લગ્નના મંડપમાં દુલ્હન ઝીપ ચલાવીને પોંહચી, જુઓ વીડિયો આવી ધમાકેદાર એન્ટ્રી ક્યારેય નહીં જોઈ હોય, જુઓ વિડીયો….

Spread the love

લગ્ન એ દરેક વ્યક્તિનાં જીવનમાં યાદગાર પ્રસંગ છે. જેમનાં લગ્ન હોય એનાથી વધારે હરખ અને ઉત્સાહ અનેક લોકોમાં જોવા મળતો હોય છે. ત્યારે આપણે સૌ કોઈ જાણીએ છે કે, લગ્ન એટલે આનંદનો અવસર અને હંસી મજાક તેમજ કંઈક અલગ કરવાનો અવસર. લગ્નની સીઝનમાં સોશિયલ મીડિયામાં લગ્નના અવનવા વીડિયો વાયરલ થતાં હોય છે, આ વિડિયોમાં પ્રિ વેડિંગ શૂટિંગ તેમજ દુલહન એન્ટ્રી અને દુલ્હા એન્ટ્રી જેવા અનેક વીડિયો વાયયલ થતા હોય છે. જો લગ્નમાં કોઈ રમુજી ઘટના બની હોય તો તેના પણ વીડિયો વાયરલ થતા હોય છે.

સોશિયલ મીડિયામાં એક આવો જ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. એક દુલ્હન પોતાના જ લગ્નમાં એવી ધમાકેદાર એન્ટ્રી કરી કે કદાચ આજ સુધી ઘણી ઓછી યુવતીઓએ આવું સાહસ કર્યું હશે. આપણે ત્યાં કહેવાય છે ને કે, વરરાજા ની જાન આવે ત્યારે વરરાજાની ધમાકેદાર અને જોરદાર એન્ટ્રી થવી જોઈએ. ત્યારે ખરેખર હવે તો સમય જેમ બદલાયો છે એવી રીતે પરંપરા તો નેવે રહી ગઈ અને આજે યુવતીઓ પણ પોતાના લગ્નમાં શરમ સંકોચ રાખ્યા વિના હસતે મુખે અને ડાન્સ કરતી કરતી લગ્નના માંડવે પોહચે છે.

હાલમાં આવો જ એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં યુવતીએ પોતાના લગ્નમાં અનોખી રીતે એન્ટ્રી કરી છે. તમેં વિડિયોમાં જોઈ શકશો કે, કંઈ રીતે યુવતી જોશીલા અંદાજમાં ખુલી ઝીપને જાતે ચલાવીને આવી રહી છે, અને તેની પાસે તેની નાની બહેન પણ બેઠી છે, જેના હાથમાં એક બોર્ડ છે, જેમાં લખ્યું છે કે, ઇફ યુ વોન્ટ અવર સિસ્ટર પેય અપ મિસ્ટર! ખરેખર આવી એન્ટ્રી તો ભાગ્યે જ તને જોઈ હશે. સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ સૌ કોઈ આ એન્ટ્રી ને જોતા જ વખાણ કરી રહ્યા છે તેમજ યુવતી ની પણ હિંમત અને તેની સુંદરતા વિશે વાત કરી રહ્યા છે.

હાલમાં આ વીડિયો અનેક લોકોએ એ જોઈ ચૂક્યા છે. ખરેખર હવે તો આવા બનાવ સામન્ય બની ગયા છે કારણ કે બદલાતા સમય ની સાથે હવે આપણા લગ્નમાં હિન્દૂ પરંપરાઓની સાથે આધુનિક સમયનાં મોર્ડન વિચારો નો સમાવેશ થતા એક અલગ જ રિતે તરી આવે છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, યુવતી એ હિન્દૂ પરંપરા મુજબ જ લગ્નનો પહેવેશ પહેર્યો છે તેમજ માથા પર પલ્લું છે અને તેના હાવ ભાવ અને એનું નિખાસલપણું જોઈને પણ આ મોર્ડન વિચાર હોય શકે એવું કોઈ ન કહી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *