જેઠાલાલએ બબીતાજી કરતા વધુ કમાણી કરે છે, જાણો તારક મેહતાના અન્ય કીરદારોની ફીસ અંગે
નાના પડદા પર સુપરહિટ રહેલ “તારક મેહતા કા ઉલટા ચશ્માં” શો એ છેલ્લા ૧૩ વર્ષથી દર્શકોના દિલો પર રાજ કરે છે. એટલું જ નહી આ શોને નાના બાળકોથી લઇને મોટા વડલીઓ સુધીના બધા લોકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવે છે . આ શોની સૌથી ખાસ વાત એ છે કે શોમાં નજર આવનાર કીરદારોએ આપણને હસવા પર મજબુર કરી દે છે. આપણી જે પણ દિવસનો થાક હોય કે ટેન્શન હોય બધું જ આ શોએ દુર કરે છે અને આપણને હસાવા પર મજબુર કરે છે.
લોકો વચ્ચે આ લોકપ્રિય શોનો ક્રેઝ ખુબ ને ખુબ વધતો જઈ રહ્યો છે. આટલા વર્ષોમાં લોકોએ આ શોને પસંદ કરી રહ્યા છે અને જોઈ રહ્યા છે. આ શોના બધા જ કીરદારોને લોકો તરફથી ખુબ પ્રેમ મળી રહ્યો છે, એટલું જ નહી આ શોમાં બોલીવુડના ઘણા બધા કલાકરો આવતા જ રહે છે. હાલતો અમુક કલાકારનું નિધન થયું છે છતાં આ શોને હાલમાં પણ એટલો જ પસંદ કરવામાં આવી રહ્યો છે જેટલો પેહલા કરતા હતા.
આ શોના બધા જ કલાકારોએ પોતાની ભૂમિકાએ સારી રીતે ભજવી છે. જેઠાલાલથી લઈને દયાબેન અને બબીતાજી સહિતના બધા કલાકારોએ પોતાના કોમેડી અંદાજથી લોકોને હસાવે છે. આજ અમે આ પોસ્ટના માધ્યમથી તમને જણવા જઈ રહ્યા છીએ કે આ કલાકારોએ દરેક એપિસોડ માટે કેટલી કેટલી ફી વસુલે છે.
હાલના સમયમાં જેઠાલાલને કોણ નથી ઓળખતું, જેઠાલાલએ ‘ તારક મેહતા કા…’ શોના મુખ્ય હાસ્ય કલાકાર છે. જેઠાલાલનું સાચું નામએ દિલીપ જોશી છે. આ શોનો સૌથી ચહીતો કલાકાર હોય તો એ જેઠાલાલ છે. મીડિયા રીપોર્ટ અનુસાર જેઠાલાલએ, દિલીપ જોશીએ શોના સૌથી વધુ ફી વસુલ કરનાર કલાકાર છે. જેઠાલાલ પ્રતિ એપિસોડએ ૧.૫લાખ રૂપિયા વસુલ કરે છે.
આ શોમાં જેટલું જ જેઠાલાલના કિરદારનું મહત્વ છે તેટલું જ બબીતાજીનું પણ મહત્વ છે. તમને જણાવી દઈએ કે બબીતાજીનું સાચ્ચું નામએ મુનમુન દત્તા છે. મુનમુન દત્તાએ પોતે ઓફ સ્ક્રીન પણ ખુબ લોક પ્રિય છે, એટલું જ નહીં તેના લાખોની સંખ્યામાં ચાહકો પણ છે. મુનમુન દત્તાએ પ્રતિ એપિસોડએ લગભગ ૩૫ થી ૫૦ હજાર રૂપિયા ફી વસુલ કરે છે.
શોમાં જેઠાલાલના પિતાનું કિરદાર નિભાવનાર અમિત ભટ્ટ છે. એવું કેહવામાં આવે છે કે તે એક એપિસોડ લેખે ૭૦ થી ૮૦ હજાર રૂપિયા ફીસ પ્રાપ્ત કરે છે. હવે વાત તારક મેહતાની કરવામાં આવે તો તારક મેહતાએ આ શોના સૌથી સુલજેલા માણસ છે, એટલું જ નહી તારક મેહતાની ગણતરીએ મહત્વના કલાકરોમાં કરવામાં આવે છે. તારક મેહતાનું વાસ્તવિક નામએ શૈલેશ લોઢા છે. શૈલેશ લોઢાએ પ્રતિ એપિસોડએ લાખ રૂપિય ફી વસુલ કરે છે. આ શોમાં ભીડેનું પાત્ર ભજવનાર અભિનેતા મંદાર ચંદવાદકર એ શોમાં એક મહત્વનું પાત્ર ભજવે છે, જે પ્રતિ એપિસોડે લગભગ ૮૦૦૦૦ રૂપિયા પ્રાપ્ત કરે છે.