પોતાના લગ્નના દિવસે જ તે દુલ્હન લગ્નના જોડામાં પોહચી પરીક્ષા આપવા, જુઓ વાયરલ વિડીયો

Spread the love

આપ સૌ ને ખબર છે કે હાલ તો લગ્નની સીઝનએ ખુબ જોરો શોરો થી ચાલી રહી છે, હાલના સમયમાં રોજબરોજ ઘણા બધા યુગલોએ લગ્ન સબંધમાં જોડતા હોય છે. લગ્નના આવા માહોલમાં રોનક જોવા જેવી હોય છે. અત્યારના સમયમાં તો સૌ કોઈ પોતાના સોશિયલ મીડિયાના એકાઉન્ટમાં પોતાના લગ્નના વિડીયો અને તસ્વીરો શેયર કરતા હોય છે. એટલું જ નહી આવા લગ્ન સાથે જોડાયેલ વિડીયો અને તસ્વીરોએ લોકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવતી હોય છે.

તમે બોવ ઓછી વખત જોયું હશે કે પરીક્ષા સ્થળ પર દુલ્હનએ લગ્નના જોડામાં પરીક્ષા આપવા માટે પોહચે છે. પરંતુ આ વચ્ચે એક વિડીયોએ ખુબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં રાજકોટની એક દુલ્હન પોતાના  લગ્નના પેહલા જ તે પરીક્ષા આપવા માટે પોહચી હતી. આ દુલ્હનનું નામએ શિવાંગી બગધારિયા છે.

વિડીયોમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે રાજકોટની શિવાંગીએ પોતાના લગ્નના દિવસે જ તે સારી રીતે તૈયાર થઈને પરીક્ષા આપી રહી છે. મીડિયા રીપોર્ટ અનુસાર શિવાંગી બગધરિયા પોતના થનાર પતિ સાથે બીએસડબ્લ્યુની ૫માં સેમેસ્ટરની પરીક્ષા આપવા ગઈ હતી. આપણે સૌ વિડીયોમાં જોઈ જ શકીએ છીએ કે દુલ્હનએ પોતાના લગ્નના જોડામાં પૂરી એકગ્રતા સાથે પરીક્ષા આપી રહી છે. આ વિડીયોએ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થય રહ્યો છે, એટલું જ નહી આ વિડીયો જોઈને ઘણા બધા લોકો એ આશ્ચર્યચકિત પણ થયા છે.તેઓ બંનેના પરિવાર વાળાએ તેઓના આ વિચારને સમર્થન આપ્યું હતું. દુલ્હનનું કેહવું છે કે લગ્નની તારીખએ નક્કી થય ચુકી હતી ત્યારે પરીક્ષાનું શેડ્યુલએ જાહેર થયું ન હતું. કમનસીબીને લીધે લગ્નની તારીખ અને પરીક્ષાની તારીખએ સાથો સાથ આવી ગઈ એટલા માટે દુલ્હનએ પેહલા પરીક્ષા આપીને લગ્ન સમારોહ માટે નીકળી ચુકી હતી.

આ વિડીયોને અત્યાર સુધીમાં ૪ લાખથી પણ વધુ લોકો જોઈ ચુક્યા છે. તમને જણાવી દઈએ કે આ વિડીયોએ વિરલ ભયાની દ્વારા શેયર કરવામાં આવ્યો હતો. આ વિડીયો જોઈને ઘણા બધા લોકોએ આશ્ચર્ય પામ્યા હતા કે દુલ્હનએ પરીક્ષા ખંડમાં કેવી રીતે પોહચી? શિવાંગીએ પોતાના જીવનને પ્રાથમિકતા આપવાની સાથો સાથ પોતાના અભ્યાસને પણ સરખું મહત્વ આપ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

આ વિડીયોને જોઈને ઘણા બધા લોકોએ પોત પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી. અમુક લોકોએ શિવાંગીના વખાણ કરી રહ્યા છે જ્યારે અમુક લોકોએ આ વિડીયો પર સવાલો ઉઠાવી રહ્યા છે. એક યુઝર જણાવે છે કે ‘મેકઅપએ પરીક્ષા આપ્યા પછી પણ થઈ શકે છે’ જયારે એક યુઝર જણાવે છે કે ‘શિક્ષાના મૂળ કડવા હોય છે પણ તેના ફળએ ખુબ મીઠા હોય છે.’ આ રીતે લોકોએ પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *