લગ્નમાં કરી jcb થી શાનદાર એન્ટ્રી અચનાક જ થયું એવું કે જેને જોઇને ઉપસ્થિત તમામ લોકો હસી પડ્યા, જુઓ વિડીયો
વર્તમાન સમયમાં લગ્નની સીઝન ખુબ જોરો શોરોથી ચાલી રહી છે એવામાં હાલ સોશિયલ મીડિયા પર લગ્નને સબંધિત વિડીયો વાયરલ થતા જ હોય છે જે અમુક આપણને મનોરંજીત કરતા હોય છે જયારે અમુક વિડીયોએ ભાવુક કરી દેતા હોય છે. એવામાં એક jcb નો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. આ વિડીયોમાં દુલ્હા અને દુલ્હનએ jcbના બકેટમાં બેસીને આવે છે પછી થાય છે એવું કે જોવા વાળા કોઈ પણ વ્યક્તિની હસી છુટી જાય છે.
આ વિડીયોમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે જેમાં દુલ્હા અને દુલ્હનએ jcb ના બકેટમ બેસીને લગ્નમાં ગ્રાન્ડ એન્ટ્રી કરે છે તે જ સમયે આ jcbનું બકેટએ થોડું વળી જાઈ છે આથી તેમાં બેસેલા દુલ્હા દુલ્હનએ બને નીચે પડે છે જે જોઇને ત્યાં ઉપસ્થિત તમામ લોકોની હસી છુટી જાય છે.
આ વિડીયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે, આ વિડીયોને જોઈ જોઈને ટ્વીટરમાં લોકો પોત પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ વિડીયોમાં દુલ્હાએ બ્લેક કોર્ટ પેહર્યો છે જયારે દુલ્હનએ સફેદ રંગની ડ્રેસમાં નજરે પડે છે પણ આ દરમિયાન અચાનક જ jcbએ વળી જાય છે આથી આ બંનેએ ઘણી ઉચ્ચાઈથી નીચે જમીન સાથે અથડાય છે, આવું જોઇને ત્યાં હાજર રહેલા તમામ લોકોએ હસવા લાગ્યા હતા.
JCB wala bhul gaya Shaadi ka order hai 🤦♂️😝🤣🤣🤣 pic.twitter.com/wXJMDdjPb0
— Kungfu Pande 🇮🇳2.0 (@pb3060) November 28, 2021
વિડીયોએ ક્યારનો અને ક્યા સ્થળનો છે તેની હાલતો કાઈ ખબર પડી નથી પરંતુ આ વિડીયોએ સોશિયલ મીડિયા યુઝર્સને ખુબ હાસ્ય સ્પ્રદ લાગ્યો હતો જ્યારે અમુક યુઝર્સઓ એ jcb વાળા પર સવાલ ઉઠાવ્યા હતા અને અમુક લોકોએ તો આ આઈડિયાનો જ વાંક કાઢ્યો હતો , તેઓનું કેહવું છે કે લગ્ન જેવા માહોલમાં આવા સ્ટંટ કરવા ભયાનક હોય શકે છે.