પ્રેસ કોન્ફરન્સમાં BCCI પર ગુસ્સે ભરાયેલા વિરાટ કોહલી એ કહ્યું કે હવે…. જુવો વિડિયો

Spread the love

ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જઈ રહી છે જ્યાં તેને ત્રણેય ફોર્મેટમાં મેચ રમવાની છે. આ દરમિયાન ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ બુધવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. વિરાટ કોહલીએ પોતે ODI સિરીઝમાં ના રમવા અંગે ચાલી રહેલી અટકળોનો જવાબ આપ્યો છે અને કેપ્ટનશિપ પર પોતાનો અભિપ્રાય પણ આપ્યો છે. આ દરમિયાન વિરાટ કોહલીએ કહ્યું કે તેણે ક્યારેય BCCI સાથે આરામ અંગે વાત કરી નથી.

હું ODI શ્રેણી રમવા માટે ઉપલબ્ધ છું. કોહલીએ કહ્યું, ‘પાંચ પસંદગીકારોએ નક્કી કર્યું છે કે હું વનડેનો કેપ્ટન નહીં બનીશ. મને આ વિશે પહેલા કોઈ ખ્યાલ નહોતો. હું ODI શ્રેણી માટે ઉપલબ્ધ છું. વિરાટ કોહલીએ કહ્યું કે બોર્ડે ટેસ્ટ ટીમની પસંદગીના દોઢ કલાક પહેલા તેમનો સંપર્ક કર્યો હતો. બેઠક દરમિયાન પસંદગીને લઈને ચર્ચા થઈ હતી અને ત્યારબાદ મુખ્ય પસંદગીકારે કહ્યું હતું કે કોહલીને ODI ટીમનો કેપ્ટન બનાવવામાં આવશે નહીં અને કોહલીએ કહ્યું કે મને તેનાથી કોઈ વાંધો નથી.ત્યારથી એવા અહેવાલો આવ્યા હતા.

કે બંને ખેલાડીઓ એકબીજાની કપ્તાની હેઠળ રમવા માંગતા નથી. રોહિત અને વિરાટ વચ્ચેના મતભેદના સમાચાર વચ્ચે BCCIના અધિકારીઓના ઘણા નિવેદનો આવ્યા. કેપ્ટન બન્યા બાદ રોહિત શર્માએ થોડા દિવસો પહેલા બીસીસીઆઈ ટીવીને પોતાનો પહેલો ઈન્ટરવ્યુ આપ્યો હતો. આ ઈન્ટરવ્યુમાં તેણે વિરાટ કોહલીના જોરદાર વખાણ પણ કર્યા હતા. રોહિતે કહ્યું હતું કે, ‘કોહલીએ 5 વર્ષથી ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Team India (@indiancricketteam)

કોહલીએ તમામ મેચોમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો પ્રયાસ કર્યો હતો. તેની કપ્તાની હેઠળ ટીમે ક્યારેય પાછળ વળીને જોયું નથી. વિરાટ કોહલી (કેપ્ટન), કેએલ રાહુલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, શ્રેયસ ઐયર, હનુમા વિહારી, ઋષભ પંત, રિદ્ધિમાન સાહા, રવિચંદ્રન અશ્વિન, જયંત શર્મા, આઈ. મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, જસપ્રિત બુમરાહ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, પ્રિયંક પંચાલ (રોહિત શર્માની જગ્યાએ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *