સાઉથના સુપરસ્ટાર એવા પ્રભાસ એવું રાજશાહી જીવન જીવે છે કે તેની સામે શાહરૂખ ખાનની લાઇફ સ્ટાઇલ પણ ફીકી લાગી આવે….જુવો તેમની લાઇફસ્ટાઇલ ની તસવીરો

Spread the love

એસએસ રાજમૌલિ ની ફિલ્મ ‘ બાહુબલી’ થી દુનિયા ભરમાં પ્રખ્યાત થયેલા સાઉથ સુપરસ્ટાર પ્રભાસ ને આજે કોઈ ઓળખ ની જરૂર નથી. તેઓએ પોતાની શાનદાર એક્ટિંગ ના કારણે માત્ર સાઉથ માં જ નહીં પરંતુ પૂરા દેશ અને દુનિયામાં પોતાની સારી એવી ફેંસ ફોલોવિંગ ઊભી કરી છે, અને આજ કારણ છે કે તેઓની હાલમાં રિલિજ થયેલ ફિલ્મ ‘ આદિપુરુષ ‘ એ માત્ર એક દિવસમાં જ વલ્ડવાઈડ 140 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. એમ તો પ્રભાસ ને તેમના આ જ નામથી વધારે ઓળખવામાં આવે છે પરંતુ આ તેમનું સાચું નામ નથી.

જી હા, તેમના ફેંસ ને કદાચ એ જાણ નથી કે 23 ઓક્ટોબર 1979 માં જન્મેલ પ્રભાસ નું સાચું નામ ‘ ઉપ્પલપતિ વેંકટ સૂર્યનારાયણ પ્રભાસ રાજુ ‘ છે. જોકે આટલું મોટું અને જટિલ નામ હોવાના કારણે તેમણે ફિલ્મો માં પોતાનું નામ માત્ર ‘ પ્રભાસ ‘ જ રાખ્યું છે. જે હવે દુનિયા ભરમાં જાણીતું બન્યું છે. પ્રભાસ હૈદરાબાદ ના પોષ વિસ્તાર જુબાલી હિલ્સ માં આવેલ પોતાના આલીશાન ઘર માં રહે છે. જેમાં શાનદાર ઇંટિયર ની સાથે સાથે સ્વિમિંગ પુલ થી જિમ સુધીની દરેક સુખ સુવિધાઓ જોવા મળે છે. તેમનું આ ઘર કોઈ ફાર્મહાઉસ થી કમ નથી.

જાણકારી અનુસાર પ્રભાસ ના જિમમાં વિદેશથી એકવિપમેંટ લાવીને લગાડવામાં આવી છે. જેની કિમત લગભગ 1.5 કરોડ રૂપિયા છે.ઘરમાં એક બહુ જ મોટો લિવિંગ એરિયા પણ છે જ્યાં એક દીવાલ પર ઘણી બધી તસ્વીરો લગાવેલ છે અને આની સાથે જ ત્યાં એક પિયાનો પણ રાખવામા આવ્યો છે.થોડી મીડિયા રિપોર્ટ્સ અનુસાર ‘ ભીમાવરમ ‘ માં પ્રભાસ નું આ ઘર 84 એકાદ જમીન માં ફેલાયેલ છે. રિપોર્ટ અનુસાર પ્રભાસ ના આ ઘરની કિમત 65 કરોડ રૂપિયા છે. હવે હાલમાં જ અભિનેતા એ હૈદરાબાદ ના બાહરી વિસારમાં એક 5 એકાદ નો પ્લોટ ખરીદ્યો છે.

આમાં કોઈ શંકા નથી કે પ્રભાસ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી ના સુપરસ્ટાર છે જે હવે ધીમે ધીમે હિન્દી ફિલ્મ જગતમાં પણ પોતાની ઓલ્ખ ઊભી કરી રહ્યા છે. વર્શમ, છત્રપતિ, બિલ્લા, ડાર્લીંગ, મિસ્ટર પરફેક્ટ અને મીરચી જેવી ફિલ્મો કરી ચૂકેલ પ્રભાસ ને એસએસ રાજમૌલિ ની ઇંડિયન ફિલ્મ ‘ બાહુબલી’ ની ફ્રેચાઈજી થી અપાર સફળતા અને ઇન્ટરનેશનલ લેવલ પર પોપ્યુલેરિટી હાંસિલ થઈ હતી. અને આજ કારણ છે કે પ્રભાસ સૌથી વધારે ફી લેનાર એક્ટર માના એક છે. ઈન્ડિયા . કોમ ના અનુસાર પ્રભાસ એ આદિપુરુસ ફિલ્મ માં રાઘવ ની ભૂમિકા ભજવવા માટે 150 કરોડ રૂપિયા ફી લીધી છે.

કિંગની જેમ લાઈફ જીવતા એક્ટર પ્રભાસને કારનો પણ ઘણો શોખ છે. તેના ગેરેજમાં એકથી વધુ મોંઘી અને લક્ઝુરિયસ કાર છે. તેના લક્ઝુરિયસ કાર કલેક્શનમાં 1 કરોડ રૂપિયાની ‘રેન્જ રોવર’ સ્પોર્ટ્સ કાર, 60 લાખ રૂપિયાની ‘ઓડી A6’, 2 કરોડ રૂપિયાની ‘BMW 7 સિરીઝ’ અને 2 કરોડ રૂપિયાની ‘મર્સિડીઝ બેન્ઝ એસ ક્લાસ’નો સમાવેશ થાય છે.પ્રભાસની લક્ઝુરિયસ કારનું લિસ્ટ અહીં પૂરું થતું નથી. તેમના કલેક્શનમાં ‘Jaguar XJL પોર્ટફોલિયો’ પણ છે, જેની કિંમત રૂ. 1 કરોડ છે.

પ્રભાસ સુપર લક્ઝરી અને મોંઘા વાહન ‘રોલ્સ રોયસ ફેન્ટમ’ નો માલિક પણ છે, જેની કિંમત 8 કરોડ રૂપિયા છે.ઇંડિય ના સૌથી મોંઘા સ્ટાર હોવાના કારણે ટોટલ નેટ વર્થ પણ વધારે છે. એક ફિલ્મ માટે કરોડો નો ચાર્જ લેવાની સાથે તેઓ એક બ્રાંડ એંડોસમેંટ ની માટે પણ બહુ જ તગડી ફી વસૂલે છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર પ્રભાસ ની નેટ વર્થ 215 કરોડ રૂપિયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *