‘તારક મેહતા. માં હવે ઘનશ્યામ નાયક પછી કોઈ નહી બને નટુકાકા, પ્રોડ્યુસર જણાવ્યું કારણ

Spread the love

ટેલીવિઝનના સૌથી લોકપ્રિય શોમાંથી ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્માં’ એ છેલ્લા ૧૩ વર્ષથી દર્શકોને મનોરંજન પૂરું પાડે છે અને આજના સમયમાં આ સીરીયલને ઘરે ઘરે જોવામાં આવે છે આ સીરીયલને લોકો દ્વારા ખુબ પસંદ કરવા માં આવી રહ્યો છે. આ ટીવી સીરીયલના બધા કીરદારોને લોકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહ્યા છે. થોડા સમય પેહલા જ તે ઘનશ્યામ નાયકના નિધનને લીધે એવી સંભાવના લગાડવામાં આવી કે હવે શોમાં નટુકાકાની જગ્યાએ નવો ચેહરો જોવા મળશે.

એટલું જ નહી એક તસ્વીરએ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થય રહી છે , આ પર થી અનુમાનો લગાડવામાં આવી રહ્યા છે કે અ શખ્સએ નટુકાકાનું કિરદાર નિભાવશે. હવે આ જોઈને શોના મેકર્સએ પોતાનું મૌન તોડ્યું છે અને કહે છે કે ઘનશ્યામ નાયક પછી કોઈ બીજી વ્યક્તિએ નટુકાકા બનશે નહી.

થોડા સમય પેહલા જ તે એક તસ્વીર સામે આવી રહી હતી જેમાં એક શખ્સએ નટુકાકાના કિરદારમાં ઇલેક્ટ્રોનિક શોપમાં બેઠો જોવા મળ્યો હતો, ત્યારબાદ લોકો દ્વારા સંભાવના બાંધવામાં આવી હતી કે મેકર્સઓએ નટુકાકાને શોધી લીધા છે અને ચાહકો દ્વારા આ વાત લઈને ખુબ ઉત્સાહ જોવા મળ્યો હતો. પરંતુ શો મેકર્સ દ્વારા વાસ્તવિકતા સામે લાવવામાં આવી હતી કે આ તસ્વીરએ સાચ્ચી નથી. પ્રોડક્શન હોઉસના એક સૂત્ર દ્વારા કેહવામાં અવાયું છે કે ,” જે વડીલએ ગડા ઇલેક્ટ્રોનિકસની ખુરશી પર બેસ્યા છે તે એકટર નહી પણ આ દુકાનના મલિકના પિતા છે. પ્રોડક્શન હાઉસને નટુકાકાનું રિપ્લેસમેન્ટ હજી સુધી મળ્યું નથી, લોકોએ ખોટી અફવાઓ ફેલાવી જોઈએ નહી”

આની સિવાય આ શોના પ્રોડ્યુસર અસિત મોદી જણાવે છે કે, ” ધનશ્યામ ઉર્ફે નટુકાકાએ મારા સારા મિત્ર હતા અને મે તેની સાથે ઘણા વર્ષો સુધી કામ કર્યું છે. હાલતો નટુકાકાની જગ્યાએ બીજા કોઈ એક્ટરને લેવાની તો ઈચ્છા નથી, આ સબંધિત ચારો તરફ ઘણી બધી અફવાઓ ફેલાય રહી છે, હું દર્શકોને રીક્વેસ્ટ કરીશ કે હાલતો કોઈ અફવાઓ પર ધ્યાન આપવું નહી.

તમને જણાવી દઈએ કે ઘનશ્યામ નાયકએ ફક્ત ટેલીવિઝન દુનિયામાં જ નહી પણ તે ફિલ્મના પણ એક મશહુર કલાકાર હતા. તેણે વર્ષ ૧૯૬૦મ અશોક કુમારની ‘માસુમ’ ફિલ્મથી એક્ટિંગની દુનિયામાં પ્રવેશ મેળવ્યો હતો. ત્યારબાદ ઘનશ્યામ નાયકે ‘ક્રાંતિવીર’, ‘બેટા’, ‘આંખે’, ‘તિરંગા’, ‘લાડલા’, ‘ચાહત’ જેવી ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *