‘અનુપમા’ શોમાં રૂપાલી ગાંગુલીનું માનું પાત્ર ભજવનાર માધવી ગોગટેનું નિધન થયું.
હાલના સમયમાં ‘અનુપમા’ એ એક એવો ધારાવાહિક શો બની ગયો છે જે અત્યારે ઘરે ઘરે જોવામાં આવે છે. આ શોની લોકપ્રિયતા એટલી વધી ચુકી છે કે આ શોના લાખો ચાહકો છે. એવામાં અનુપમાં શોમાં રૂપાલી ગાગુંલીની માનું પાત્ર ભજવનાર અભિનેત્રી માધવી ગોગટેનું નિધન થય ચુક્યું છે. રીપોર્ટ અનુસાર તેને કોરોના થયો હોવાનું સામે આવી રહ્યું છે,
૨૧ નવેમ્બરના રોજ તેણે મુંબઈ સ્થિત સેવેન હિલ્સ હોસ્પિટલમાં તેણે તેના અંતિમ સ્વાસ લીધા હતા. રૂપાલી ગાંગુલીએ પોતાના ઈનસ્ટાગ્રામ પર મેસેજ પોસ્ટ કરીને તેણે શ્રધાંજલિ આપી હતી. માધવીની ઉમર ૫૮ વર્ષ હતી. રીપોર્ટ અનુસાર, કોરના થયા બાદ માધવીની હાલત ખુબ ગંભીર હતી. રૂપાલી ગાંગુલીએ પોતાના ઇનસ્ટાગ્રામ પર લખ્યું, ઘણું બધું કેહવાનું રહી ગયું છે
માધવીએ અનુપમા શોમાં અનુપમની માનું પાત્ર ભજવ્યું હતું પછી તેની જગ્યા સવિતા પ્રભુને લેવામાં આવી હતી. માધવીની મિત્ર નીલું કોહલી તેણે શ્રધાંજલિ આપતા કહે છે કે ‘મને વિશ્વાસ નથી થઈ રહ્યો કે તું મને છોડીને ચાલી ગઈ છો. જયારે તે મારા મેસેજનો જવાબ ન.
View this post on Instagram
આપ્યો ત્યારે મારે તને ફોન કરીને તારી સાથે વાત કરી લેવી હતી. હવે હું પછતાય રહી છુ. માધવીને એકતા કપૂરના સીરીયલ ‘કહી તો હોગા’ મે સુજલની માંનું કિરદાર નિભાવા માંથી લોકપ્રિયતા મળી હતી. તે ‘કોઈ અપના સા’, ‘કહી તો હોગા’, ‘એસા કભી સોચા ના થા’ જેવી સીરીયલમાં કાર્ય કરી લીધું હતું.