સાઉથના જાણીતા અભિનેતા શરવાનંદ અને રક્ષિતા રેડ્ડીએ જયપુરમાં કર્યા ભવ્ય લગ્ન ! રામ ચરણથી માંડી આ સ્ટાર્સે આપી હાજરી…જુઓ તસવીરો

Spread the love

મિત્રો જો વાત કરવામાં આવે તો સાઉથના અભિનેતા શરવાનંદ અને રક્ષિતા રેડ્ડીના લગ્નની અંદરની તસવીરો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઈ રહી છે. આ લગ્ન સમારોહમાં રામ ચરણ સહિત ઘણા સ્ટાર્સે પણ ભાગ લીધો હતો. બંનેએ આ વર્ષે જાન્યુઆરી મહિનામાં સગાઈ કરી હતી અને સગાઈ સેરેમનીમાં ઘણી જાણીતી હસ્તીઓ પણ જોવા મળી હતી.

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા એક્ટર શરવાનંદે રક્ષિતા રેડ્ડીને હંમેશા માટે પોતાની લાઈફ પાર્ટનર બનાવી લીધી છે. બંનેએ 3 જૂને જયપુરની હોટેલ લીલા પેલેસમાં સાઉથ રીતિ-રિવાજ સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન સમારોહમાં રામ ચરણ ઉપરાંત ઘણા પ્રખ્યાત નિર્દેશકો અને નિર્માતાઓ પણ જોવા મળ્યા હતા. કપલે હજુ સુધી તેમના ડી-ડે ફોટા શેર કર્યા નથી, પરંતુ તેમની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે, જે વાયરલ થઈ રહી છે.


રામ ચરણ, સિદ્ધાર્થ, નિર્માતા વંશી અને ઘણા રાજકારણીઓ પણ શરવાનંદ અને રક્ષિતા રેડ્ડીના લગ્નમાં હાજર રહ્યા હતા. શરવાનંદ અને રક્ષિતાના લગ્નના અંદરના ફોટામાં રામ ચરણ જોવા મળ્યા હતા. ક્યારેક તે કપલને આશીર્વાદ આપતો જોવા મળ્યો હતો તો ક્યારેક તે ત્યાં હાજર મહેમાનો સાથે સેલ્ફી લેતો પણ જોવા મળ્યો હતો. આ ખાસ અવસર પર તેણે પરંપરાગત વસ્ત્રો પહેર્યા હતા.


શરવાનંદ અને રક્ષિતા રેડ્ડીના લગ્ન પહેલાની ઉજવણી શુક્રવારે શરૂ થઈ હતી. દંપતીએ તેમના પરિવારના સભ્યો સાથે પૂલની બાજુમાં હલ્દી લગાવી હતી અને કેટલાક રમુજી વીડિયો ઑનલાઇન શેર કરવામાં આવ્યા હતા. શરવાનંદના પિતરાઈ ભાઈઓએ પણ કપલને પૂલમાં ધકેલી દીધું અને ખૂબ મજા કરી. તેમની સંગીત સેરેમનીની તસવીરોમાં રામ ચરણ પણ જોવા મળ્યા હતા. શરવાનંદ અને રક્ષિતા રેડ્ડીએ આ વર્ષે જાન્યુઆરીમાં સગાઈ કરી હતી. રક્ષિતા આઈટી કર્મચારી છે અને તેલુગુ દેશમ પાર્ટીના રાજકારણી બોજ્જલા ગોપાલા કૃષ્ણ રેડ્ડીની પૌત્રી છે. દંપતીની સગાઈ સમારંભમાં તેલુગુ ફિલ્મ ઉદ્યોગની અનેક હસ્તીઓ જેમ કે રામ ચરણ, ચિરંજીવી અને રાણા દગ્ગુબાતીએ પણ હાજરી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *