા ભંગારવાળા મિઠુંના દીકરા ડીમ્પલ અરોડાએ ઉત્તરપ્રદેશમાં સહાનપુર જીલ્લાના સરસાવા એરબેઝના ૬ હેલિકોપ્ટર ખરીદી લીધા છે, જેની કિંમત ૭૨ લાખ રૂપિયા છે, એટલું જ નહી આ હેલીકોપ્ટરનો વજનએ૧૦ ટન જેટલો છે.

જાણવા મળ્યું છે કે આ હેલીકોપ્ટરને ઓનલાઇન હરાજીના માધ્યમથી ખરીદવામાં આવ્યું હતું. આ ૬ હેલીકોપ્ટર પૈક્કી ૩ હેલીકોપ્ટરએ વેચાય ગયા છે અને બાકીના ત્રણએ ડીમ્પલએ સોમવારે માનસા લઈ આવ્યા છે. જેને જોવા માટે ઘણા બધા લોકોની ભીડ જામી હતી. ડીમ્પલનું કેહવું છે કે તેના પિતા મીઠુંએ વર્ષ ૧૯૮૮માં ભંગારનું કાર્ય શરુ કર્યું હતું, તેઓનું કામ એટલું વધી ગયું કે હાલ તેઓની ૬ એકર જમીનમાં ભંગાર રાખેલ છે. કેહવામાં આવી રહ્યું છે કે પંજાબની સિવાય દેશના અન્ય જીલાઓ માંથી પણ ઘણી વખત ભંગાર ખરીદતા હોય છે.

ડીમ્પલ જણાવે છે કે ઓનલાઈન રીસર્ચ દરમિયાન ભંગારમાં વેચાય રહેલ આ હેલીકોપ્ટરની જાણ થઈ, એટલું જ નહી જ્યાંથી તેણે આ હેલીકોપ્ટર ખરીદ્યા ત્યાં સામેથી જ ૩ જહાજોનું હાથો હાથ વેચાણ થયું હતું. તે ઘણા સમયથી આ હેલીકોપ્ટરો ને ખરીદવા ઈચ્છતા હતા પરંતુ દેશમાં લોકડાઉનને કારણે તેવું થઈ શક્યું નહી.

ખાસ વાત એ છે કે ૬ માંથી ત્રણ હેલીકોપ્ટરનું તો જોત જોતામાં જ વેચાણ થય ગયું હતું. દિમ્પ્લો અરોડા અનુસાર એક હેલીકોપ્ટરએ લુધિયાના રોડ પર સ્થિત એક રિસોર્ટ માલિકે ખરીદી લીધું હતું જયારે બીજું હેલીકોપ્ટરએ ચંદીગઢના એક વ્યક્તિએ મોડેલ સ્વરૂપે શણગારવા માટે લીધું હતું અને ત્રીજું હેલીકોપ્ટરએ મુંબઈના એક ફિલ્મ નિર્માતાએ ખરીદ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *