ગુજરાત નુ એવુ એક એવું ગામ જ્યાં એક પણ ધાબાવાળું મકાન જ નથી ! કારણ જાણશો તો

Spread the love

ગામડાઓમાં મુખ્યત્વે નડિયાવાળા ઘર હોય છે, એ વાત તો આપણે સૌ કોઈ જાણીએ છે પરતું આજનાં સમયમાં ગામડામાં પણ પાક્કા મકાન જોવા મળે છે, પરતું આજે અમે એક એવા ગામ વિશે જણાવીશું જ્યાં કોઈપણ ઘરમાં છત નથી. આ ગામની એક અનોખી પરંપરા છે અને આ પરંપરા ને લીધે જ આ ગામમાં હજુ સુધી કોઈ ઘર પાક્કા નથી. હા એ વાત જાણીને નવાઈ લાગશે કે, આ ગામ ખૂબ જ સ્વસ્થ અને સુવિધાઓથી યુકત છે. આ ગામમાં ખૂબ જ સુંદર ઘરો આવેલા છે, જે અંદર થી તમામ સુવિધાઓ ધરાવે છે.

છત વગરનું ગામ આ શબ્દ સાંભળી આપને નવાઈ લાગશે. પરંતુ ભુજ તાલુકાનું એક એવું ગામ છે જ્યાં વર્ષોથી છત ના બનાવની પરંપરા ચાલી આવે છે. માત્ર દેશી નળિયાં અથવા પતરાનાજ મકાન તમને આ ગામમાં જોવા મળશે. આ ગામમાં આજ દિન સુધી કોઈ રહેવાસીએ છત નથી બાંધી જો કોઈ છત બાંધવાનો પ્રયાસ કરે તો ચમત્કારી રીતે તેમના પરિવારમાં કોઈ દુર્ઘટના ઘટે છે તેવી માન્યતા ગામજનોમાં વર્ષોથી છે. આજના આ આધુનિક યુગમાં શહેરોમાં બહુમાળી મકાનો જોવા મળે છે. .

ભુજ તાલુકાનું સણોસરા ગામ જ્યાં માલધારી રબારી સમાજ રહે છે. પરંતુ આજ દિન સુધી અહીં છત વારા ઘર કોઇએ નથી બનાવ્યા. વર્ષોથી ચાલી આવતી પરંપરા અનુસાર આજે પણ આ ગામ કોઈ છત નથી બનાવતું.આ ગામને છત વગરનું ગામડું કહેવાય છે અને આ ગામ સણોસરા છે, અને છત ન બાંધવા પાછળનું અતિ પૌરાણિક મહત્વ છે.ગામના વડીલના કહેવા મુજબ અંદાજે 600 વર્ષ પહેલાં ખુબજ મોટા પ્રમાણમાં માલધારી સમાજ પાસે પશુઓ હતા અને પશુઓ રાખવા માટે જગ્યા નહોતી..

ત્યારે પૂર્વજોએ માતાજી પાસે પ્રાર્થના કરી. માતાજીના પૂજારી હાથમાં જ્યોત અને છીપર લઈ આજના આ સણોસરા ગામે પહોંચી રહેવા માટેની આજ્ઞા હતી. સાથે જ છત વારુ મકાન ન બનાવની પણ વાત કહીને ગામમાં વસવાટ શરૂ થયો હતો.એવું કહેવાય છે કે, વર્ષો પહેલા ગામની નજીક તેઓના સમાજના એક ભાઈએ છત વારુ મકાન બનાવવા પ્રયાસ કર્યો હતો.. ત્યારે તેઓની આંખોની રોશની જતી રહી હતી.મકાન પાછું જમીન ધ્વસ્ત કરતા આંખોની રોશની પછી આવી હતી.

સણોસરા ગામના માલધારી રબારી સમાજના લોકો વર્ષોથી ચાલી આવતી આસ્થા સાથે જોડાયેલ પરંપરાને આજે પણ જાળવી રાખી છે. આવનારા દિવસોમાં યુવા પેઢી પણ આ પરંપરા જાળવી રાખશે તેવું સમગ્ર ગ્રામજન તેમજ યુવા પેઢી કહી રહ્યા છે અને એટલે જ આ ગામ આજે છત વગરનું ગામ તરીકે ઓળખાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *