ખાંડ વાળી ચા પીવાથી થઈ શકે છે શરીરને આવા મોટા નુકશાન, જો તમે ગોળની બનેલી ચાનું સેવન કરશો તો….જાણો પુરા ફાયદા

Spread the love

અમે ગોળની ચાની વાત કરીએ છીએ. વર્તમાન સમયમાં બધા લોકોએ ખાંડ વાળી ચા પીવાનું પસંદ કરે છે પરંતુ શું તમને ખબર છે કે ખાંડ વાળી ચા પીવાથી શું નુકશાન થાય છે? તમને જણાવી દઈએ કે ખાંડ વાળી ચા પીવાથી આપણા શરીરમાં શર્કરાનું પ્રમાણ ખુબ વધી જાય છે. એવામાં જુના શાસ્ત્રોમાં પણ ગોળને ખોરાક લેવાનો ઉલ્લેખ કર્યો હતો. ગોળથી શરીરમાં ઘણા બધા ફાયદા થાય છે આથી ગોળનું સેવન વધુમાં વધુ કરવું જોઈએ.

શિયાળીની ઋતુમાં ગાયના દૂધમાં ખાંડના સ્થાને ગોળ નાખીને ચા તૈયાર કરવામાં આવે તો આ ચા એ શરીરને ખુબ ફાયદો કરી શકે છે, તમને જણાવી દઈએ કે ગોળમાં કેલ્શ્યમ, પ્રોટીન જેવા અને ગુણો હોય છે અને ગોળએ શરીરને ગરમ પણ રાખે છે. ચામાં ગોળ નાખવાથી શરદી, ઉધરસ જેવી અનેક બીમારીઓથી આપણને બચાવે છે.

મિત્રો જો તમે ગોળની ચા બનાવા માંગો છો તો આ રેસીપી દ્વારા બનાવી શકો છો, સૌ પ્રથમ આ ચા બનવા માટે એક વાસણમાં પાણી લઈને તેને સારી રીતે ઉકાળી લેવું ત્યારબાદ આ પાણીમાં સ્વાદ અનુસાર ગોળ ઉમેરી દેવો. આવું કર્યાં બાદ આમાં લવિંગ, તજ, ઇલાઇચી, અડું અને તુલસીના પતા નાખીને સારી રીતે મેળવી લેવું, આ મિશ્રણને એટલું જ ઉકાળવું જેટલું તમે સાદી ચા ને ઉકાળો છો, આ ચામાં જેમ તમે ઓછું દૂધ નાખીને તેનું સેવન કરશો તેમ તમારા શરીર માટે વધુ ફાયદાકારક થશે.

આ ચા પીવાથી તમને શરીરમાં એવા મોટા ફાયદા થઈ શકે છે જેના લીધે શરીરમાં આવતા ઘણા બધા રોગો મટાડી શકાય છે અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો થઈ શકે છે. જો તમારા શરીરમાં ચરબીનું પ્રમાણ વધારે હોય તો તમે આ ચાનું સેવન તમે નિયમિત સ્વરૂપે કરવામાં આવશે તો તમારા વજનમાં સારો એવો ઘટાડો જોવા મળશે. ગોલમાં આર્યનનુપ્ર્માન વધુ હોવાથી તે શરીરના પ્રત્યેક અંગમાં ઓકિસજન પોહચાડે છે. મિત્રો જો તમે ગોળની ચાનું સેવન કરશો તો તમને શરદી ઉધરસથી છુટકારો પ્રાપ્ત થશે, એટલું જ નહી શરીરના હાડકા મજબુત બનવા માટે પણ આ ચાનો ઉપયોગ કરવામાં આવે છે. જાણવા મળ્યું છે કે આ ચા એટલી બધી અસરકારક છે કે જેનાથી પેટ પણ સારી રીતે સાફ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *