અંકિતા લોખંડેની લગ્ન કંકોત્રી આવી બહાર, જેમાં દુલ્હાનું નામ જોયને ચોકી ગયા ચાહકો જુવો વિડિયો…..
વર્તમાન સમયમાં કેહવામાં આવે તો કહી શકીએ કે બોલીવુડ ઇન્ડસ્ટ્રીથી લઈને ટેલીવિઝન ઇન્ડસ્ટ્રીમાં હાલતો લગ્નની સીઝન ચાલી રહી છે. ઘણા બધા એવા મોટા મોટા કલાકરો છે જેના લગ્નએ આ સિઝનમાં થઈ ગયા છે અને અમુક અભિનેતા કે કલાકારોના થવા જઈ રહ્યા છે. એવી જ રીતે બોલીવુડ થી લઈને ટીવી ઇન્ડસ્ટ્રી સુધી પોતાનો જાદુ વિખેરનાર અંકિતા લોખંડેને કોણ નથી જાણતું. અંકિતા લોખંડેએ થોડા જ સમયમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે.
મિત્રો તમને જણાવી દઈએ કે અંકિતા આ મહિનામાં પોતાના બોયફ્રેન્ડ વિક્કી જેન સાથેની પ્રિ વેડિંગની ઉજવણીની ઘણી બધી તસ્વીરોએ સોશિયલ મીડિયા પર શેયર કરી હતી, જે હાલના સમયમાં ખુબ વાયરલ થઈ રહી છે. હાલમાં જ શ્રધા આર્યએ પોતાના instagram પ્રોફાઇલ પર સ્ટોરી પર લગ્નના કાર્ડની એક ઝલક બતાવી હતી. અંકિતા અને વિક્કીનું જે કાર્ડ સામે આવ્યું હતુંએ ખુબ ખાસ માનવામાં આવી રહ્યું છે, આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આ કાર્ડનો રંગએ ભૂરો છે.
અભિનેત્રી શ્રદ્ધા આર્યએ અંકિતા લોખંડે અને વિક્કી જૈનના લગ્નનું કાર્ડનો એક વિડીયો શેયર કર્યો છે જેમાં તે લખે ચ કે ” હવે મારી ગમતી છોકરીનો વારો છે. અંકિતા લોખંડે અને વિક્કી જૈન તમને તમારા લગ્નની ખુબ-ખુબ શુભકામનાઓ.” અભિનેત્રી શ્રધા દ્વારા શેયર કરવામાં આવેલ વિડીયોમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે આ કાર્ડના પેહલા પેજ પાનાં પર કાર્ડ મેળવનારનું નામ લખવામાં આવેલું નજરે પડે છે, અને જયારે આ લગ્નના કાર્ડને ખોલવામાં આવે છે ત્યારે આ કપલનું નામ નજરે પડે છે. અંકિતા લોખંડે અને વિક્કી જૈનના આ લગ્નના કાર્ડની અંદર મંત્રો સાથે લગ્નનું નિમંત્રણ આપવામાં આવ્યું છે.
View this post on Instagram
પરંતુ આ આ કાર્ડમાં લોકોએ એક વસ્તુ જોઇને ખુબ આશ્ચર્ય પામ્યા હતા, હવે તમને વિચાર થતો હશે કે એવી તો કઈ વસ્તુ હશે. તો તમને જણાવી દઈએ કે આ કાર્ડમાં દુલ્હાનું નામએ વિકાસ લખવામાં આવ્યું છે. જયારે આ લગ્નના કાર્ડને તમાત યુઝર્સએ જોયું તો તમામ નવાઈ પામ્યા હતા, પણ તમને જણાવી દઈએ કે વિક્કી જૈનનું સાચું નામએ વિકાસ છે, એટલું જ નહી આ કાર્ડમાં જોઈ શકાય છે કે આમાં તારીખનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, ફક્ત ડીસેમ્બર ૨૦૨૧ જ લખવામાં આવ્યું છે.