ગરમ દુધમાં અંજીર નાખીને પીવાથી શરીરને કેવા કેવા ફાયદા થાય છે….?

Spread the love

હવે શિયાળની ઋતુ શરુ થવા પર છે એટલે આપણે પોતાને ગરમ કરવા માટે ઘણી બધી ખાવા પીવાની તસ્દી લેવી જોઈએ. આ શિયાળાની ઋતુમાં ખાણી પીણીનો ખુબ ખ્યાલ રાખવો જોઈએ. આ ઋતુમાં એવી વસ્તુ ખાવી જોઈએ કે જે સ્વાસ્થ્ય માટે સારી અને શરીરને ગરમ રાખે, એવામાં આપણે આ અંજીર દૂધને પણ તેમાં શામેલ કરી શકીએ છે. ખોરાકને અને એવી ખરાબ ટેવોને લીધે આ ઋતુમાં શરદી, ઇન્ફેકશન લાગવું અને કબજીયાતની સમસ્યા થઈ શકે છે, અંજીર વાળું દૂધ પીવાથી આ બધી સમસ્યાઓનું નિરાકરણ આવશે.

જો તમે અંજીરને સચ્ચી માત્રામાં ખાવતો તેનથી કબજીયાત, એસીડીટી, શરદી, હાયપરટેન્શનની સમસ્યાઓથી છુટકારો મળે છે. ઠંડીની ઋતુમાં જો ગરમ દુધમાં અંજીર નાખીને પીવામાં આવેતો તે શરીરને ખુબ ફાયદો કરે છે. અંજીરમાં ભરપુર પ્રમાણમાં soluble fibre અને phytonutrients હોય છે એટલું જ નહી અંજીરમાં આયર્ન, કોપર, મેગ્નેશિયમ, કેલ્શ્યમ જેવા ઘણા બધા વિટામીનો પણ હોય છે. આ દૂધ તૈયાર કરવા માટે સૌ પ્રથમ અંજીરને રાતભર પલાળીને રાખવું અને પછીના દીવે આ અંજીરની પેસ્ટ બનાવીને તેને ગરમ દુધમાં ઉમેરી દેવી એટલે તૈયાર થઈ જશે અંજીર દૂધ, આ દૂધમાં કેસર પણ મેળવી શકાય છે.

આ દૂધ પીવાથી તમારી ઘણી બધી સમસ્યાઓનું નિરાકરણ આવશે, આ દૂધ એ કબજીયાતની સમસ્યાને દુર્ર કરે છે. અંજીરમાં ફાયબરની ભરપુર માત્રા હોવાથી તે મેટાબોંલીજ્મને રેગ્યુલેટ કરે છે. તમને જણાવી દઈએકે ઠંડીના સમયમાં ઘણી વાર કબજીયાતની સમસ્યા રેહતી હોય છે, આથી આ દૂધ પીવુંએ ખુબ જરૂરી છે જેના દ્વારા આપડે આ મુશ્કેલીથી બચ્ચી શકીએ. શિયાળની ઋતુ એવી છે જેમાં આપણે લાડવા અને હલવા જેવો ખોરાક લેતા હોઈએ છીએ પણ આ પછી આપણને વજન વધારવાની સમસ્યા સતાવા લાગે છે. આ સમસ્યાને દુર કરવા માટે અંજીર દૂધ પીવું જોઈએ, આ દૂધ પીવાથી ઘણા લાંબા સમય સુધી તમારું પેટ ભર્યું રેહશે અને તમે વારંવાર જમવાથી અટકાવશે.

રાતના સમયે જો અંજીર દૂધ પીવામાં આવે તો તે શરીરને ગરમાહટ આપશે અને તમે સારી રીતે ઊંઘ લઈ શકશો, એટલું જ નહી પણ આ દૂધએ શિયાળામાં થનારા ઇન્ફેકશનથી બચાવશે અને તાવથી પણ બચાવશે. ઠંડીની ઋતુમાં હમેશા મોસમી ફળો અને શાકભાજી ખાતા જ હશો તેની સાથે સાથે ફ્રુટ્સ અને નટ્સ ખાવાની પણ શરૂઆત કરવી જોઈએ, આ ફ્રુટસમાં ઘણા એવા તત્વો હોય છે કે જે આપણને બીમારીઓથી દુર રાખે છે. જાણકારોના અનુસાર તાપમાન ઘટવાના લીધે શારીરિક કર્યો અને હલનચલનવએ બંધ થતી હોય છે અને આપણે તળેલી વસ્તુને અધિક પ્રમાણમાં ખાવા લાગીએ છીએ જે હમેશા રોગનું કારણ બને છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *