બાળકનો આ વિડીયો જોઈને તમે પણ હસી પડશો… જુઓ આ વિડીયો

Spread the love

હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા એક મનોરંજનનું એક મોટું સાધન બની ચુક્યું છે એવામાં નાના બાળકોથી લઈને મોટા વડીલો સુધીના તમામ લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હોય છે. સોશિયલ મીડિયામાં અવારનવાર એવા ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય છે, જેમાં અમુક વિડીયો ભાવુક કરી દેતા હોય છે તો અમુક વિડીયો હસાવી દેતા હોય છે. વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા પર એક એવો જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે જે લોકોને ખુબ મનોરંજીત કરી રહ્યો છે.

મિત્રો પુષ્પા ફિલ્મ વિશેતો આપણે સૌ કોઈ જાણતા જ હશું, વર્તમાન સ્થતિને ધ્યાનમાં રાખીને જો વાત કરવામાં આવે તો પુષ્પાનો ક્રેઝ કઈક અલગ લેવલે જ જઈ ચડ્યો છે. બોલીવુડની નામી હસ્તીઓથી લઈને મોટા મોટા ક્રિકેટ સુપરસ્ટારો આ પુષ્પાનો ફેમસ ડાયલોગનો વિડીયો પોતના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરતા હોય છે. આ ડાયલોગ એટલો બધો ફેમસ થઈ ચુક્યો છે કે લોકો આ ડાયલોગ પર પોતાના વિડીયો બનાવતા નથી થાકી રહ્યા. એવામાં નાના એવા બાળકનો આ ડાયલોગ મારતો વિડીયો સામે આવ્યો છે જેને જોઇને તમને પણ મજા આવશે.

વિડીયોમાં જોઈ શકાય છે કે એક નાનો એવો બાળક પુષ્પાનો ફેમસ ડાયલોગ ‘ઝુકેગા નહી’ ખુબ જબરદસ્ત રીતે માર્યો હતો. એટલું જ નહી બાળકે જ્યારે આ ડાયલોગ મારતી વખતે જે એક્સપ્રેશન આપી રહ્યો છે તે જોઇને લોકો તેના દીવાના થયા છે, વિડીયોમાં આ બાળક વચ્ચે થોડોક ડાયલોગ ભૂલી જાય છે તે જોઇને લોકોનું હાસ્ય છુટી જાય છે. લોકોને આ વિડીયો એટલો બધો પસંદ આવી રહ્યો છે કે યુઝરો આ વિડીયોને વધુમાં વધુ લોકોને શેર કરી રહ્યા છે અને વિડીયો પર પોતાની અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Walayet Bashir (@walayet_bashir)

આ વિડીયો લોકોને ખુબ પસંદ આવ્યો છે આ વિડીયો પર લગભગ ૧૦ લાખથી વધુ લાઈક આવી છે એટલું જ નહી તમને જણાવી દઈએ કે આ વિડીયો walayet_bashir નામના instagram એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો હતો. આ વિડીયો પર ઘણા બધા લોકોએ પોતાની અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી છે જેમાં એક યુઝર જણાવે છે કે ‘વાહ બેટે મોજ કરદી’ જયારે બીજો એક યુઝર જણાવે છે કે ‘બે બેટા બસ ગળું કપાય જશે’ આવી ઘણી બધી પ્રતિક્રિયાઓ આપી હતી, તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *