શિયાળા મા ભૂલ થી પણ ના ખાવો આ વસ્તુ નહિતર સ્વાસ્થ ઉપર થય શકે છે મોટું નુકસાન…..

Spread the love

શિયાળાની ઋતુમાં મોટાભાગે વ્યક્તિઓ કેટલીક વસ્તુઓ ખાવાનો વધારે આગ્રહ રાખતા હોય છે. એવું પણ કહેવામાં આવે છે કે શિયાળામાં કેટલીક વસ્તુઓ ખાવી ખુબ જ ફાયદાકારક પણ હોય છે પરંતુ ઘણા માણસોને એ વાતની ખબર નથી હોતી કે શિયાળાની અંદર કેટલીક વસ્તુઓ નુકશાન પણ કરે છે. કેટલીકવાર આપણે કેટલીક વસ્તુઓના ફાયદા ગેરફાયદા જાણ્યા વગર જ તેનો અવારનવાર વપરાશ કરતા હોઈએ છીએ.

પણ કેટલીક વસ્તુઓ અમુક ઋતુ પ્રમાણે જ જો ખાવામાં આવે તો તે ઉપયોગી છે અને ઘણી વસ્તુઓ કેટલીક ઋતુઓમાં નુકશાન પણ કરતી હોય છે. આજે અમે તમને આ લેખના માધ્યમ દ્વારા કેટલીક એવી વસ્તુઓ કહેવાના છોએ જે શિયાળામાં ખાવાથી શરીરમાં નુકશાન કરે છે.

દૂધ: દૂધને આપણે એક પૌષ્ટિક ખોરાક તરીકે પીએ છીએ. દૂધ પીવાના બહુ બધા ફાયદા પણ છે પરંતુ શિયાળામાં દૂધ પીવાથી શરીરમાં નુકશાન પણ થાય છે. કેમ કે દૂધની તાસીર ઠંડી હોય છે જેના લીધે શિયાળાની ઠંડીમાં તે શરીરમાં કફની તકલીફ ઉભી કરે છે. જે લોકોને પહેલાથી કફની સમસ્યા હોય એ લોકોએ દૂધનું સેવન ના કરવું જ ફાયદાકારક છે.

જંક ફૂડ: બજારમાં મળતા જંક ફૂડની અંદર તેલ તથા મીઠું વધારે પ્રમાણમાં રહેલા હોય છે તથા ન્યુટ્રીશ્યન ઓછા પ્રમાણમાં. તે તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિને ઓછી કરી નાખે છે તથા શરદી-ખાંસી થવાનો ખતરો વધી જાય છે. અથાણું, સોસ અને વિનેગર: આ વસ્તુઓંમાં ખટાશ તથા મીઠાનું પ્રમાણ ઘણું બધું હોય છે જેના લીધે તમને શરદી ખાંસી થવાની તકલીફ રહી શકે છે માટે શિયાળામાં આ વસ્તુઓથી જેમ બને તેમ દૂર રહેવું.

તળેલી વસ્તુઓ: વધુ પ્રમાણમાં તળેલી વસુઓ ખાવાના લીધે ખાંસી થવાનો સમસ્યા હંમેશા રહે જ છે પણ શિયાળાની અંદર ખાસ તેલમાં તળેલી વસ્તુઓ ના ખાવી જોઈએ. કેમ કે વધારે તળેલી વસ્તુઓમાં એકરોલીન નામનો કમ્પાઉન્ડ ઉત્પન્ન થાય છે જે શરદી જુકામ અને એલર્જીનું કારણ પણ બને છે.

આઈસ્ક્રીમ અને ઠંડા પીણાં: આઈસ્ક્રીમ બાળકોને ખાવો પ્રિય હોય છે પરંતુ શિયાળાની અંદર આ વસ્તુઓ શરીરમાં જઈને વધુ ઠંડક ઉત્પન્ન કરે છે જેના લીધે પણ શરદી ખાંસી અને કફ થવાની તકલીફમાં વધારો કરે છે.

આલ્કોહોલ: શિયાળાની ઋતુમાં આપણે મોટાભાગે ઓછું પાણી પિતા હોઈએ છીએ જેના લીધે આપણું શરીર ડી હાઈડ્રેડ થવા લાગે છે. ઘણા લોકો શરીરમાં ગરમી લાવવા માટે આલ્કોહોલનું સેવન કરવાનું યોગ્ય સમજતા હોય છે પરંતુ આલ્કોહોલ શરીરને વધુ ડી હાઈડ્રેડ કરે છે. જે શરીર માટે નુકશાનકારક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *